________________
શારદા દર્શન તેના ઉપર મને ખૂબ ક્રોધ આવ્યા ને મેં અહીં આવીને જોયું તે બધું નારદજીના કહેવા પ્રમાણે બનેલું હતું. તેથી મેં તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમને હરાવીને -બંધનથી બાંધી દીધા હતા. મને તે એમના ઉપર ઘણે ઠેષ છે પણ આપ મારા ગુરૂ છે. આપની આજ્ઞાથી મેં તેમને છેડ્યા છે. દુર્યોધનની સામે વિદ્યાધર આવા શબ્દો કહે પછી કંઈ બાકી રહે ખરું? દાઝયા ઉપર કોઈ મીઠું મરચું ભભરાવે ને જે કાળી બળતરા થાય તેવી બળતરા દુર્યોધનને થવા લાગી. ચિત્રગટ કહેબેલે, આમાં કેનો વાંક છે! અને કહ્યું–ભાઈ! હવે તે વાત છોડી દો. પછી ચિત્રાંગદ, દુર્યોધન વિગેરેને લઈને અને યુધિષ્ઠિર પાસે આવ્યા.
યુધિષ્ઠિરના ચરણમાં વિદ્યાધર તથા અન” -વિમાનમાંથી ઉતરીને ચિત્રાંગદ, અર્જુન વિગેરે યુધિષ્ઠિરના ચરણમાં પડ્યા પણ અભિમાની દુર્યોધન થાંભલાની માફક અક્કડ ઉભે રહ્યો. ગુણીના ગુણ જોવાને બદલે ઈર્ષાથી સળગવા લાગે. ચિત્રાંગ તેનો હાથ પકડી ખેંચીને યુધિષ્ઠિર પાસે લાવીને કહે છે આ પ્તિા તુલ્ય પવિત્ર તમારા ભાઈને પગે પડે તે તમારું કલ્યાણ થશે. એમના પ્રતાપે તમે બંધનમાંથી મુક્ત બન્યા છે. એટલે કચવાતા હૈયે પગે લાગ્યું. પછી બધા કૌર પગે લાગ્યા. ધર્મરાજાએ ખૂબ સત્કાર કરીને કૌરવોને વિદાય કર્યો. પછી શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૧૦૦ આ વદ ૧૧ ને રવીવાર
તા. ૬-૧૧-૭૭ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે શાસ્ત્રમાં ફરમાવે છે કે આ સંસારમાં તે ક્ષણિક સુખની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે. કામગ ભેગવતા ક્ષણવાર સુખને આનંદ માણ્યા પછી કેટલાયે કાળની દુખની પરંપરા ઉભી થાય છે. જેમ કેઈ માણસ પાંચ હજાર રૂપિયા ઉછીને લઈને ધામધૂમ કરીને દીકરાને પરણાવે, જલસા કરે પણ મનમાં તે એ એમ સમજતે હોય છે કે આ જલસાની પાછળ મારા માથે કરજ થયું છે, તેમ આ સંસારના રંગરાગમાં પડીને અજ્ઞાની છે જલસા ઉડાવે છે. ક્ષણિક સુખ લૂંટવામાં આનંદ માને છે, પણ વિચાર કરજે કે એ સુખની પાછળ તમારા માથે કર્મનાં કરજ કેટલા વધી રહ્યા છે! જ્યારે સંયમ માર્ગ પરિષહ કે ઉપસર્ગ સહન કરતા કર્મના કરજ ચૂકવાઈ જાય છે. તમે સંસારના સુખ મેળવતા કંઈ ઓછા કષ્ટ નથી વેઠતા. માતાપિતા, પત્ની, પુત્ર વિગેરેને છોડીને ધન કમાવા માટે પરદેશની સફરે ઉપડે છે. ત્યાં કેટલું કઠ વેઠે છે? તમારે વહાલસે એકનો એક દીકરે ધન કમાવા માટે પરદેશ