________________
- ' છેવટે પ્રધાને રાણીને લાવ્યા ને કહ્યું કે આપ મહાન પવિત્ર સતી છે. આપ મહારાજનો તાવ ઉતારે. આ સમયે રાણીએ ગ્લાસમાં પાણી લઈ સર્વ પ્રથમ નવકાર મંત્રનું મરણ કર્યું. પછી બોલી કે હે શાસનદેવ ! જે મેં મન-વચન અને કાયાથી શુદ્ધ શીયળવતાનું પાલન કર્યું હોય, મારા પતિ સિવાય દુનિયાના દરેક પુરૂષને પિતા અને ભાઈ સમાન માન્યા હોય તે મારા પતિદેવનો તાવ ઉતરી જજો. આમ બોલીને રાણીએ ત્રણે વખતે પાણી છાંટયું એટલે તરત રાજાને તાવ ઉતરી ગયે. રાણી શું બેલી ને શું કર્યું તે રાજાએ નજરે જોયું. ઘણું ઉપચાર કરવા છતાં તાવ ન ઉતર્યો તેને રાણીએ પલવારમાં ઉતાર્યો. આ જોઈને રાજાને ખાત્રી થઈ ગઈ કે રાણી સતી છે. મેં બેટું કર્યું. તેની શીલ વિષે શંકા કરીને પાંચ પાંચ વર્ષ સુધી તેને તજી દીધી. તરત ઉભા થઈને રાણીને ચરણમાં પડીને માફી માંગીને કહ્યું...ધન્ય છે સતી ! મેં તારી કદર ન કરી. મને પાપીને ધિકાર છે. આ રાણીએ કહ્યું-નાથ! આપનો દોષ નથી. દેષ મારા કર્મનો છે. રાજા કહે છે, હવે હું તને પટ્ટરાણી બનાવું, પણ રાણીને આ બનાવ બનતાં જમ્બર ધક્કો લાગ્યો હતે. ક્ષણમાં સુખ અને ક્ષણમાં દુખ આપે એવા સુખનો શો ભરોસો? ધિક્કાર છે આ સંસારને! નાથ! હવે મારે સંસારમાં રહેવું નથી. મારા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લેવી છે. રાજાએ ઘણું સમજાવી પણ રાણીનું મન પીગળ્યું નહિ. એણે તે દીક્ષા લીધી.
કોઈને વીતરાગ પ્રભુની વાણી સાંભળીને સંસારની અસારતા સમજાય છે ને વૈરાગ્ય આવે છે, તે કેઈના જીવનમાં આ પ્રસંગ બનતાં ધકકો લાગીને વૈરાગ્ય આવે છે ને દીક્ષા લે છે. તમને કઈ આ ધક્કો લાગે છે કે નહિ ? સંસારમાં ધક્કા તે ઘણું લાગતા હશે પણ વૈરાગ્ય આવતું નથી, અને વીતરાગવાણી અંતરમાં ઉતરતી નથી. આપણા અધિકારના નાયક ગજસુકુમાલને કઈ દુઃખનો ધક્કો લાગ્યું ન હતું પણ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું હતું. એમને સંસારમાં રોકવા માટે ઘણું પ્રભનો આપ્યા પણ દઢ વૈરાગી રોકાય નહિ. સાચે વૈરાગી પોતે સંસારમાં રોકાતો નથી પણ તેના સંગમાં આવનારને પણ વૈરાગી બનાવી દે છે.
એક રાજકુમાર બાલપણુથી ધર્મની ભાવનાવાળો હતે. એને સંસારનો બિલકુલ મોહ ન હતો. તે ઉદાસીનભાવથી સંસારમાં રહેતો હતો. યુવાન થતાં તેને માતાપિતાએ લગ્ન કરવાનું કહ્યું, ત્યારે કુમારે કહ્યું–માતાપિતા! મારે લગ્ન કરવું નથી. મારે આત્મકલ્યાણ કરવા દીક્ષા લેવી છે, પણ માતાપિતા માન્યા નહિ ને પરાણે બે રાજકન્યાઓ સાથે તેને પરણાવ્ય. કોડ ભરેલી બે રાજકન્યાઓ પરણીને આવી. તેના હૈયામાં હર્ષ સમાતો નથી. આ મેહઘેલી કન્યાઓએ સુંદર મસાલા નાંખી બે પાનના બીડા તૈયાર કરી પિતાની શા-૯૬