________________
૫૮
શારદા દર્શન મને પહેરાવી છે. આ વીંટી મારા પિતાજીને કેઈ વિદ્યારે આપેલી છે, તેમ મોટાભાઈ કેહતા હતાં, ત્યારે ચંદ્રશેખરે કહ્યું-ભાઈ! મારા પિતાજી વિશાલાક્ષ અને તમારા પિતાજી પાંડુરાજા એ બંનેના પ્રેમની નિશાનીની સાક્ષીરૂપ આ મુદ્રિકા તારા હાથમાં ચમકી રહી છે. મારા અને તમારા પિતા વચ્ચે પ્રેમ હતું તે સંતાનમાં પ્રેમ વધે તેમાં શું નવાઈ? આ વીંટીથી વિદ્યાધરના શસ્ત્રોના ઘા રૂઝાઈ જાય છે. અને તેનાથી બીજા ઘણાં ઉપદ્રવે શાંત થાય છે. આ વીંટી ખૂબ પ્રભાવશાળી છે. તમે તેને સદા તમારી સાથે રાખજો. આ રીતે કહ્યું એટલે અર્જુને કહ્યું–તમે તે મારા મોટાભાઈ થયા. હું યુધિષ્ઠિરની માકફ તમારી આજ્ઞા માનું છું. એટલે ચંદ્રશેખરે કહ્યું તમે મારી સાથે જલ્દી પધારે, જેથી ઈન્દ્રરાજાની ચિંતા દૂર થાય. આ પ્રમાણે કહી ચંદ્રશેખરે અર્જુનને વિમાનમાં બેસા. હવે તેઓ કયાં જશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૭ આ સુદ ૧૫ ને બુધવાર
તા. ૨૬-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આપણે અંતગડસૂત્રને ગજસુકુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલકુમારનું હૈયું સંયમ લેવા માટે હિલેળા મારી રહ્યું છે. એના મનનાં મને રથ પૂરા થયા છે એટલે આનંદને પાર નથી. ત્યારે દેવકીમાતાને પુત્રને મેહ છે, એના મનેર અધૂરા રહ્યા છે એટલે અનરાધાર રહે છે. છતાં રડતાં રડતાં દીકરાને કહે છે બેટા! તું સંયમ લઈને એવું ચારિત્ર પાળજે કે ફરીને તારે જન્મ મરણના ત્રાસ વેઠવા ન પડે, અને મારા જેવી માતાઓને રડાવવી પડે નહિ. માતાએ આ પ્રમાણે હિતશિખામણ આપી. આ સાંભળીને કૃષ્ણવાસુદેવનું હૃદય પીગળી ગયું. અહ! મારી માતા મારા ભાઈને કેવી હિતશિખામણ આપે છે ને વીરે કે સાંભળે છે. ત્યારે હું પણ તેને કંઈક કહું. હવે કૃષ્ણવાસુદેવ તેમના લઘુ બંધવાને શું કહે છે –
વીર મારા સંસાર છોડી, ચાલ્યા સંયમ વાટ. જે વીરભગવંતની સેવા કદીએ ભૂલીશ ના...વીર મા.
હે મારા લાડીલા વીરા ! તું અમને બધાને છોડીને સંયમના પંથે જાય છે તે ત્યાં આપણું જીવનઉદ્ધારક નેમનાથ ભગવાનની સેવા કરવાનું કદી ભૂલીશ નહિ. તું અમને બધાને રડાવીને જાય છે પણ ભગવાનને એ અર્પણ થઈ જજે તારું કે જલદી કલ્યાણું થઈ જાય. હજુ આગળ કહે છે કે