________________
ચારા દેશનું
७७७
પ્રાણ છે ત્યાં સુધી મારા ચારિત્રનો નાશ થવા નહિ દઉં. ચારિત્રવાન સંતે પેાતાના પ્રાણ જાય તા કુરબાન પણ પોતાના ચારિત્રના નિયમેાનો કદી ભંગ કરતા નથી. આવી રીતે ગજસુકુમાલે ચાર મહાવ્રત અને પાંચમુ` રાત્રીભાજન વ્રત અ'ગીકાર કર્યુ, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવા લાગ્યા. ગજસુકુમાલની જે ભાવના હતી તે પૂર્ણ થઈ. હવે તેમના આનંદનો પાર નથી. જેને જેમાં રસ હૈાય તે કાય`ની સિદ્ધિ થતાં તેને આનંદ જ હોય ને! તમને પૈસા કમાવાનો રસ છે તે વધુ કમાણી થાય તે આનંદ થાય ને ! તેમ ગજસુકુમાલને સંયમ લેવાનો તલસાટ હતા તે કાય` સમાપ્ત થયુ પછી તેા આનંદ જ હાય ને? હવે દીક્ષા લઈ ને એવી લગની લાગી કે મારું જલ્દી કલ્યાણુ કેમ થાય ! તે માટે ગજસુકુમાલ અણુગારે શું કર્યું?
“ तए णं से गयसुकुमाले अणगारे जं चैव दिवसं पव्वइए तस्सेच दिवसस्स पुव्वा - वरह काल समयंसि जेणेव अरहा अरिनेमि तेणेव उवागच्छ, उबागच्छित्ता अरहं अरिनेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ " ત્યાર પછી તે ગજસુકુમાલ અણુગારે જે દિવસે પ્રવજર્યાં અંગીકાર કરી તે જ દિવસે ચાથા પ્રહરમાં અર્હત અરિષ્ટનેમિ ભગવાન પાસે ગયા અને ત્રણ વખત વંદન નમસ્કાર કર્યાં. ગજસુકુમાલ ભગવાનને કંઈક વિન ંતી કરવા આવ્યા છે. એ ભગવાનને શુ` વિનંતી કરવા આવ્યા છે તે ભગવાન તા જાણતા હતા. કારણ સર્વાંગ ભગવાનના જ્ઞાનમાં શુ' અજાણ્યુ રહે ! જ્યાં સૂર્યનો પ્રકાશ હાય ત્યાં અંધકાર ટકી શકતા નથી, તેમ ભગવાનના જ્ઞાનમાં કંઈ જાણવાનું ખાકી રહેતું નથી. ભગવાન તેા પહેલેથી જાણતા હતા કે આ કામળ ફૂલ જેવા બાલુડો કેવી રીતે કલ્યાણુ કરશે. ગજસુકુમાલ અણુગાર ભગવાન જ્યાં બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને વણા કરી. વૠણા કરીને હવે ભગવાનને શુ' પૂછશે તેના ભાવ અવસરે,
ચરિત્ર : હરિણુગમેષી દેવ પાંડવાને, કુંતામાતાને તથા દ્રૌપદીને દ્વૈતવનમાં મૂકી આવ્યા ને કહ્યું આપને જ્યારે કષ્ટ પડે ત્યારે યાદ કરો, હું તરત આપના ચરણમાં આવીને ઉભું રહીશ. વિચાર કરો કે દેવ માનવની સહાયમાં કયારે આવીને ઉભા રહે ? જેના જીવનમાં સરળતા, પવિત્રતા અને ચારિત્ર નિમાઁળ હોય ત્યારે ને ? પાંડવેાના વનવાસનાં પાંચ વર્ષ પૂરા થયા. હવે બધા દ્વૈતવનમાં વનને મહેલ માનીને આનંદથી રહે છે. આ ખાજી દુર્ગંધનને ખબર પડી કે પાંડવો દ્વૈતવનમાં આનંદથી રહે છે. જો તે જીવતા હશે તે તેર વષે પણ રાજ્ય લેવા આવશે. માટે માયાજાળ રચીને તેમના મૂળમાંથી નાશ કરું. તેમની પાસે શસ્રો કે સૈન્ય કાંઈ નથી તેથી મારી સામે લડાઈમાં તેઓ હારી જશે.
??
“ પાંડવાના નાશ માટે દુર્ગંધનની માયાજાળ : આમ વિચારી દુર્ગંધન સૈન્ય લઈ ને પાંડવાને મારવા દ્વૈતવનમાં જઈ રહ્યો છે. રસ્તામાં ચિત્રાંગદ નામના વિદ્યાધરના સુ ંદર બગીચા આવ્યા. તે બગીચાની અંદર દેવભુવન જેવા મહેલ છે. દુધિનનુ સૈન્ય
શા-૯૮