________________
૮૧૦
શાહ દશન શધિપૂર્વક કાર્ય કરનારને તેના કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. તેમાં શંકાને સ્થાન નથી. રાણા પ્રતાપના જીવનને એતિહાસિક પ્રસંગ છે.
હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર ત્રીજા ખલીફાએ આક્રમણ કર્યું ત્યારે આ દેશમાં મુસ્લીમેનું પ્રથમ આગમન થયું. પછી ચારસો વર્ષે દિલ્હીની ગાદી ઉપર અકબર આવ્યો. એ જ વખતે રાણા પ્રતાપ થયા હતા. મુસ્લીમ રાજાઓ હિન્દુઓને વટલાવીને મુસલમાન બનાવવા લાગ્યા ને હિન્દુ રાજાઓ ઉપર આક્રમણ કરવા લાગ્યા. એટલે ખૂનખાર યુદ થયા. છેવટે અકબર બાદશાહે અનેક હિન્દુ રાજાઓને જીતી લીધા પણ મેવાડને સિસોદિયે કેસરી રાણા પ્રતાપ જીતાયે નહિ. અનેક સગાવહાલાઓમાં માનસિંહ અને પૃથ્વીરાજ જેવા પણ વટલાઈ ગયા હતાં છતાં ઉદેપુરને એ સિસોદીયે કેસરી કદી નમ્યો નહિ. આ એના ખમીરના કારણે જ રાણા પ્રતાપને આખું મેવાડ દેવની જેમ પૂજતું હતું.
અકબર બાદશાહે રાણા પ્રતાપને જીતવા માટે ખૂબ મહેનત કરી પણ કઈ રીતે તે છતા નહિ. એટલે એક વખત અકબર બાદશાહે ભરસભામાં બેટી જાહેરાત કરી કે બધા રાજાઓ મારે આધીન થઈ ગયા. માત્ર એક રાણે પ્રતાપ બાકી રહ્યો છે. એટલે તેના મનમાં થયું કે હવે હું એકલે પડી જઈશ. તેથી તેણે જાતે જ મારી આ
સ્વીકારી લીધી છે. એ એને પત્ર આવ્યું છે. માનસિંહ વિગેરે ઘણા રાજપૂત રાજાઓની દીકરીઓને અક મર પરણી ચૂક્યો હતે. એ કારણથી અનેક રાજપૂત રાજાઓએ અકબરની શરણાગતિ સ્વીકારી લીધી હતી પણ પ્રતાપની જાહેરાત રાજસભામાં બેઠેલા રાજપૂત રાજાઓએ સાંભળી પણ કેઈના ગળે વાત ઉતરી નહિ. તેમણે બાદશાહને કહી દીધું કે આ વાત બનવી અશક્ય છે, અસંભવિત છે.
અકબર બાદશાહને ત્યાં પૃથ્વીરાજ નામને એક વટલાયેલે રાજપૂત નોકરી કરતે હતો. ભલે પરાધીનતાને કારણે મુસલમાન બાદશાહને ઘેર નેકરી કરતા હો, પણ તેનામાં પિતાની રાજપૂત જાતિનું અને દેશનું ગૌરવ હતું, ખમીર હતું. એટલે બાદશાહે જાહેરાત કરી કે પ્રતાપે મારી શરણાગતિ સ્વીકાર કર્યો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું. એની ઉંઘ ઉડી ગઈ ને ભૂખ ભાંગી ગઈ. એના દિલમાં ભયંકર આઘાત લાગ્યો. તેથી તેણે બીજે દિવસે પ્રતાપને પત્ર લખીને સમાચાર મોકલ્યા કે હે મહારાણજી ! અકબર બાદશાહે ભરસભામાં જાહેરાત કરી છે કે રાણા પ્રતાપે મારી શરણાગતિને પિતાની જાતે જ સ્વીકાર કર્યો છે. આ વાત સાચી હોય તેમ મારા માનવામાં આવતું નથી. મને શ્રદ્ધા છે કે પૂર્વમાં ઉદયમાન થનાર સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉદયમાન થાય પણ મહારાણા પ્રતાપ કેઈને નમે નહિ. છતાં જે આ જાહેરાત સાચી હોય તે મને ભયંકર આઘાત લાગે છે, અમે તે વટલાયા છીએ પણ જે આપ જેવા