________________
સારા ન વિધ્યભ ાજાએ ઈન્દ્રને રાજા બનાવ્યું અને વિન્માલીને યુવા રાજપદે સ્થાપના કરી દીક્ષા લીધી. ઈન્દ્રરાજા નામથી જ ઈન્દ્ર ન હતાં પણ સંપત્તિ અને વૈભવથી પણ ઈન્દ્ર હતાં. અમરાવતી જેવી સુંદર તેમની નગરી હતી. પ્રજાનું ખૂબ નીતિથી પાલન કરતાં હતાં. અને ઈન્દ્ર-ઇન્દ્રાણી જેવું સુખ જોગવતાં હતાં, પણ તેને નાનભાઈ વિન્માત્રી ખૂબ ઉન્ફાન બની પ્રજાની સંપત્તિ લુંટવા લાગે અને કંઈક સ્ત્રીઓનું અપહરણ કરીને તેની લાજ લૂંટવા લાગે. આ રીતે અત્યંત અત્યાચારથી પ્રજા દુઃખી થઈ ગઈ એટલે રાજાને વિનંતી કરી કે કઈ રીતે આપ યુવરાજને સમજાવે તેથી ઈન્દ્ર રાજાએ નાના ભાઈને એકાંતમાં બેસાડીને ખૂબ હિતશિખામણ આપી પણ તે દ્વેષમાં પરિણમી. તે કઈ રીતે ન સમયે ત્યારે પ્રજાના હિત માટે ઈન્દ્રરાજાએ યુવરાજને દેશનિકાલ કર્યો, એટલે તે નગરની બહાર રહીને મોટાભાઈને વિનાશ કરવાનો ઉપાય શોધવા લાગ્યા. ખૂબ વિચાર કરીને તે સુવર્ણપુર આવ્યો. ત્યાં ખરદૂષણને વંશજ તલતાલ નામને મહા બળવાન એક રાક્ષસ છે. તે વિધુમ્માલીને મિત્ર છે. બળવાન રાક્ષસને સાથે લઈને વિદ્યાન્માલી તેના મોટાભાઈને ત્રાસ આપે છે ને પ્રજાને લૂંટે છે. તેના ભયથી દુખિત બનીને ઈન્દ્ર પિતાના નગરનાં દરવાજા બંધ કરીને નગરમાં રહે છે.
નગરમાં આટલે ઉપદ્રવ થતે જોઈને એક દિવસ ઈન્દ્ર રાજાએ એકબંધુ નામના તિષીને પૂછ્યું કે આ મારે શત્રુ કયારે કરશે ? ને નગરી જ્યારે ભયયુક્ત થશે? તે કૃપા કરીને કહે, ત્યારે તિષીએ તેના જ્ઞાનમાં જોઈને કહ્યું કે, તમારા શત્રુને પાંડુરાજાને પુત્ર અર્જુન જ મારી શકે તેમ છે, કારણ કે આ જગતમાં અર્જુન સમાન બીજે કઈ ધનુર્ધારી પરાક્રમી પુરૂષ નથી. માટે તેને તું લઈ આવ, ત્યારે ઇન્દ્ર રાજાએ પૂછ્યું કે અજુન અત્યારે કયાં હશે? ત્યારે તેણે કહ્યું, હાલ અર્જુન ઈન્દ્રકલ પર્વત ઉપર વિદ્યાઓનું પુનરાવર્તન કરી રહેલ છે. તે આપ ત્યાં જઈને તેમને વિનંતી કરી ને અહીં લઈ આવે. તિષીની વાત સાંભળીને ઈન્દ્ર મને કહ્યું કે હે મિત્ર ! તું ત્યાં જઈને અર્જુનને જલ્દી લઈ આવ. તારા વિના અર્જુનને અહીં કેઈ લાવી શકે તેમ નથી. કારણ કે, તારા પિતાજીની સાથે પાંડને શું સંબંધ છે તે સાંભળ.
એક વખત તારા પિતા વિશાલાક્ષને કોઈએ ગાઢ બંધનમાં બાંધ્યા હતાં. તેમને અજુનના પિતાજી પાંડુરાજાએ છેડાવ્યા હતાં. એટલે તું જલદી ઈન્દ્રકીલ પર્વત ઉપર જઈને અર્જુનજીને લઈ આવ. માટે હું તમને લેવા માટે આવ્યો છું. આપ જલ્દી પધારીને ઈન્દ્રને ભયથી મુક્ત કરાવે. આમ વાત કરતાં ચંદ્રશેખરે અર્જુનની આંગળી સામે જોઈને પૂછ્યું કે ભાઈ! આ વીંટી આપને કેણે આપી છે? અને કહ્યું, આ વીટી અમે વનવાસ આવ્યાં ત્યારે મારા પિતાજીએ મારા મોટાભાઈ યુધિષ્ઠિરને પ્રેમથી પહેરાવી હતી અને હું જ્યારે વિદ્યાઓનું પુનરાવર્તન કરવા માટે અહીં આવ્યો ત્યારે મારા મોટાભાઈએ