________________
શારદા દર્શન બની ગયું ? પણ હવે આશ્ચર્યકારી શું બનાવ બને છે. તે વાત સાંભળો.
થોડીવારે પાંચે ભાઈઓની આંખ ખુલી ગઈ, અને સૌ શુધિમાં અન્યા. જુએ છે તે દ્રૌપદી કમળપત્રનાં પડામાં પાણી લઈ મણની માળાથી પવિત્ર બનાવીને તેમના ઉપર છાંટી રહી હતી. અને કુંતામાતા આંખમાં આંસુ સારતા વસ્ત્રના છેડાથી હવા નાંખે છે. આ બધું જોઈને પાંડેએ આશ્ચર્ય પામીને દ્રૌપદીને પૂછયું કે હે દેવી! આ બધું શું થઈ ગયું ? હમણાં ઘણું મોટું રીન્ય આવ્યું હતું ને તને શત્રુ ઉંચકીને ઘોડા ઉપર બેસાડીને લઈ ગયે હતે. આ બધું કયાં ગયું? દ્રૌપદીએ પાંડેને કહ્યું કે આપને તરસ લાગી ને પાણી પીવા માટે સરેવર કિનારે ગયા. પછી તે રાજા અને તેની સેના બધું કયાં અદશ્ય થઈ ગયું તે ખબર નથી. મને પણ એમ થાય છે કે આ શું બન્યું? આ શું સ્વપ્ન હતું ? કંઈ સમજાતું નથી. પાંડવેએ આશ્ચર્ય પામીને દ્રૌપદીને પૂછયું કે તું દુશ્મન પાસેથી છૂટીને અહીં કેવી રીતે આવી ? ત્યારે દ્રોપદીએ કહ્યું-સાંભળે.
એ દિવ્યપુરૂષ મને હરણ કરીને ઘોર જંગલમાં લઈ ગયા પછી તેણે મને કયાં છોડી દીધી તે મને ખબર નથી, પણ હું રડતી મૂરતી મૃગલાના ટેળામાંથી વિખૂટી પડેલી મૃગલીની માફક ભયભીત બનીને ભમતી હતી. ત્યાં હાથમાં ધનુષ્ય અને બાણ ધારણ કરીને એક ભીલ મારી પાસે આવ્યું અને મને કહ્યું- હે સતી ! તું આ નિર્જન વનમાં એકલી કેમ ફરે છે? તું પતિ પતિ કરીને રડે છે તે એ દિવ્ય આકૃતિવાળા તારા પાંચ પતિ અહી નજીકમાં છે તું મારી સાથે ચાલ. હું તને ત્યાં લઈ જાઉં. એમ કહીને તે મને આપની પાસે લાવે અને માતાજીને પણ તેણે અહીં લાવીને મૂકયા. આપ પાંચેય ભાઈઓને મૂછિત થયેલા જોઈને અમે બંને સાસુ વહુ ખૂબ વિલાપ કરવા લાગ્યા.
પાંડ પાસે વીતેલી કહાની કહેતી દ્રૌપદી દ્રૌપદી કહે છે કે અમે બંને વિલાપ કરીને રડતાં હતાં ત્યાં આકાશમાંથી ભયંકર ગેબી અવાજ સંભળાયો ને ધરતી પ્રજવા લાગી. અમે ઉચે જોયું તે આકાશમાર્ગેથી ભયંકર રાક્ષસી આવતી જઈ તેના શરીરને વર્ણ તે અડદ કરતાં પણ વિશેષ કાળે ને બીભત્સ હતા. તેની આંખોમાંથી અંગારા ઝરતા હોય તેવી લાલઘૂમ હતી. તેના વાળ પીળા રંગના હતાં. તેના દાંત છરી જેવા તીણ હતાં. નાક ચપટું અને બેસી ગયેલું હતું. તેના વાળ વિખરાયેલા હતાં ને તેના હાથમાં ચકચકતી તીક્ષણ તલવાર હતી. આવી ભયાનક વિચિત્ર રૂપવાળી રાક્ષસને જોઈને અમે બંને જણ તે થરથર ધ્રુજી ઉઠયા. અમને થયું કે તે હમણું અમને ખાઈ જશે. એમ માનીને અમે તે એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા. એટલે પેલી રાક્ષસી હાથમાં તલવાર લઈને ખાઉં ખાઉં કરતી લપ-લપ જીભ બહાર કાઢતી તમારી પાસે આવીને ઉભી રહી. એની સાથે બીજી ઘણી રાક્ષસીઓ હતી.પેલે ભીલ પણ એક જગ્યાએ સંતાઈ ગયેને રાક્ષસી શું કરે છે તે જોવા લાગ્યા. રાક્ષસી તમારી સામે ધારી ધારીને