________________
શારદા દર્શન રહરણ, એક લાખ સેનૈયાના પાતરા લાવે અને એક લાખ સેનયા નાઈને આપે. આટલું બધું નાણું આપવાનું શા માટે કહ્યું? તેમાં એક જ હેતુ છે કે આવા ચારિત્ર માર્ગમાં વપરાતા પાતરા અને રજોહરણના વહેપારીનું દરિદ્ર ટળી જાય ને તેમને સંયમ પ્રત્યેનું બહુમાન વધે. લાખ સેનૈયા મળતા નાઈનું દરિદ્ર ટળી જાય ને આવા જ કોઈ ધર્મ પામી જાય ને ધર્મને મહિમા વધે. ગજસુકુમાલના કહેવાથી તેમના માતા-પિતાએ કૌટુંબિક પુરુષને બતાવીને આજ્ઞા કરી કે “વિMાવ મો વાદિયા 1 સિરિધાઓ तिन्निसय सहस्साई गहाय दोन्नि सयसहरसेण कुत्तिश वण्णओ रयहरणं च पडिग्गहं જ બાળઃ સચવાં નવા સાહા” હે દેવાનું પ્રિયે ! તમે જલ્દી જાઓ અને આપણા ભંડારમાંથી ત્રણ લાખ સેનૈયા લઈને એક લાખ સેનૈયા આપીને પાતરા, એક 1 લાખ આપીને રજોહરણ લાવે અને એકલાખ સેનયા આપીને નાઈને બેલા. આવી આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષને પણ ખૂબ હર્ષ થયે કે અહો ! આપણા કેવા સદ્ભાગ્ય કે દીક્ષાથીના ઉપકરણો લેવા જવાનું મળ્યું. સંસારનાં કામ કરવાની આજ્ઞા ઘણું વાર મળી પણ આવી આજ્ઞા તે સદ્ભાગ્ય હોય તે જ મળે ને ? આવું સમજી સેવકોએ હર્ષભેર આજ્ઞાનું પાલન કર્યું. પાતરા અને રજોહરણ આવી ગયા અને જમાલિકુમારની માફક દરેક ક્રિયાઓ શરૂ કરી. એટલે પૂર્વ દિશા તરફ મુખ રખાવીને ગજસુકુમાલને સેનાના સિંહાસન ઉપર બેસાડીને ૧૦૮ કળશ સુવર્ણના, ૧૦૮ ચાંદીન, ૧૦૮ રૂપાનાં, ૧૦૮ રત્નજડિત સેનાનાં, આવી રીતે ૧૦૮ જાતિના ૧૦૮–૧૦૮ કળશ વડે ગજસુકુમાલને સ્નાન કરાવ્યું. સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા અને ઠાઠમાઠથી ગજસુકુમાલની દીક્ષાને વરઘોડે ચઢાવ્યા.
પિતાના લાડકવાયા વીરાને દીક્ષા મહોત્સવ ઉજવવા માટે કુણુવાસુદેવે આખી દ્વારકા નગરી શણગારી છે. ઠાઠમાઠને પાર નથી. આજે સામાન્ય કે શ્રીમંત ઘરના દીકરાદીકરીઓ દીક્ષા લેવા નીકળે છે તે પણ તેને દીક્ષા મહોત્સવ કેટલા ઠાઠમાઠથી ઉજવાય છે. ત્યારે આ તે ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવને લાડકવાયે હીરા જે વીરે દીક્ષા લે છે તે તેના દીક્ષા મહત્સવમાં શું ખામી હેય ! મૂલ્યવાન વસ્ત્રાભૂષણે પહેરાવી-ગણગારીને ગજસુકુમાલને તૈયાર ક્ય, પણ વૈરાગીને તે એ તલસાટ છે કે હવે ઝટ ભગવાનના ચરણમાં પહોંચી જાઉં. ગજસુકુમાલને વરઘેડે ચઢતાં જોઈને તેમની માતાનું હૈયું ચીરાઈ જાય છે. કૃષ્ણવાસુદેવ પિતાના વીરાને ભગવાન પાસે જ જોઈને વિચાર કરે છે કે અહે! મારી માતાએ આઠ આઠ પુત્રોને જન્મ દીધાં. તેમાં મારા પહેલાના છ ભાઈઓએ દીક્ષા લીધી અને કાલે સવારે મારા પછીને જન્મેલે પણ દીક્ષા લેવા ચાલ્યું અને હું સંસારમાં રહી છે. હું કે કમભાગી ! આવા વિચારથી કૃષ્ણવાસુદેવની આંખમાં આંસુ આવી ગયા. તે ભાઈના સામું જોઈને વિચાર કરે છે કે એના મુખ ઉપર વૈરાગ્યના તેજ કેવા ઝળકી ઉઠયા છે! ગજસુકુમાલને જોઈને કૃષ્ણના મુખમાંથી શબ્દ સરી પડ્યા કે