________________
શારદા દર્શન બજી દુભી સ્વર્ણ વસૂકા, પુષ્પગંધ જલધાર, . ધર્મશેષ મુનિ આહાર વહરતે વર્ષો હુઈ ઉદાર તા
આકાશમાં દેવદુભી વાગી, સોનૈયાની વૃષ્ટિ થઈ. પંચવણ અચેત સુગંધિત પુ, સુગંધિત જળ અને દિવ્ય વસ્ત્રોની વૃદ્ધિ થઈ. મુનિ વહેરીને પિતાના સ્થાને ગયા. મુનિને વહેરાવીને આનંદપૂર્વક બધાએ પારણું કર્યું. ત્યાર પછી આકાશમાંથી કઈ દેવે દિવ્ય વાણીથી કહ્યું કે હે પાંડ ! આપના દાનના પ્રભાવે આપની પાસે ધનની વૃષ્ટિ થઈ છે. હવે તમારા અશુભ કર્મો પૂરા થયા છે ને શુભ કર્મને ઉદય થાય છે. તમારા વનવાસના બાર વર્ષ પૂરા થયા છે. હવે તમારે એક વર્ષ ગુપ્તપણે રહેવાનું છે તે તમે અહીંથી નીકળીને વિરાટ નગરીમાં જાઓ ને ત્યાં તેરમું વર્ષ ગુપ્તપણે સુખેથી પસાર કરજે.
દેવવાણી સાંબળીને પાંડે ખૂબ પ્રસન્ન થયા, અને તવન છોડીને વિરાટ નગર તરફ ચાલ્યા. રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે આપણે વિરાટ નગરીમાં જઈને મરછ રાજાની ખૂબ સેવા કરીશું, અને આનંદપૂર્વક ગુપ્ત વર્ષ પસાર કરીશું. આમ વિચાર કરતાં અનેક ગામ-નગર, પહાડ, જંગલ, નડી વિગેરે ઓળંગતા વિરાટ નગરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ઉદ્યાન, સરોવર, અને વાવની રમણીયતાને જોતાં પાંડવો, દ્રૌપદી અને કુંતાછ હાથ, પગ ધઈ પાણી પીને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. હવે તે નગરીમાં તેઓ કેવા રૂપમાં જશે. તેના ભાવ અવસરે.
[P
વ્યાખ્યાન નં. ૧૦૪ કારતક સુદ ૫ ને મંગળવાર જ્ઞાનપંચમી તા. ૧૫-૧૧-૭૭
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાન, વિશ્વની વિરલ વિભૂતિ શાસનપતિ ભગવંતે ભવ્ય જીના ઉદ્ધાર માટે દ્વાદશાંગી સૂત્રમાં શાશ્વત સિધિને માર્ગ બતાવે. જે આ માર્ગે ચાલે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. અંતગડ સૂત્રમાં ગજસુકુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલ અણગારના માથે ખેરના અંગારા મૂકવામાં આવ્યા ને ભયંકર વેદના થવા લાગી છતાં અંતરમાં એમિલ બ્રાહ્મણ પ્રત્યે કષાયને કણીઓ આવવા દીધું નહિ. આવી ભયંકર વેદનામાં મનને સ્વસ્થ રાખવું તે જેવું તેવું કામ નથી. આપણું હાથ કે પગ ઉપર ગરમ પાણી પડે તે પણ કેટલા ઉંચા નીચા થઈ જવાય છે. અરે ! કેઈ કટુ વચન કહે તે પણ સહન થતું નથી. આંખમાં જેમ કશુ ખેંચે તેમ એ વચન ખેંચ્યા કરે છે કે આણે મને આમ કહ્યું. ગજસુકુમાલ અણગારને અસહય પીડા થવા લાગી ત્યારે આત્માને કહે છે કે હે ચેતનદેવ! તમને કંઈ થતું નથી, એ