________________
શાહ દશન
૭૮૫ ને આમ ઢીલા થઈને શું બેઠા છે? પાંચ પાંચ પુરૂષની પત્નીને દુશ્મન ઉઠાવી જાય ને ચાબૂકને માર મારે તે તમારાથી કેમ સહન થાય છે? આ ચાર તે બેભાન થઈને પડ્યાં છે. તેમને તે કંઈ કહેવાનું નથી પણ તમે તે બાહોશ છે છતાં તમારી પત્નીને છોડાવવા જતા નથી? તમે જુઓ તે ખરા! પેલે તમારે દુશ્મન તમારી પત્નીને ઘેડે બેસાડીને લઈ જાય છે ને તે રડે છે એટલે પાપી ચ બુકથી માર મારે છે. તેથી તારી પત્ની પિકાર કરે છે કે હું મારા પાંચ પાંચ પતિદેવ! પાંચમાંથી એક તે મને છોડાવવા આવે. ગદાધારી ભીમ અને ધનુર્ધારી અજુન પણ કયાં ગયા? કેમ કે આવતા નથી. એમ કહીને રહે છે. માટે તમે જલ્દી જાઓ. તમારા ભાઈઓ તે હમણું ભાનમાં આવી જશે. તેની ચિંતા ના કરશે, પણ દુશ્મનના હાથમાંથી તમારી પત્નીને પરાક્રમથી છોડાવે. સ્ત્રીનું રક્ષણ નહિ કરનાર પતિને કાયરનું કલંક લાગે છે. ભીલના વચન સાંભળીને યુધિષ્ઠિરમાં જેમ આવ્યું. ઉભા થઈને કહે છે શત્રુને મારીને હમણું જ મારી દ્રૌપદીને છોડાવી લાવું છું પણ તરસ ઘણી લાગી હતી તેથી એમ થયું કે પાણી પીને દેવું. એમ વિચાર કરી પાણી પીધું ને જ્યારે દેડવા જાય છે ત્યાં ચાર ભાઈની પાસે આવતા તે પણ બેભાન થઈને પડયા. હવે શું બનશે તેના ભાવ અવસરે..
વ્યાખ્યાન નં. ૧૦૨ આ વદ અમાસને ગુરૂવાર દિવાળી
તા. ૧૦-૧૧-૭૭ સત્ત બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતજ્ઞાની, રૈલોક્ય પ્રકાશક, સર્વજ્ઞા ભગવતેએ અનંતકાળથી સંસાર અટવીમાં અથડાતા છના કલ્યાણ માટે દ્વાદશાંગી સૂત્રની રચના કરી. જ્ઞાની પુરૂષ કહે છે કે હે જીવાત્માઓ! જે તમારે દુઃખ ટાળીને સુખ જોઈતું હોય તે ધર્મની આરાધના કરે. કારણકે “ શ્વત સુર” ધર્મથી જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે ધર્મ શાશ્વત છે. માટે શાશ્વત એવા ધર્મ દ્વારા શાશ્વત સુખ મળે છે. બાકી કઈ વસ્તુમાં એવી શકિત નથી કે જે તમને અવિનાશી સુખ આપી શકે. આ સંસારમાં દરેક વસ્તુઓ નાશવંત છે. એક ધર્મ જ શાશ્વત છે, માટે શાશ્વત સુખ મેળવવા માટે મળેલે આ મોંઘેરો માનવભવ નાશવંત સુખની પ્રાપ્તિ માટે વેડફી નાંખશે નહિ. ધર્મથી ઉત્તમકુળમાં જન્મ, સુંદર રૂપ, આરોગ્ય, બળ, બુધિ, સાર કુટુંબ પરિવાર, ધનસંપત્તિ, સત્તા, માન-સન્માન બધું મળે છે અને અહીંથી આયુષ્ય પૂરું થયા પછી ધર્મથી સ્વર્ગના અને મેક્ષના સુખે મળે છે. સર્વ સુખનું મૂળ ધર્મ છે. ધર્મ વિના એક પણ સુખ મળતું નથી.
આપણે ગજસુકુમાલ અણુગારની વાત ચાલે છે, તેએાએ ધર્મનું સ્વરૂપ સમજીને