________________
શાહા સંત માંગવાની ન હોય. આ સરોવરમાં કઈ પ્રવેશ કરતું નથી ને અમે કર્યો તે અમારા ગુન્હ છે. માટે આપને ક્ષમા માંગવાની ન હેય. નાગદેવે પાંડ ઉપર પ્રસન્ન થઈને એક વિષનાશક માળા આપી કે જે માળાના પ્રભાવે કઈને સર્પ કરડે નહિ અને કદાચ સખી જેવા ઝેરી પ્રાણી કરડે તે તેનું ઝેર ચઢે નહિ. આ માળા કુંતામાતાને કે દ્રૌપદીને ગમે તેને આપ પણ તમારા પરિવારમાં રાખજે, અને દ્રૌપદી માટે બીજા બે લીલા કમળ આપ્યા. પછી તમારા પુત્રોની ખૂબ પ્રશંસા કરી અને નાગદેવે પિતાની પાસે રાખવા ખૂબ આગ્રહ કર્યો પણ પાંડેએ આપની તથા પત્નીની ચિંતાને કારણે તેનો સ્વીકાર કર્યો નહિ, પછી ત્યાંથી નીકળીને આપના તપ-ધ્યાનથી પ્રસન્ન થયેલા ઈન્દ્રની આજ્ઞાથી મેં આપના પાંચે પત્ર આપને ઍપ્યા છે. હવે હું કેવળી ભગવાનના દર્શન કરવા જાઉં છું. મારા લાયક કેઈ કાર્ય હોય તે આપ મને બતાવે. તેથી કુંતાજી કહે છે ભાઈ! તે તે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હવે આપ અમને બધાને દ્વૈતવનમાં મૂકી જાઓ. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૯ આસે વદ ૮ ને ગુરૂવાર
તા. ૩–૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ ! જ્ઞાની કહે છે કે, અજ્ઞાન દશામાં પડેલો આત્મા સંસારના મનગમતા પદાર્થો, મનગમતા મેળા અને મનગમતા માન-સન્માન આ ત્રણની અંદર અટવાઈ ગયે છે. મનગમતા પદાર્થોમાં તમારા સંસાર સુખની ધન, વૈભવ, બંગલા, મોટર, ગાડી આદિ તમામ વસ્તુઓ આવી જાય. મનગમતા મેળામાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પત્ની પરિવાર, સનેહી કુટુંબીજને આદિ બધાને સમાવેશ થઈ જાય, અને મનગમતા માનસન્માન. આ ત્રણે ઉપર રાગ રાખીને અજ્ઞાની જીવ પિતાને મહામેંઘે કિંમતી સમય તેને મેળવવામાં ને સાચવવામાં ગુમાવી રહ્યો છે. આ ત્રણ વસ્તુ પરની દેટ આજકાલની નથી. તેને મેળવવામાં એક, બે, પાંચ, પચાસ નહિ, પણ અનંત જીવન ગુમાવ્યા. છતાં જીવને હજુ ક્યારે પણ એ વિચાર આવ્યું છે ખરો કે આ ત્રણ ચીજો ખાતર કેટલા જીવને આપી દીધા પણ વીતરાગ પ્રભુનું શાસન પામીને ઉત્તમ કોટિના સમદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપી રત્નત્રયીની ખાતર શું એક જીવન પણ નહિ! વિચાર તે કરો, આત્મા અનંત સુખને અધિપતિ, અનંતજ્ઞાનને પુંજ અને અનંત ગુણને ધણી છે. તે સુખ મેળવવાને પુરૂષાર્થ ન કરતાં અનંત ભવ આ સંસારની ત્રિપુટીને આપ્યા. છતાં તેમાં સંતેષ નહિ. તેની માંગ તે ચાલુ ને ચાલુ છે. મનગમતા મેળામાં કુટુંબીજને કહેશે કે, આ લાવે, તે લાવે, આ જોઈશે, તે જોડશે. મનગમતી ચીજે કહે છે આમ મેળવે. જ્યાં નવીન વસ્તુ, દેખે ત્યાં વસાવવાનું મન થઈ જાય. મનગમતા માન-સન્માન કહે છે કે આમ