________________
પિતાના ભાઈઓના પગલા ઓળખીને તે તરફ ચાલ્યા.
ચાલતાં ચાલતાં ચારે ભાઈઓને રસ્તામાં મૃત કલેવરની માફક પડેલા જોયાં. આ દશ્ય જોઈને ધર્મરાજાનું હૈયું ચીરાઈ ગયું. અરેરે...મારા બંધવા! તમને મારનાર કોઈ અહીં દેખાતું નથી. જે દેખાય તે હમણાં હું તેને મારી નાંખ્યું. મારા વીરો ! તમે બધા મને એકલે મૂકીને કેમ સૂઈ ગયા છે? તમે મારા સામું તે જુઓ. એક વાર તે આંખડી ખેલે. આ રીતે શ્રાપ કરતા કહે છે કે હે વિધાતા! અમે પાંચ ભાઈઓ, માતા અને પત્ની આનંદથી રહેતા હતા તે તારાથી સહન ન થયું કે અમારી આવી દશા કરી? હે કર્મરાજા! તારી લીલા ન્યારી છે. તમે રાત્તાધીશ છે ને ધારે તે કરી શકે છે. તેથી તમે અમારું કુટુંબ છિન્ન ભિન્ન કરી નાંખ્યું. - ધર્મરાજાને કાળો કલ્પાંત - મારી વૃધ કુંતામાતા ત્યાં બેઠા ઝરતા હશે. મારી પત્નીને દુમિન હરણ કરીને લઈ ગયા છે તેની કેવી દશા હશે? અને આ મારા ચાર ચાર ભાઈઓ બેભાન થઈને પડયા છે. હું તેં કેને જોઉં ને કોને રોઉં? મારા દુઃખની કેઈ સીમા નથી હું કયાં જાઉં શું કરું ને મારા દુઃખની વાત કોને કહું? મને કંઈ સૂઝતું નથી. બસ હવે મારું આ દુનિયામાં કેઈ નથી. મારે જીવીને શું કામ છે? હું અગ્નિમાં બળી મરીશ, પણ હું મારા વીરો ! સાંભળે. ?
હે ગદાધારી ભડવીર ભીમસેન! તું આમ શું સૂઈ રહ્યો છે. ઉભે થા. દુર્યોધન અને દુશાસને આપણા ઉપર જે અન્યાય કર્યો છે, જુલમ કર્યો છે તેને બદલે લેવાને હજુ બાકી છે. તે તારા પરાક્રમથી કિરમિર, હિડંબ અને બક જેવા ભયંકર રાક્ષસોને મારી નાંખ્યા છે. આ શૂરવીર ભીમ આમ જંગલમાં સૂઈ જાય ? તું આમ સૂઈ જઈશ તે પછી દ્રૌપદીને ચટલે પકડી સભામાં લાવનાર અને ચીર ખેંચનાર દુઃશાસન અને ભરસભામાં જાંઘ બતાવનાર દુર્યોધનનું વૈર લેવાની તે ભરસભામાં પ્રતિજ્ઞા કરી છે તે કે પૂરી કરશે? એ મારા ધનુર્ધારી અર્જુન! તે તે ઘણી વિદ્યાઓ સાધી છે ને ઘણું વિદ્યાધરને તારા મિત્ર બનાવી દીધા છે. તે તારી ધનુર્વિઘાથી ઘણાં શત્રુઓને હરાવ્યા છે. આવા શૂરવીર તમે આજે સોડ તાણીને કેમ સૂઈ રહ્યાં છે? તમે મારા પડતા બોલ ઝીલનારા છે. મારી આજ્ઞાનું પાલન કરતાં આજ સુધી રહેજ પણ થયા નથી. મારી જીભ ફરે ને તમારા પગ ફરતાં હતાં પણ આજે હું આટલું બોલું છું છતાં તમે મને જવાબ દેતા નથી. હવે આપણી દ્રૌપદીને લેવા કોણ જશે? તમે જલદી ઉઠે ને દ્રૌપદીને લઈ આવે. હું તમારા વિના માતાને શું મેટું બતાવું ! મારા જીવનને ધિકકા છે. ધર્મરાજાનું રૂદન જોઈને ઝાડે પક્ષીઓ પણ રડવા લાગ્યા. વનચર હિંસક પશુઓ પણ ધ્રુજી ઉઠયા.
એક વનચર ભલે આવીને યુધિષ્ઠિરને કહ્યું – પવિત્ર પુરૂષ! તમારી મુખાકૃતિ જોતાં તમે કોઈ શૂરવીર પુરૂષ દેખાઓ છે ને આમ કાયરની જેમ શું વિલાપ કરે છે?