________________
૭૬૮
શારદા દર્શન સ્વભાવવાળા હેવાથી માની લેતા, પરંતુ તેમને સમજાવવું ઘણું મુશ્કેલ હતું. અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીને પરિવાર વાંકે અને જડ છે. એમને સાધુ આચાર દુરનુપાલ્ય છે, કારણ કે એમના શિષ્ય ગુરૂના વાક્યને જાણતા ને સમજતાં હોવા છતાં પણ વક અને જડ હેવાના કારણે યથાતથ પાળવામાં શક્તિશાળી બનતા નથી. વચ્ચેના બાવીસ તીર્થકરોનો પરિવાર સરળ અને પ્રજ્ઞાવંત હતું. તેમને સાધુ આચાર સુવિધ્ય અને સુપાલ્ય કહ્યો છે. કારણ કે એમના શિષ્ય સરળ અને પ્રજ્ઞાવંત હોવાથી સાધુ સંબંધી આચાર વિચારને સારી રીતે જાણે છે ને એનું સારી રીતે પાલન પણ કરે છે. તેથી વચલા તીર્થકરના શિ ભગવાને બતાવેલા ચાતુર્યામ રૂપ ધર્મમાં મૈથુન વિરમણ વ્રતને સારી રીતે જાણે છે ને સારી રીતે તેને પાળે પણ છે. પાંચમાં પરિગ્રહવ્રતમાં સ્ત્રીને પણ સમાવેશ થઈ જાય છે. ક્ષેત્ર, મકાન, ધન, ધાન્ય, હીરા, માણેક, સેનું, ચાંદી એ અચેત પરિગ્રહ છે અને દાસ દાસી, પશુ, સ્ત્રી આદિ સચેત પરિગ્રહ છે. આથી ચેથા મહાવ્રતને પાંચમા મહાવ્રતમાં સમાવેશ થઈ જાય છે. તેથી વચલા ૨૨ તીર્થકરના પરિવારમાં ચાર મહાવ્રત રૂપ ધર્મ છે અને પહેલા ને છેલ્લા તીર્થકરના પરિવારમાં પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. તેથી ગજસુકુમાલે ભગવાનને કહ્યું કે મને ચાર મહાવ્રત આપે.
ગજસુકુમાલને જલદી સંયમ લેવાની તાલાવેલી જાગી છે તેથી ભગવાન પાસે વિનંતી કરી રહ્યા છે. તેમને સંસારનો મેહ છૂટી ગયા છે પણ હજુ દેવકી માતાને પુત્રનો મોહ છૂટ નથી. તેમણે પિતાના વહાલસેયાને સંયમ લેવાની અનુમતિ આપી. ખૂબ ઠાઠમાઠથી વરડે ચઢાવીને ભગવાન નેમનાથ પાસે લઈ આવ્યાં છતાં હજુ પુત્ર પ્રત્યેને મેહ તેને મૂંઝવી રહ્યો છે. તેથી શું બેલે છે? કે “કીધું મુખથી જવા માટે, છતાં દિલ બેઠું રડવાને,
મૂંઝાવી મૂકશે અમને, અરે મમતા તણું અધી, - ખુટયાં છે નીર નયનેથી, વધુ કહેવું નથી મારે.'
અહે! હે અમારા લાડીલા વહાલસોયા દીકરા ! તારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને સંયમની દઢતા જોઈને તને દીક્ષાની આજ્ઞા આપી કે જા બેટા જા, કલ્યાણ કર. તારે સંયમ પંથ ઉજમાળ અને નિષ્કટક બને હું પણ સમજું છું કે સંયમમાં જે સુખ છે તે ચક્રવતિને કે મેટા ઈન્દ્રને પણ નથી. સંયમ વિના ત્રણ કાળમાં સિદ્ધિ નથી. છતાં મેહદશા મને મૂંઝવી રહી છે. મેં તને દીક્ષાની આજ્ઞા આપી અને ભગવાનને સોંપવા સમોસરણ સુધી લઈ આવી છતાં મારું દિલ રડી રહ્યું છે. મારા દિલમાં મમતાની આંધી ઉઠી છે. તારા પ્રત્યેની મમતા મને રડાવી રહી છે. તે પ્રેમાળ પિતા, મમતાળુ માતા અને વહાલ યા વીરાના સ્નેહના તાંતણાને તેડી નાંખ્યા પણ હજુ અમારી મમતા છૂટતી નથી. .