________________
શિરડા દર્શન
૭૩
બીજી બાજુ કુંતાજી અને દ્રૌપદી બંને સાસુ વહુ પિતાની કુટીરમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતા હતા. તે વખતે એક દિવ્ય આકૃતિવાળા અને રાજચિન્હાથી યુક્ત તેજસ્વી યુવાન પુરૂષ ઝુંપડીમાં પેસી ગયો. આથી કુંતાજી અને દ્રૌપદી બંને ગભરાઈ ગયા ને બૂમ પાડીને કહ્યું- હે પુરૂષ! તું કેણ છે? અને અમારી પાસે શા માટે આવ્યા છે? ત્યાં તે દ્રૌપદીને ઉંચકીને ઘોડા પર બેસાડીને ભાગે. આ સમયે કુંતાજી અને દ્રોપદીએ કાળી ચીસ પાડી કે હે પાંડે ! દેઓદેડે, કેઈ દુષ્ટ પુરૂષ દ્રૌપદીને હરણ કરીને લઈ જાય છે. માતા અને પત્નીની ચીસે અને કરૂણ રૂદન સાંભળીને પાંડવ સેના સાથે લડવાનું પડતું મૂકીને ભીમ ગદા લઈને દે. એ દુષ્ટ શું સમજે છે? પરાયી સ્ત્રીને અપહરણ કરીને લઈ જતાં શરમાતે નથી? આ ગદાથી તારા ચૂરેચૂરા કરી નાંખીશ. ત્યાં તે પાછી મટી સેના ભેગી થઈને પાંડેની પાછળ પડી. એટલે પાંડ સેનાની સામે લડવા માટે રોકાઈ ગયા. તલવાર-ભાલા વિગેરેથી સામારા ની ભયંકર યુદ્ધ થયું. અર્જુન અને ભીમ ખૂબ કુશળતાપૂર્વક ઝઝૂમ્યા ને સન્યને પાછું હઠાવ્યું. પછી દ્રૌપદીને છોડાવવા દેડયા. તે તે માણસ દ્રૌપદીને ચાબૂકના માર મારતા હતે. આ જોઈને ભીમ અને અર્જુનનું લેહી ઉકળી ગયું ને તેને મારવા દેયા. ત્યાં પેલે માણસ રીન્યમાં ભળી ગયે એટલે અને તેના ઉપર બાણ છોડયા.
એક બાજુ લડાઈ, અને બીજી બાજુ સાત સાત દિવસના ચૌવિહારા ઉપવાસ હોવાથી ધર્મરાજાની આંખે અંધારા આવ્યા. તેથી સહદેવ અને નકુળને પાણી લેવા મોકલ્યા ને કહ્યું કે જલદી પાણી લાવે. તે બંને પાણી લેવા ગયા ને ધર્મરાજા બેભાન બની ગયા. ચારે તરફથી પાંડવે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. સહદેવ અને નકુલ સરોવર પહેચ્યા, પાણી પીધું ને પડામાં પાણી લઈને પાછા ફરે છે ત્યાં રસ્તામાં બેભાન થઈને પડી ગયા. ઘણીવાર થઈ છતાં સહદેવ અને નકુલ ન આવ્યા ત્યારે અર્જુન અને ભીમ ચિંતાતુર બની ગયા તેથી ભીમને યુધિષ્ઠિર પાસે બેસાડી અનછ પાણી લેવા ગયાં તે રસ્તામાં બે ભાઈઓને પડેલા જોયા. મૃત કલેવર જેવા ભાઈઓને પડેલા જોઈને ખૂબ દુઃખ થયું. અરેરે..મારા ભાઈઓને આ શું થઈ ગયું? ખૂબ રડયાં પછી અર્જુનજીને વિચાર થયે કે મારા મોટાભાઈ પાણી વિના પ્રાણ છોડી દેશે. માટે જલ્દી પાણી લઈને જાઉં. એમ વિચાર કરી તે પાણી લેવા ગયા. તેમને પણ ખૂબ તરસ લાગી હતી એટલે પાણી પીધું ને કમલપત્રમાં ભાઈને માટે પાણી લીધું. લઈને પાછા ફર્યા. ત્યાં જયાં બે ભાઈ પડયા છે ત્યાં તે પણ બેભાન થઈને પડયા. હવે અર્જુનજી ને આવ્યા તેથી ભીમ ગયા. તેને પણ બધાની માફક થયું. આ બાજુ પવન આવવાથી યુધિષ્ઠિર ભાનમાં આવ્યા ને જોયું કે બધા ક્યાં ગયા? સહદેવ અને નકુળ પાણી લેવા ગયા છે. તે પાણી લઈને કેમ ન આવા ? તપાસ કરું. એમ વિચારી હિંમત કરીને યુધિષ્ઠિર ઉભા થયા ને થા.-૧૦૦