________________
હટ
શારદા દર્શન
છે તે કંઈ અવિનથી બળતા નથી, પણ બળે છે કાયા કે જેને અડી છોડીને જવાની છે. તે જે નથી બળી શકતા જ્ઞાન, દર્શન તે મારી પાસે છે તો પછી સંતેષ શા માટે ન અનુભવવો ?
દેવાનુપ્રિય! જુઓ ગજસુકુમાલ અણગારે ધર્મના સ્વરૂપને સમજીને દીક્ષા લીધી હતી તે દુઃખમાં પણ સુખધવા લાગ્યા ને? સોમિલે તે મુનિના માથે અંગારા મુકયા હતાં પણ પોતે કેવી ખતવણી કરી? એમના મનમાં શું ભાવ આવ્યા? મારા સસરાએ મને મોક્ષની પાઘડી બંધાવી. સમ્યગદષ્ટિ આત્મા પિતાના દોષ દેખે છે ને મિથ્યાદષ્ટિ છ પરના દે દેખે છે. ગજસુકુમાલ અણગારે પિતાના કર્મને દેષ જોઈને સવળો વિચાર કર્યો કે મારા સસરાએ મને મોક્ષમાં જવાની પાઘડી બંધાવી. સાથે તેમનાથ ભગવાનને યાદ કરી વિચાર કરવા લાગ્યા કે હે મારા નાથ! જે આપ મને મળ્યા ન હત તે હું આ સંસારને છેડી શત નહિ. હું તે સંસારના ખાડામાં ડૂબી જવાને હતો પણ આપે મને તાર્યો. આપની પાસે આવતા પહેલાં મને વિવેક કે ભાન ન હતું કે ત્યાગ કેને કહેવાય? ત્યાગમાં શું સુખ છે, પણ હે પ્રભુ! આપે મને સંસાર અને ત્યાગનું સ્વરૂપ સમજાવ્યું ને મારા ઉપર અસીમ કૃપા કરીને સંસાર રૂપી મહાસમુદ્રમાં ડૂબતે બચાવી દીધો. કેઈ માણસ તળાવમાં ડૂબવાની અણી ઉપર હોય તે વખતે તેને કેઈ બચાવી લે તો તેને કેટલે ઉપકાર માને છે તે તમે તે મને ભવસાગરમાં ડૂબતે બચાળે છે તે આપે મારા ઉપર કે મહાન ઉપકાર કર્યો છે. તમારા ઉપકારને બદલે હું વાળી શકું તેમ નથી.
અહો હે પ્રભુ! આપે મારે સ્વીકાર કરીને મને દીક્ષા આપીને મારા ઉપર કૃપા કરી એટલું જ નહિ પણ મારી માંગણીને પણ તમે સ્વીકાર કર્યો અને મને સહર્ષ બારમી ડિમા વહન કરવાની આજ્ઞા આપી. જેમ ભૂખ્યાને ભજન અને આંધળાને આંખ મળતા જે આનંદ થાય તેથી પણ અધિક આનંદ આપની આજ્ઞા મળતાં મારા દિલમાં થયેલ છે. પ્રભુ! આપે મને આજ્ઞા આપી તે હું બારમી પડિમા વહન કરવા આવી શકો. આવા શુભ વિચાર કર્યા. પરી બળવા લાગી છતાં એમિલ ઉપર હેજ પણ રોષ કે દ્વેષ ન કર્યો, પણ આત્મમંથન કરતાં કહે છે કે ચેતન! તારે બે ઘડી ઉપસર્ગ વેઠવાને છે. તેમાં તું તારું આત્મભાન ભૂલતા નહિ. આ ઉપસર્ગ નથી પણ મોક્ષમાં વહેલા પહોંચવાની સાધના છે. માટે તું તારા ક્ષમાભાવમાં રહેજે. દેહાધ્યાસ છોડી દે છે. આજે બળી રહ્યું છે તે તારું નથી અને જે તારું છે તે બળવાનું નથી. માટે તું તારી સાધનામાં મસ્ત રહેજે તે તારું કામ થઈ જશે. આ રીતે મુનિ વિચારણા કરી રહ્યા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
- ત્રિ-પાંચે પાંડવે બેભાન અવસ્થામાં પડ્યા છે. જાણે મરી ગયા ન હોય! એવા દેખાય છે. આ બનાવથી પક્ષીઓને ચણ ચણવાનું છોડી દીધું. પશુ પંખી પણ કહપાંત કરે છે. આવું કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું છે. તમને થશે કે આ બધું શું