________________
શાજા દશ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. તે વખતે મહાકાલ મશાન પાસેથી જતાં તેણે અમુકુમારું બળ પરૂ ગજસુકુમાલ અણગારને ધ્યાનમાં ઉભેલા જોયાં. જેતાની સાથે જ વાસિત્તા તે વેજું સરરૂ, સત્તિા બાસુ” સમિલ બ્રાહ્મણના હૃદયમાં વૈરભાવ જાગૃત થયો. તેથી તેને ખૂબ ક્રોધ આવ્યું. કોઇ એ આત્માનો મોટામાં મોટોશત્રુ છે. જયારે માનવીના અંતરમાં કાધનો પ્રવેશ થાય છે ત્યારે માનવી રાક્ષસથી ભયંકર કર બની જાય છે. જેમ પાગલ માણસને સત્યાસત્યન, હિતાહિતને વિવેક રહેતું નથી તેમ ક્રોધી માણસને કેઈ જાતનું ભાન રહેતું નથી. જેમ નદીમાં પૂર આવે છે ત્યારે મોટા મોટા લાકડા, તૃણ, ઘરનાં ઘર અને ગામના ગામ ખેંચી જાય છે તેમ જ્યારે માનવીના અંતરમાં ક્રોધનું પ્રબળ પૂર આવે છે ત્યારે મનુષ્યનાં સદ્દવિચાર, વિવેક, જ્ઞાન આદિ તમામ ગુણ રૂપી સંપત્તિ તેમાં તણાઈ જાય છે. તેથી તેને પિતાના કર્તવ્ય. અકર્ત, લાભ-નુકશાન વિગેરેનું ભાન રહેતું નથી. ક્રોધ માનવીને વિવેકરહિત બનાવી દે છે. ક્રોધ એ મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિમાં રૂકાવટ કરનાર છે. કોઈ કસાઈ જે છે. કસાઈના દિલમાં દયા નથી હોતી તેમ જેના દિલમાં ધાગ્નિ પ્રગટ થાય છે તેને દિલમાંથી દયા નષ્ટ થઈ જાય છે. એમિલ જ્ઞાતિને બ્રાહ્મણ હતે પણ દિલમાં ક્રોધને પ્રવેશ થતાં કસાઈ જેવું બની ગયે ને દાંત કચકચાવતે ધે ભરાઈને આ પ્રમાણે બે – “પ્રણ णं भो से गयसुकुमाले कुमारे अप्पस्थिय जाव परिवज्जए जे णं मम धूयं सोमसिरीए भारियाए अत्तयं सोमं दारियं अदिट्टदोसंपइयं कालवत्तिणिं विप्पजहेता मुंडे जाव पव्वइए!" અહો! આ તે તે જ મૃત્યુની ઈચ્છા કરવાવાળા નિર્લજજ, દુર્લક્ષણવાળે, લજજારહિત, લહમીરહિત, બુદ્ધિરહિત અને પુણ્ય રહિત ગજસુકુમાલ છે કે જેણે મારી પત્ની સમશ્રીની અંગજાત દીકરી એમાં કે જે અમને પ્રાણથી પણ પ્યારી છે, તે કઈ પણ જાતના દોષ કે ખોડ ખાંપણ રહિત છે, અત્યારે તે વિવાહ કરવા ગ્ય છે, એવી મારી પુત્રીને છોડીને આ ગજસુકુમાલ સાધુ બની ગયા છે.
તે ગજસુકુમાલ અણગારની પાસે આવીને કહે છે હે ગજસુકુમાલ! તારા ભાઈ કૃષ્ણ વાસુદેવે તારી સાથે લગ્ન કરવા માટે મારી વહાલી દીકરી સમાને અંતેઉરમાં લઈ જઈને રાખી છે. જે તારે દીક્ષા લેવી હતી તે પહેલેથી બેલવું હતું ને? તે મારી દીકરીને ભવ બગડત નહિ ને? અમારી જાતિ ઉંચી છે. મારી પુત્રી રૂપ-ગુણમાં પણ શ્રેષ્ઠ છે. પવિત્ર છે. તે હવે પરણાવવા ગ્ય યુવાન થઈ છે. હું કંઈ સામેથી આપવા હેતે આવ્યા. કૃષ્ણ મહારાજાએ સામેથી માંગણી કરી ત્યારે મેં આપી છે. કદાચ મારી દીકરીમાં દોષ હોત તે એમ માનતા કે મારી દીકરીમાં આ દેષ છે તેથી ત્યાગ કર્યો પણ એવું તે કંઈ જ નથી. મારી દીકરીનાં લગ્ન ગજસુકુમાલ સાથે થશે તે વાત જગજાહેર થઈ ગઈ છે. મારી દીકરીને ખૂબ ધામધૂમથી પરણાવવાના મને કેટલા કોડ હતા. મારા બધા મનેર