________________
છપર્ક
શારદા દર્શન એ ગુરૂની સેવા કરું, અરે, મારું જીવન આપી દઉં તે પણ હું ગુરૂના ઋણમાંથી મુક્ત બની શકું તેમ નથી. એના દિલમાં એક જ ભાવ હોય છે કે ગુરૂ મારા શ્વાસ અને ગુરૂ મારા પ્રાણ છે. એ કહે તેમજ મારે કરવાનું. મન, વચન અને કાયાથી જેણે ગુરૂના ચરણમાં જીવન અર્પણ કરી દીધું છે તેવા શિષ્ય ગુરૂ આજ્ઞામાં તરબોળ રહે તે તેવા આત્માનું જલદી કલ્યાણ થઈ જાય છે.
આ રીતે ગજસુકુમાલનું હૈયું થનગની ઉઠયું. બસ, મને જે જોઈતું હતું તે મળી ગયું. હવે મારે બીજું કંઈ જોઈતું નથી. પણ દેવકી માતાનું કાળજું ચીરાઈ જાય છે. તે રડતી રડતી કહે છે ભગવાન ! આ મારે લાડીલે ખાતે સૂવે છે ને ખાતે ઉઠે છે. એ ભૂખ્યા રહી શકતા નથી. આપને ત્યાં તે સંતે બહુ તપ કરે છે પણ આ મારા લાલને તમે બહુ તપ કરવા દેશે નહિ. તપસ્યા કરતાં એને વાર, ભૂખ્યાની લેજો સંભાળ, હે પ્રભુજી મારા, હું રે વહેરાવું મારા કાળજડાની કેર રે..અનુમતી દીધી દેવકીએ રેવંતા,
આપના સંતેને બહુ તપ કરતાં જેશે તે આ મારે નંદ તપ કરવા તૈયાર થઈ જશે પણ આપ તેને સમજાવીને તપ કરતાં રોકજો. શિયાળાની ઠંડી પડે ત્યારે એને ખૂબ સાચવજે.
ઉનાળે તડકા બહુ પડશે, ત્યારે પ્રભુજી ના કરશે વિહાર રે, મારો કમળ લાલ કરમાઈ જશે, અનુમતી દીધી દેવકીએ રેવંતા,
હે ભગવાન ! ઉનાળામાં ખૂબ તડકા પડશે. તે કદી ખુલ્લા પગે ચા નથી માટે આપ ઉનાળામાં બહુ વિહાર ન કરાવશે. આ ગુલાબના ગોટા જે મારે લાલ તાપમાં કરમાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. ચેમાસામાં આહાર પાણીને જેગ ન મળે ત્યારે તમે તેને સમજાવીને સ્થિર રાખો. મોહવશ માતા બેલે છે ને ભગવાન સાંભળે છે. સર્વજ્ઞ પ્રભુ તે શું બનશે તે બધું જાણે છે. દેવકીજીએ પહેલાં ભગવાનને ભલામણ કરી. પછી તેને દીકરાને કહે છે બેટા ! મેં તે તને ઘણું ઘણું સમજાવ્યું, સંસારના પ્રભને આપ્યા ને તારી ઘણી કસોટી કરી છતાં તું પાછો પડે નહિ, તારે વૈરાગ્ય સે ટચના સોના જેવું છે. - સિંહની પેરે સંયમ લીયે છે, સિંહની જેમ તું પાળજે. ફ પાછે ના પડતે લગીરે રે હે લાલ...મેક્ષમાં વહેલા સિધાવજે,
'હે મારા લાલ ! તું સિંહ જેવા શૂરવીર બનીને નીકળે છે. તે જ્યારે કષ્ટ પડે ત્યારે ખૂબ દઢ રહેજે. તેમાં પાછી પાની કરીશ નહિ. શિયાળ જે ન બનીશ, એ વિષયમાં હું તને ઘણું ઘણું કહી ચૂકી છું અને હજુ પણ કહું છું કે બાવીસ પરિષહ સહન કરવા બહુ