________________
છે...
શારદા દર્શન હતું. ત્યાં દુર્યોધને તેમની બહેનને મારી સાથે પરણાવી. ત્યાં થોડા દિવસ રોકાયા પછી આપના સમાચાર મળ્યા તેથી હું આવ્યો છું. આમ કહી જયદ્રથ ધર્મરાજાના ચરણમાં નમ્યા ને દુશયા કુંતાજીના પગમાં પડી. એટલે કુંતાજીએ આશીર્વાદ આપ્યા.
જયદ્રથ પાંડ સાથે ને દુશલ્યા દ્રૌપદી સાથે પ્રેમથી રહે છે પણ અંદર કપટ છે. તે તે પાંડવોનું નિકંદન કાઢવાનો રસ્તો શોધે છે. એક દિવસ એ પ્રસંગ બન્યું કે પાંચે પાંડવો કઈ કાર્ય પ્રસંગે જંગલમાં ગયા. કુંતાજી પણ બહાર ગયા. દ્રૌપદી એકલી જ હતી. આ લાગ જોઈને જયદ્રથે હોશિયારીથી સતી દ્રૌપદીને ઉઠાવીને રથમાં બેસાડી દીધી. જ્યદ્રથ જેવી દ્રૌપદીને ઉંચકીને રથમાં નાંખી તેવી દ્રૌપદી પાંચે પાંડના નામ લઈને જોરથી રડતી બેલવા લાગી કે હે પાંડે ! દોડે... દોડે. પાપી જયદ્રથ મને હરણ કરીને લઈ જાય છે.
દ્રૌપદીનો અવાજ સાંભળીને ભીમ અને અર્જુન દેડતા આવ્યા અને જયદ્રથને દ્રૌપદીને લઈ જતે જોઈને કે ભરાઈ ભીમ અને અર્જુન અને શસ્ત્ર લઈને દોડયા. ત્યારે કુંતાજી કહે છે દીકરાઓ ! ધ્યાન રાખજે કે આપણી દીકરી દુશલ્યા વિધવા ન થાય. જુઓ, સજજનમાં કેટલી સજજનતા છે. માતાનું વચન શિરોધાર્ય કરીને ભીમ અને અર્જુન દોડયા ને જયદ્રથની સેનને આડા ફરી વળ્યા. ભીમે ગદાથી સેનાને ચકચૂર કરી નાંખી, અને અને એક કપડાથી ચેરને બાંધે તેમ જયદ્રથને બાંધી દીધે, ત્યારે ભીમે ભાલાથી જ્યદ્રથના માથે પાંચ ઠેકાણે પાંચ ચેટી જેટલાં વાળ રાખીને તેનું માથું મુંડી નાંખ્યું ને તેને બેડેળ બનાવી દીધું.
ભીમે કરેલી જયદ્રથની મશ્કરી :-પછી ભીમે તેની મજાક ઉડાવતાં કહ્યું કે કેમ જમાઈરાજ! મઝામાં છે ને? હવે કરિયાવરમાં કંઈ ઓછું પડયું હોય તે કહી દેજે તે હું પૂરું કરી આપીશ, ત્યારે દ્વેષથી બળતાં જયદ્રથે કહ્યું કે તમે મારા માથે પાંચ શિખાએ રખી છે તે તમારા પાંચેનો વિનાશ કરનાર ધૂમકેતુ બનશે. આવા શબ્દો સાંભળીને ભીમને ખૂબ ક્રોધ આવ્યું ને તેને ગદાથી મારવા લાગે, પણ કુંતામાતાનું વચન છે કે બહેન વિધવા ન થવી જોઈએ એટલે યુધિષ્ઠિરે તેને મારતાં રે. આ સમયે અપમાનિત બનેલે જ્યદ્રથ જેમ સર્પ કાંચળી છેડીને ભાગે તેમ ભાગ્યા, અને પાંડવે આનંદથી જંગલમાં રહેવા લાગ્યા.
એક દિવસ બધા ભેગા થઈને બેઠા હતાં ત્યારે યુધિષ્ઠિર અર્જુન અને ભીમની પ્રશંસા કરતાં કહે છે કે હું મારા પરાક્રમી વીરે ! તમારી સહાયથી વનવગડાના દુખે આનંદપૂર્વક પસાર થાય છે. તમે બંને ભલભલા દુશ્મનોને પણ હઠાવી શકો છે. મારા કારણે કેટ કદ વેઠે છે. હું જુગાર રમ્યા ત્યારે તમારે બધાને આવવું પડ્યું ને ? ત્યારે ભીમ અને અર્જુન કહે છે, મોટાભાઈ! આપને એ અફસેસ કરવાની જરૂર નથી. એમાં તમારે દેષ નથી. બધાનાં કર્મોનો ઉદય છે તેથી આમ બન્યું છે.