________________
શારદા દર્શન
દુર્યોધનની પટ્ટરાણું ભાનુમતી છે, એટલે તે દ્રૌપદી પાસે જઈને પૂછે છે, બહેન ! આવા વનમાં તું એકલી કેમ છે? તારું મુખ ઉદાસ કેમ છે? ત્યારે ભાનુમતી એકદમ રડવા લાગી તેથી દ્રૌપદી તેને આશ્રમમાં લઈ ગઈ. કુંતાજીએ તેને આદર સત્કાર કરી પૂછ્યું, તારું મુખ કેમ કરમાયેલું છે? તું એકલી આ દ્વૈતવનમાં કયાંથી? આ સાંભળી ભાનમર્તી કુંતામાતાના ખોળામાં માથું મૂકી ખૂબ રડવા લાગી. આ જોઈને ધર્મરાજા પૂછે છે, ભાભી ! અમારા બધા ભાઈ એ તે આનંદમાં છે ને? જે જે, હવે ભાનુમતી કેટલી બનાવટી વાત કરે છે! દુર્યોધન આપને મારવા આવ્યો છે એમ તે કહે કેવી રીતે? તેથી કહે છે તમારા ભાઈઓને ફરવાને બહુ શોખ છે અને તેમાં ખબર પડી કે વૈતવનમાં ગાયને કસાઈ મારી નાખે છે. તેથી ગાયની રક્ષા કરવા માટે અહીં આવતાં હતાં, તેમાં વચમાં ચિત્રાંગદ વિદ્યારે તે સે ભાઈઓને એક સાંકળે બાંધી દીધા છે. સૈન્ય બધું ભાગી ગયું છે. આવું બનવાથી હું ખૂબ રડવા લાગી. તેથી ભીષ્મ પિતામહે કહ્યું તું રડીશ નહિ. આવું બનવાનું હશે, નહિતર મેં ના પાડી છતાં પણ દુર્યોધન અહીં શા માટે આવે? તારા પતિને કોઈ છોડાવી શકે તેમ નથી. આ વનમાં પાંડવે છે. હું તેમની પાસે જા. તે તમારા (દુર્યોધનના) અપકારેને ભૂલી જઈ અવશ્ય ઉપકાર કરશે. તેમની વાત સાંભળીને હું અહીં આવી છું. આપની પાસે વિનયપૂર્વક ભિક્ષા માંગું છું કે આપ મારા પતિ આદિ સે ભાઈઓને બંધનમાંથી છોડાવે ને અમારી લાજ રાખે. તેથી ધર્મરાજાને ખૂબ દયા આવી અને રડતી મૂરતી ભાનુમતીને આશ્વાસન આપતાં કહ્યું હે ભદ્રે ! તું રડીશ નહિ. બધું સારું થશે. એમ કહી ભાનુમતીને શાંત કરી અને પિતાના ભાઈઓને એકાંતમાં લઈ જઈને ધર્મરાજાએ કહ્યું ભાઈઓ ! કૌરની આવી કરૂણ દશા થઈ છે તે આપણે તેમને છોડાવવા જવું જોઈએ. તે બેલે, તમારામાંથી કેણ જશે ? આ સમયે ભીમ રાડ પાડીને કહેવા લાગ્યું કે સર્પને ગમે તેટલું દૂધ પીવડાવીએ તે પણ તે કેર રૂપે જ પરિણમે છે, તેમ આ દુષ્ટ દુર્યોધનનું આપણે ગમે તેટલું હિત ઈચ્છીશું તે પણ તે આપણી કદર કરવાને નથી. વળી એણે આપણા ઉપર કેટલે જુલમ કર્યો છે? દ્રૌપદીને ચટલે ખેંચીને ભરસભામાં લાવ્યા. આપણા દેખતા તેના ચીર ખેંચી નગ્ન કરવા ઉો ને જાંઘ બતાવીને જાંઘ પર બેસવાનું કહ્યું. આ બધા કરેલા પાપનું ફળ તેને મળી ગયું છે. જેવું કરે તેવું પામે. એને કર્મો એ ભોગવશે. આપણે શું ? તમે એમના અપકારને કેમ ભૂલી જાઓ છે ને ભલા થઈને છોડાવવા જવાની વાત કરે છે?
ધર્મરાજાએ કહ્યું- હે મારા ભાઈઓ! તમારી વાત સાચી છે, પણ દુનિયામાં ઉપકાર ઉપર તે સૌ ઉપકાર કરે પણ અપકાર ઉપર ઉપકાર કરે તે જ ભલાઈ કહેવાય. આ તે આપણુ ભાઈઓ છે. ભાઈ ને આપત્તિ સમયે બચાવવા તે આપણું કર્તવ્ય છે. તેમજ આપણે માનીએ છીએ. કે એ સે ભાઈઓ છે ને આપણે પાંચ છીએ અને શત્રુઓ સામે