________________
ܘܽܘ
- શારદા:દર્શન
જેવા લાગી, અને મૃતકલેવર જેવા તમને પડેલા જોઈને કૃત્યા રાક્ષસીએ તેની દાસીને કહ્યું, બહેન! દુષ્ટ બ્રાહ્મણે મને મરેલા પાંડવોને મારવા માટે અહીં મોકલી છે તે તું જઈને બરાબર જોઈ લે કે આ લેકે સાચા મરેલા છે કે પછી કપટથી મરી ગયેલા દેખાય છે? કૃત્યાની વાત સાંભળીને તેની દાસીએ આપ બધાને ઉલ્ટાસુલ્ટા કરીને જોયા, બટકા ભર્યા, નખ માર્યા પણ તમારામાં જીવન જેવું દેખાયું નહિ એટલે કૃત્ય રાક્ષસીને સુરોચન બ્રાહ્મણ ઉપર ખૂબ ક્રોધ આવે.
કૃત્યા રાક્ષસીને બ્રાહ્મણ ઉપર જાગેલો પ્રાપ ઃ એ પાપી સુરોચને મને આ મરેલા પાંડેને ખાઈ જવા મોકલીને મારૂં હડહડતું અપમાન કર્યું છે. આ મડદાને તે કાગડા અને કુતરા ખાય. હું તે જીવતા માણસને જ ખાઉં. તે આ બ્રાહ્મણે મને શા માટે મોકલી? બસ, હવે તેને જ મારી નાંખું. રાક્ષસીને કે પાયમાન થયેલી જોઈને પેલા ભીલે તેની પાસે જઈને કહ્યું. બહેન ! તમારી વાત સાચી છે. એ દુષ્ટ બ્રાહ્મણે તમારી મજાક કરવા ઠગીને મોકલ્યા છે. આ તે બિચારા આ સરોવરનું ઝેરી પાણી પીને મરી ગયાં છે. ખરેખર તે એ ઠગનાર બ્રાહ્મણને મારી નાંખવા જેવો છે. આ સાંભળીને કૃત્ય રાક્ષસી તેના પરિવાર સાથે આકાશમાર્ગે ઉડી ગઈ અને બ્રાહ્મણની ચેટ પકડીને ખૂબ ધમકી આપીને તેને ખાઈ ગઈ.
ધર્મના પ્રભાવથી થયેલો ચમત્કાર : બંધુએ ! દુનિયામાં માણસ વિચાર કરે કે હું આનું બૂરું કરું પણ બીજાનું બૂરું તે થવાનું હોય તે થાય પણ પિતાનું બૂરું તે પહેલાં થાય છે. ભલા બૂરાને બદલે મળ્યા વિના રહેતો નથી. સુરોચને પાંડને મારવા માટે કૃત્યા રાક્ષસીને મોકલી પણ પાંડને બદલે તેનું જ મેત થઈ ગયું. કૃત્યા રાક્ષસીના ગયા પછી હું અને બા બંને તમારી પાસે આવ્યા. તમને મૂછિત જોઈને રડવા લાગ્યા. ત્યાં મારી પાસે પેલું કમળ હતું તે જોઈને મને નાગદેવે કહેલી વાત યાદ આવી કે નાગદેવે કમળ આપ્યું ત્યારે કહ્યું હતું કે જ્યાં સુધી આ કમળ વિકસેલું રહેશે ત્યાં સુધી પાંડને કઈ મારી શકશે નહિ. એ વાત યાદ આવતા મને આનંદ થય ને મેં માતાજીને કહ્યું કે,
દે કમલ હૈ, વિકસિત સાસુજી, યા વિધિ કહી મેં બાત, તા કારણ પાંડવ સચેત હૈ, નહીં હોગા બાધાત હો ...શ્રોતા
હે માતાજી! જુઓ, આ કમળ હજુ ખીલેલું છે તેથી આપના પુત્ર જીવતા જ છે. તમે રડો નહિ. ત્યાં પેલે ભીલ છે કે હે દ્રૌપદી ! હે કુંતાજી! તમે બંને શા માટે રડે છે ? સાંભળે. યુધિષ્ઠિર રાજાનાં ગળામાં જે મણીમાળા છે તે કાઢીને તું પાણીમાં નાખીને પછી તે પાણી તેમના ઉપર છાંટ તે હમણાં મૂછ ઉતરી જશે. તેના કહેવાથી હું તે પ્રમાણે કરીને આપના ઉપર પાણી છાંટવા લાગી. એટલે આપ ભાનમાં આવી ગયા. યુધિષ્ઠિરે પૂછ્યું કે તે આપણે ઉપકારી ભીલ કયાં ગયે ? દ્રૌપદીએ કહ્યું