________________
શારદા દર્શન
બંધુઓ!જયારે ભયંકર આંધી ચઢે ત્યારે કઈ દિશા સૂઝતી નથી. આંધીમાં તે કદાચ દિશા સૂઝે પણ મોહનીય કર્મની આંધી ચઢે છે ત્યારે ભલભલા ડાહ - અને બુદ્ધિશાળી આત્માઓ પણ ભાન ભૂલી જાય છે. આઠ કર્મોમાં મેહનીય કર્મ પ્રધાન છે. તેની સ્થિતિ ૭૦ કાડાકોડી સાગરોપમની છે. જ્યાં સુધી મેહનીય કર્મ હટતું નથી ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જેટલું મહનીય કર્મ મંદ પડે એટલે આત્મા હળ બને. મેહના કારણે દેવકીમાતા બોલી રહ્યા છે કે હે દીકરા ! રડી રડીને મારી આખોનાં નર ખૂટી ગયા. આંસુ સૂકાઈ ગયા. હવે તું સંસારના સર્વ સંબધોને છોડીને જલ્દી મહાવ્રત અંગીકાર કરવા તત્પર બન્યું છે તેથી હવે મારે તને વધુ કહેવાનું નથી. તને છેલે એટલું કહું છું કે હે દીકરા! તું ભગવાન નેમનાથના માર્ગે જાય છે, એમના ચરણકમળમાં તારી નૈયા ઝૂકાવે છે ને પ્રભુનું શરણું અંગીકાર કરી તેમની આજ્ઞામાં અર્પાઈ જવા જે મહાન માર્ગે જાય છે તે માર્ગે જતાં તેને અમારા અંતરના આશીર્વાદ છે કે —
વિનયે વધજો, વૈયાવચ્ચે વધજો, ક્ષમામાં વધજો, જ્ઞાનમાં વધજો. - હાંરે તમે વીતરાગ ભાવને પામવધાવીએ રે ગજસુકુમાલને.
બેટા! તને અમારા કેટી કોટી ધન્યવાદ છે. તું સાવ છેટી વયમાં સંયમના મહાન વિકટ માગે જાય છે. આ માર્ગ કાંટાળો છે. આ માર્ગમાં કદાચ ઉપસર્ગોના ઉલ્કાપાત મચે અને પરિષહના પહાડ તૂટી પડે તે સમયે સમભાવ રાખે એ સહજ કામ નથી. દીકરા! સંયમ લઈને તું વિનયમાં વધજે એટલે વડીલેને વિનય ક્યારે ચૂકીશ નહિ. વિનય ગુણ એ મહાન ગુણ છે. વિનયથી વૈરી વહાલા બને છે ને શત્રુ મિત્ર બને છે. માટે વિનયમાં આગળ વધજે. બધાની વૈયાવચ્ચ એટલે સેવા કરજે. સેવા કરવાથી જીવનમાં લઘુતા અને નમ્રતા આવે છે, માટે શુદ્ધ ભાવે સેવા કરજે. સેવા કરવાથી મોક્ષના મેવા મળે છે. વળી તું જ્ઞાનધ્યાનમાં ને ક્ષમામાં આગળ વધજે. કદાચ કોઈવાર એ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે ક્રોધ ન કરતાં ક્ષમાને ધારણ કરજે. સાધુના દશ પ્રકારના ધર્મોમાં “ખંતિ”એટલે ક્ષમાને પ્રથમ સ્થાન આપ્યું છે. ક્ષમા એ મોક્ષને દરવાજો છે ને વીર પુરૂષનું ભૂષણ છે. સદાય ભગવાનની આજ્ઞામાં રહીને સંયમ માર્ગમાં પ્રગતિ કરજે ને ફરીને જન્મ લે ન પડે તેવી સાધના કરજે.
જુઓ, માતા કેવા સુંદર આશીર્વાદ આપી રહી છે. માતાનો પ્રેમ અલૌકિક છે. સંતાનના લેહીને અણુઅણુમાં માતાનો ઉપકાર રહે છે, પણ આજે સંતાનો મોટા થતાં. માતાના ઉપકારને ભૂલી જાય છે. દેવકી માતા કહે છે બેટા! આ સંસાર રૂપી સંગ્રામમાં ક્રોધ, માન, માયા, લેભ આદિ દુશ્મનોને જીતવા તને એકલું છું અને ઈચ્છું છું કે ભવભવના એ દુશ્મનોને જીતી એક્ષ રૂપી વિજયમાળને પહેરજે. પરિષહ આવે તે ભડવીર થઈને તેનો સામનો કરજે પણ પાછી પાની કરીશ નહિ. હું તારી આ ભવની જન્મ દેનારી માતા છું જ્યારે ગુરૂદેવ તારા ભવભવને સુધારનાર ગુરૂમાતા છે. તેમની :
શા-૯૭