________________
શારદા દર્શન તારા બાપના ઘેર શું જવા જેવું છે? અડાડા ગજસુકુમાલ કૃગુવાસુદેવને ભાઈ છે. છતાં મનમાં માનનો અંકુર નથી. માથે અંગારા મૂકનારને પણ કે ઉપકાર માને છે ! પવિત્ર આત્માઓમાં અજબગજબની શક્તિ હોય છે.
મહાન પુરૂષએ બે પ્રકારની શક્તિ બતાવી છે. એક સુમ શક્તિ અને બીજી સ્કૂલ શકિત. કેઈ વેશધારી સાધુ આત્માની શુદ્ધિધ રૂપ સુમ શક્તિ વિના સુંદર પ્રવચન કરીને લોકોને રંજન કરી દેતે હોય પણ તેની અસર નહિ થાય. સારું સાહિત્ય વાંચીને કે મીઠું મધુરું બેલીને કરાતું પ્રવચન અધમીજીને ધર્મ પમાડી શકશે નહિ. સાહિત્ય અને મીઠા ભાષણે એ તે જડ છે. સ્કૂલ છે. સ્કૂલ વસ્તુની શક્તિ સ્થૂલ હોય છે. સૂલ શક્તિ કરતાં આત્મશુદિધની સુક્ષ્મ શક્તિ અનેક ગણી ચઢીયાતી છે. આ સુક્ષમ શક્તિ વિના કલ્યાણ થઈ શકશે નહિ. સુક્ષમ બળ વિનાનું સ્થૂલ બળ સ્વ પર કલ્યાણ માટે નકામું છે. સુમબળમાં કેટલે પ્રભાવ હેય છે તે એક દાખલો આપીને સમજાવું.
એક વખત એક જાહેર સભા ભરાણ હતી. એ સભામાં ત્રણ વકતાઓ ભાષણ કરવાના હતા. સભામાં દશ હજાર માણસે બેઠા હતાં. તેમાં સૌથી પહેલ વક્તા ભાષણ કરવા માટે ઉભે થયે. સભામાં ખૂબ કેલાહલ મચેલે છે. એને શાંત કરવા માટે વકતા : મોટેથી બૂમ પાડીને કહે છે કે શાંત થાઓ...શાંત થાઓ. ઘણીવાર બૂમ પાડી ત્યારે સભા માંડ શાંત થઈ, અને તે પાંચ દશ મિનિટ બે ત્યાં તે પાછો હતો તે કલાહલ શરૂ થઈ ગયો. એટલે બીજે વકતા આવ્યું. બીજો વકતા ટેઈજ ઉપર આવીને ઉભો રહ્યો અને ઘંઘાટ કરતી સભાને શાંત કરવા માટે માત્ર પિતાને હાથ ઉચે કર્યો ત્યાં સભા એકદમ શાંત થઈ ગઈ. એનું ભાષણ પૂરું થયા પછી કેલાહલ શરૂ થયો. પછી ત્રીજે વકતા આવે. એ ત્રીજે વકતા આવીને જે સ્ટેઈજ ઉપર ભાષણ કરવા ઉભો થયે કે તરત તેને જોતાંની સાથે જ સભામાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
બંધુઓ! બેલે, આ ત્રણ વકતાઓમાં સૌથી વધારે ચઢીયાત વક્તા કેણુ? ત્રીજો વક્તા. હવે સમજે, સૌથી પ્રથમ આવનાર વક્તામાં રાડો પાડવાનું સ્થૂલ બળ હતું પણ સૂક્ષ્મબળ જે આત્મિક શુધિ જોઈએ તે ન હતી. એકલા સ્કૂલ બળથી લેક ઉપર પ્રભાવ પડતું નથી. એના કરતાં બીજા નંબરને વકતા ચઢીયાત છે કે માત્ર હાથ ઉંચે કરવાથી સભા શાંત થઈ ગઈ. એટલું એની પાસે સૂફમબળ છે, અને ત્રીજા નંબરના વક્તા પાસે સૌથી વધુ સુમબળ છે જેથી તેને જોઈને જ સમે શાંત બની ગઈ. આ તે વકતા હતે છતાં તેનામાં આવી સુક્ષ્મ શક્તિ પ્રગટ થઈ હતી, ત્યારે જેણે સંસારને ત્યાગ કરી ભૌતિક વાસનાઓને બાળી નાંખી હોય તેને કે પ્રભાવ હોય! આવા નિર્મોહી અને નિર્વિકારી વીતરાગપ્રભુની આજ્ઞામાં વિચરતાં સંતે મૌન હોય છતાં પાપી વ્યક્તિઓ ઉપર તેમની જાદુઈ અસર થાય છે. ત્યાગી સંતના દર્શન માત્રથી ભેગી યોગી બને છે, પાપી પુનીત બને છે તે વિષયી વિરક્ત બની જાય છે. માટે સંગ કરે તે આવા ત્યાગી પુરૂષને