________________
શારા ને
ધ્યાખ્યાન નં-૯૮
આસે વદ ૪ને રવિવાર
તા. ૩૦-૧૦-૭૭
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ચાદવાદના સર્જક, ભવભવનાં ભેદક, પરમ પંથના પ્રકાશક એવા અનંત કૃપાળુ વીર ભગવંતે જગતના જીને આત્મકલ્યાણને માર્ગ બતાવતાં કહે છે કે હે આત્માઓ! આત્મકલ્યાણની વિદ્યા શીખવા માટે માનવજીવન એક મહાન સુંદર શાળા છે. આ શાળામાં કઈ વિદ્યા ભણવાની છે ? ભૌતિક વિદ્યા નહિ પણ આધ્યાત્મિક મહાન વિદ્યા ભણવાની છે. તમારા સંતાને નાના હોય ત્યારે એને લીટા છેરતા તે આવડે છે પણ સ્કુલમાં બેસાડડ્યા પછી પણ જે લીટા જ દેશે અને એકડો ન ઘટે તે નિશાળે બેસાડ્યો શું કામનો ? એ તે એકડો, બગડે, ક, ખ આદિ વારંવાર લૂટે અને એ એને સારી રીતે આવડી જાય તે નિશાળે બેઠો કામનો. બસ, આ જ ન્યાય આપણુ ઉપર ઘેટાવે છે. અનંતકાળથી આત્માએ ક્રોધ, માન, માયા, લેભ, અસંયમ, મેહ, મમતા આદિના લીસોટા તે કર્યા છે પણ હવે આ મનુષ્ય જીવન રૂપી મહાશાળામાં આવ્યા પછી તે શીખવા મહેનત કરવાની છે કે જે વૈરાગ્ય, ક્ષમા, સંતોષ, નિર્લોભતા આદિની વિદ્યા આવડી નથી તેને એકડા ઘૂંટવા જોઈએ. જેમ બાળકો સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે તેમ આ માનવજીવનની શાળામાં આપણે લઘુતા, નમ્રતા, ઈન્દ્રિય સંયમ, ઉદારતા, વૈરાગ્ય, ક્ષમા, સમ્યકજ્ઞાન આદિને અભ્યાસ કરવાનું છે. આ વિદ્યા મેળવવાની પ્રેકટીસ કરવાની છે. જેમ બાળક એકડો ઘૂંટવાને પુરુષાર્થ કરે છે તે તેને એકડો અને તેનાથી આગળ વધીને ઘણું આંક, અક્ષરે બધું આવડી જાય છે તેમ આપણે પણ આ શાળામાં આવીને ક્ષમા આદિ સદ્દગુણના એકડા ઘૂંટયા કરશુ, તેને અભ્યાસ ચાલુ રાખશું તે જરૂર એ વિદ્યા મેળવવામાં સફળ બની શકીશું.
જ્ઞાની કહે છે કે કેધાદિ કષાય, જડ પુદ્ગલેની રૂચી, રાગ, દ્વેષ વિગેરે કરવાની આવડત એ પાપવિદ્યાની આવડત છે, ગુણાનુરાગ, ક્ષમા, સરળતા, નમ્રતા વિગેરેની આવડત એ ધર્મવિદ્યાની આવડત છે. આજ સુધી આત્માએ હજુ એ વિદ્યા મેળવી નથી તેથી ભવચકમાં ભટક્ત રહ્યો છે. માટે દરેક આત્માએ આવું સુંદર માનવજીવન પામીને એ લક્ષમાં રાખવાનું છે કે આ માનવજીવન રૂપી મહાન શાળામાં આવીને ધર્મવિદ્યાનો જે અભ્યાસ મને નથી આવડતું તે મારે શીખવાનો છે. તે વિદ્યાના એકડા ઘૂંટવાના છે. જેને આ વિદ્યા ભણવાની તાલાવેલી જાગે છે તે કક્ષાના પ્રસંગે ઉપસ્થિત થશે તે એ વિચાર કરશે કે અરે! ક્ષમા, નમ્રતા, સરળતા સંતેષના અવસરને ચૂકીને અનાદિની કર્મની મેલી વિદ્યાનો ભેગ ક્યાં બનું! આ પાપના એકડા કયાં ઘૂટું !