________________
oછેરું
શારદા દર્શન આપણે પ્રભુનું સમરણ કરીએ ને ધ્યાનમાં બેસી જઈએ. એમ વિચારી તે બને ધ્યાનમાં બેસી ગયા. દ્રૌપદી વનના દેવ-દેવીઓને વિનંતી કરતાં કહે છે હે દેવ! જે મન, વચન, કાયાથી મેં મારા પતિ સિવાય કેઈની સામે દષ્ટિ કરી ન હોય ને શીયળનું બરાબર પાલન કર્યું હોય તે મારા પતિદેવનું રક્ષણ કરે. તેમને કોઈ આંચ આવવી ન જોઈએ. કુંતાજી કહે છે જે દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધા સાચી હોય તે મારા પુત્રોના વિને દૂર થજો, એમ કહીને બંને ધ્યાનમાં બેસી ગયા. તેમનું ધ્યાન જેઈને પશુઓ પણ સ્થિર થઈ ગયા. તેમના સ્થાન અને શીયળના પ્રભાવથી રાક્ષસેએ પ્રાણીઓનો સંહાર છોડી દીધું. એમ કરતાં રાત્રી પૂર્ણ થઈ ને સૂર્ય ઉદયમાન થયું. ત્યાં શું બન્યું.
માતાના ચરણમાં વંદન કરતા પાંડે' –એક પ્રહર દિવસ વ્યતીત થયા પછી આકાશમાંથી એક સુંદર વિમાન ઉતર્યું. તેમાંથી પાંડેએ ઉતરીને માતાના ચરણમાં વંદન કર્યા, ત્યાં દિવ્ય રૂપધારી હરિણમેષી નામને દેવ આવ્યું ને કુંતાજીને વંદન કરીને બે, હે કુંતાજી! આપને ધર્મ આપને ફળ્યો છે, આપ ધ્યાન પાળે. આપના લાડીલા પાંડે આપની પાસે આવીને ઉભા છે. આ સાંભળી કુંતાજી અને દ્રૌપદીએ ધ્યાન પાળ્યું. કુંતાજી પિતાના પુત્રોને અને દ્રૌપદી પિતાના પતિઓને જોઈને ખૂબ આનંદ પામ્યા. પછી કુંતાજી તે દેવને પૂછે છે, આ બધું શું બન્યું ? આપ પાંડેને કેવી રીતે ને ક્યાંથી લાવ્યા ? ત્યારે દેવ કહે, માતા ! આપ એક ચિત્તથી સાંભળે. હું બધી વાત આપને કહું છું.
હમણાં કઈ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે મહત્સવ ઉજવવા ઈન્દ્ર આ રસ્તેથી જતાં હતાં. વિમાન અહીં આવતાં થંભી ગયું. વિમાન થંભવાનું કારણ જોતાં આપ બંનેને ધ્યાનમાં જોયા. અવધિજ્ઞાનથી જાણ્યું કે પાંડના વિરહથી તેમની માતા અને પત્ની બંને દુઃખી થઈ રહ્યાં છે. તેથી આપનું દુઃખ મટાડવા ઈન્કે મને કહ્યું કે તમે જઈને પાંડવોને છેડા અને આ માતા તથા પત્નીનું દુઃખ મટાડે. ભીમ જે સરેવરમાં કમળ લેવા ગયા છે તે સરેવર નાગદેવનું છે. નાગદેવ તેને રખેવાળ છે. ભીમે સરોવરમાં પ્રવેશ કર્યો ત્યાં નાગે તેને પકડી લીધે, પછી ભીમની શોધમાં ચારે ભાઈએ સરોવરમાં ગયા. તે ચારે ભાઈઓને નાગપાશથી બાંધીને નાગદેવની સામે હાજર કર્યા છે, તે તમે જઈને પાંડેને છેડા. જ્યારે નાગદેવ જાણશે કે આ પાંચ પાંડે છે, ત્યારે પાંડનું નામ સાંભળીને જ તે તેમને છોડી મૂકશે અને પોતે કરેલા આ કાર્ય બદલ ક્ષમા માગશે. • ઇન્દ્રની આજ્ઞા થવાથી હું નાગદેવ પાસે ગયે ને મેં કહ્યું- તમે જેને નાગપાશથી બાંધ્યા છે તે પાંડે છે. તેમના વિરહથી તેમની માતા અને પત્ની ખૂબ રડે છે. પાંડેનું નામ સાંભળતાં જ નાગદેવે તેને નાગપાશમાંથી છેડી નાંખ્યા. તેમણે પિતાના આસન ઉપર આપના પુત્રોને બેસાડીને તેમની પાસે ક્ષમા માંગી. પાંડ કહે છે તમારે ક્ષમા