________________
શારદા દેશોન
૯૧૫
કેટલુ કષ્ટ સહન કરવુ પડયું ? અત્યાર સુધી તે આપણે સ્વતંત્ર રહીને દુઃખ વેઠયા પણ હવે તે ગુપ્ત રીતે વિરાટ રાજાની સેવામાં રહીને એક વં વીતાવવું પડશે. રાજાની સેવા તલવારની ધાર જેવી હોય છે, અને સત્યવાદી સેવક રાજાને બહુ પ્રિય હાય છે તે વાત આપણા માટે અનુભવ સિદ્ધ છે. માટે તમને મારે વધુ કહેવાની જરૂર નથી. હવે આપણામાંથી જેને જે કાર્ય ખરાખર આવડતું હાય તે કાર્ય કરવા માટે રાજા પાસે જઇએ. રાજા પાસે આપણાં નામ જુદા રાખીશું' પણ આપણે ખાસ જરૂરિયાત હોય ત્યારે ગુપ્ત રીતે એકબીજાને એ!લાવવા માટે જુદા નામ રાખીએ. એમ નિણ ય કર્યાં. અને જય જયવંત વિજય સજસેરૂ, યવલ્લભ અભિરામ, ચા સંકેતિક નામ ધરાયા, કીના રક્ષા હિત કામ હા....શ્રોતા
ધર્મરાજાનું નામ જય, ભીમનું નામ જયવંત, અર્જુનનુ નામ વિજય, નકુળનું નામ સજસેરૂ, અને સહદેવનું નામ જયવલ્લભ પાડયું. ગુપ્ત રીતે ખેલાવવા હાય ત્યારે આ નામથી એલાવવા. આમ નક્કી કરીને આગળ ચાલતાં વિરાટ નગરના શ્મશાન પાસે આવ્યા. ત્યાં એક સમડાના વૃક્ષ નીચે એક મણીધર સપના રાફડા હતા. ત્યાં તે સદા ફેણ માંડીને બેસતા હતા. જો કોઈ તેને છંછેડે તે તેને 'શ દેતા હતા. તેના ડરથી કાઈ ત્યાં આવતું નહિ. રાફેડાની બાજુમાં એક પર્વત હતા. તેની તળેટીમાં એક સુંદર ગુફા હતી. પાંડવાએ જોયુ કે આ ગુપ્ત સ્થાન સારુ છે. અહીં આ મણીધરનો વાસ છે તેથી કેાઈ આવશે નહિ. માટે આપણાં શસ્ત્ર આ ગુફામાં મૂકી દઈએ. કારણ કે રાજાની સેવામાં જવુ છે એટલે શસ્ત્રો લઇને જવાય નહિ. તેથી ભીમની ગદા, અર્જુનના ધનુષ્યબાણ એ રીતે જેનાં જે શસ્રો હતાં તે તેમજ ખીજી જે મૂલ્યવાન ચીજો હતી તે બધું ગુડ્ડામાં મૂકીને બધાએ વિરાટ રાજાના નગરમાં પ્રવેશ કર્યાં ન કઈ સારુ મકાન શેાધી તેમાં કુંતાજીને રાખ્યાં ને કહ્યુ', માતા ! અમે અવારનવાર તારી ખખર લઈશું. તું સુખેથી રહેજે. બધાએ એક સાથે રાજદરખારમાં જવું નહિ પણ નખર પ્રમાણે વારાફરતી જવું તેમ નક્કી કર્યુ..
યુધિષ્ડિરે મારે અંગે ટીલા ટપકા કર્યાં, લાંબુ ધેાતીયું પહેર્યુ, જનોઈ પહેરી અને કાનમાં મેાતીના સુંદર કુંડળ પહેર્યાં. હાથમાં ટીપણુ અને બ્રાહ્મણના વેશ પહેરીને નગરની વચ્ચે થઈને ચાલ્યા. આવા તેજસ્વી બ્રાહ્મણને જોઈ ને લેાકેા ખેલવા લાગ્યા કે
આ કાઈ પવિત્ર પુરૂષ છે. એ કાણુ હશે ? સૌ આશ્ચયપૂર્વક તેને જોવા લાગ્યા ને તેમને પગે લાગવા લાગ્યા, ત્યારે ધર્મરાજા તેમને આશિષ આપતાં આગળ ચાલ્યા, અને મચ્છ રાજાની સભાના દ્વારે આવ્યા ને દ્વારપાળને કહ્યું કે મહારાજાને કહે કે એક બ્રાહ્મણુ આપનાં દર્શન કરવા દૂરથી આળ્યે છે. દ્વારપાળે રાજાને કહ્યુ એટલે રાજાએ સભામાં આવવાની આજ્ઞા આપી. તેથી ધર્મરાજાએ સભામાં પ્રવેશ કર્યાં. બ્રાહ્મણને જોઈને મચ્છ રાજાએ ઉભા થઈને તેમનો સત્કાર કર્યાં ને ઉંચા આસને બેસાડયા.