________________
قف
શારદા દર્શન
વૈતવનમાં નારદઋષિનું આગમન -એટલામાં નારદઋષિ આકાશગમન કરતાં ત્યાં આવ્યા. એકાએક નારદજીને ત્યાં આવતાં જઈને પાંડ ઉભા થઈ ગયા ને ખૂબ આદરપૂર્વક ભક્તિભાવથી આસન ઉપર બેસાડ્યા ને કુશળ સમાચાર પૂછતાં કહ્યું-આપ કયાંથી પધારે છે? ત્યારે નારદજીએ કહ્યું કે દુર્યોધને અહીંથી ગયા પછી શું કર્યું છે તે વાત જાણીને હું તમને કહેવા માટે આવ્યો છું પણ હે ભીમ-અર્જુન! આ ધર્મરાજા તે ધર્મ જેવા છે પણ તમે એના જેવા કેમ બન્યા ને દુર્યોધનને શા માટે વિદ્યાધરના પંજામાંથી છોડાવ્યા? તમે એને છોડાવ્યા ત્યારે એ તમારું નિકંદન કાઢવા ઉઠો છે. ભીમે પૂછ્યું કે શું બન્યું છે? નારદજીએ કહ્યું કે તમારી પાસેથી દુર્યોધન વિદાય થયા પછી થોડે દૂર જઈને ખૂબ થાકી ગયે. કારણ કે તેના પગમાં મજબૂત બેડીઓ નાંખી હતી. તેથી તેના પગ સૂઝીને થાંભલા જેવા બની ગયા હતા. તે દુશાસનના હાથ પકડીને ચાલતું હતું છતાં તેના પગ ધ્રુજતા હતાં. તેથી દુઃશાસને તેને એક વૃક્ષ નીચે બેસાડી દીધે. તે વખતે કર્ણ તેમજ બીજા કૌરે આવી પહોંચ્યા ને દુર્યોધનને પૂછ્યું કે તમને શું થાય છે? શા માટે પુજે છો ? ત્યારે કહે છે કે બસ, મને તે પાંડ શલ્યની જેમ ખૂચે છે. તેમનો જલ્દી કેમ વિનાશ થાય તેમ ઈચ્છું છું.
કર્ણ આમ તે દુર્યોધનના પક્ષને હતો પણ તેણે દુર્યોધનને કહ્યું-ચિત્રાંગદના પાશમાંથી છૂટવું મહામુશ્કેલ હતું છતાં પાંડેએ આપને છોડાવ્યા તે એમને ઉપકાર માનો. ત્યારે દુર્યોધને ગુસ્સે થઈને કર્ણને કહ્યું- હે સુપુત્ર ! તને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ છે તેથી તને દુઃખ લાગતું નથી પણ મારે માટે તે આવી રીતે અપમાનિત થવાને પહેલો જ પ્રસંગ છે, અને ચિત્રાંગદના બંધન કરતાં પણ પાંડે દ્વારા મારે છૂટકારે થયે તેનું વધારે દુઃખ છે, ત્યારે કણે કહ્યું–આપ તે મેટા રાજા છે ને પાંડે તમારા સેવકે છે. સ્વામીનું રક્ષણ કરવું તે સેવકની ફરજ છે. માટે આપ એ દુઃખને ભૂલી જાઓ. એમ આશ્વાસન આપી નગરમાં લઈ ગયા પણ તેને એક જ ચિંતા છે કે કેમ કરીને પાંડેને વિનાશ કરું. એ દુશ્મનોનો જ્યારે વિનાશ થશે ત્યારે મારા હૈયામાં ઠંડક વળશે. દુર્યોધનના વચન સાંભળીને તેના પિતા ધૃતરાષ્ટ્ર તથા કર્ણ વિગેરેએ કહ્યું કે હે દુર્યોધન ! તું શું વિચાર કરી રહ્યો છે? વિચાર કર. અર્જુન ન આવ્યો હોત તે ચિત્રાંગદ વિદ્યાધરના બંધનમાંથી સોમાંથી એક પણ છૂટવાનાં ન હતાં. જેણે તમને જીવતદાન આપ્યું તેને ઉપકાર માનવાને બદલે તેનું જ તમે મેત ઈચ્છો છો ? ધિક્કાર છે તારા અવતારને! ધૃતરાષ્ટ્ર કહે છે તે દુર્યોધન! મારે પુત્ર બનીને તે મારું નામ લજાવ્યું છે. તારા જે પાપી પુત્ર ન જન્મ્યા હોત તે શું ખોટું હતું. આ રીતે તેના વાલશ્રીઓએ પણ તેને ખૂબ ફીટકાર આપે. તે પણ તેની દુષ્ટ મતિ સુધરી નહિ. તેણે નગરમાં દાંડી પિટાવી કે હું મારા પ્રજાજને! સાત