________________
શારદા દર્શન
૮૧૧
મહારાજા અકબરની શરણાગતિ સ્વીકારીને વટલાઈ જશે તે હિન્દુ સંસ્કૃતિને સુર્ય આથમી જશે. - મહારાણા પ્રતાપને પૃથ્વીરાજની ચિઠ્ઠી મળી ને સમાચાર જાય. એટલે તેમણે સામે પ્રત્યુત્તર આપે. તેમાં માત્ર બે જ લીટી લખી. મહાનપુરૂષ બહુ લાંબુ લખાણ ન લખે. બે જ લીટી લખે પણ એમની બે લીટીમાં તથ્ય ઘણું હોય છે. બે લીટી સામાના દિલમાં અસર કરી જાય ને ઘણું પાનાના પાના ભરીને પત્ર લખે પણ એના લખાણમાં કંઈ સાર ન હોય. વાંચતા પણ કંટાળો આવે. આ મહારાણું પ્રતાપે લખ્યું કે આ વાત હડહડતી જૂની છે. પાયા વિનાની ભીંત ચણી છે. બાકી તમે તમારા હૈયામાં કેતરી દેજો કે “આ સિસોદીએ સિંહ કદી અકબરના પિંજરે નહિ પૂરાય. પ્રતાપ કદી તેના શરણે નહિ જાય અને હિન્દુ સંસ્કૃતિને સૂર્ય સદાને માટે ઉદયમાન રાખશે જ.” આટલું લખાણ લખીને ચિઠ્ઠી એકલાવી. આ વાંચીને પૃથ્વીરાજનું હૈયું થનથન નાચવા લાગ્યું ને બોલી ઉઠયે કે શાબાશ મહારાણા પ્રતાપ શાબાશ! અને ખરેખર મહારાણા પ્રતાપે મરતાં સુધી એની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. એકલા હાથે અદ્દભૂત પરાક્રમથી મોગલ બાદશાહની સામે ઝઝૂમે. વનવગડામાં ભૂખ તરસ વેઠયા. પહાડોમાં છૂપાઈને રહ્યા પણ માગલ બાદશાહને ન નમ્યો તે ન જ નમે, અને મરતી વખતે પોતાના સાથીદારને પ્રતિજ્ઞા આપી કે જયાં સુધી મેગલનું શાસન નહિ ઉખડે ત્યાં સુધી તમે જપીને બેસશે નહિ ને દેશના દુશ્મને સામે સદા ઝઝૂમ.
બંધુઓ ! વિચાર કરો. મહારાણા પ્રતાપમાં કેટલું આત્મબળ હતુંએણે જે શુદ્ધ અને દઢ સંકલ્પ કર્યો તેમાં તેને સફળતા મળી. આ ન્યાય આપીને હું તમને એ કહેવા માંગું છું કે આજે આપણા હિન્દુ સમાજમાં છે કઈ આવો કેસરી પ્રતાપ ? કે આર્ય સંસ્કૃતિને નાશ થતું હોય ત્યાં આવી ઝુંબેશ ઉડાવી શકે? ચંદનના વનમાં હજારો સર્ષ હોય પણ તેને ભગાડવા માટે મોરને એક જ ટહુકાર બસ છે, તેમ
જ્યારે આત્મામાં ખમીર જાગશે ત્યારે આવી તાકાત આવશે. ગજસુકુમાલ અણગાર પાસે આત્મિક બળ હતું. તેથી તેમણે એ દઢ સંકલ્પ કર્યો હતો કે ગમે તેવી વેદના થાય પણ મારે મારા સ્વભાવમાં સ્થિર રહેવું. સેમિલને દોષ આપે નહિ કે તેના ઉપર ક્રોધ કે દ્વેષ કરે નહિ. એ રીતે તેઓ પિતાના સ્વભાવમાં સ્થિર રહ્યા ને બે ઘડીને ઘર ઉપસર્ગ સહન કરીને ઘાતી કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા અને “તત્તે TBT faધે કાર ” તે જ સમયે બધા કર્મોનો ક્ષય કરીને ગજસુકુમાલ અણગાર કૃતકૃત્ય થઈ ગયા. જેમના સમસ્ત કાર્યો સિધ્ધ થયાં, તેઓ કાલેકના સર્વ પદાર્થોના જ્ઞાનથી બુદધ થઈ ગયા, બધા કર્મોને ક્ષય થવાથી મુક્ત થઈ ગયા, સર્વે પ્રકારના કર્મોથી ઉત્પનન થતાં વિકારને દૂર કરવાથી “પરિનિર્વાત” એટલે શીતળી બૂત થઈ ગયા, તેમજ શારીરિક દુઃખ અને માનસિક દુઃખથી રહિત હોવાના કારણે