________________
શારદા દર્શન
૭પ૧ સેનૈયા આપીને પાતરા મંગાવે અને એક લાખ રૂપિયા મારા વાળ વડા કરવા માટે નાઈને હજામને) બોલાવીને આપે. વૈરાગીને જે જોઈતું હતું તે માંગી લીધું. આથી માતfજલાના મનમાં થઈ ગયું કે બસ, મારે દીકારે હવે ચાલ્યો ! એ એમનાથ પ્રભુના ચરણમાં જીવનનૈયા ઝૂકાવશે, અરેરે...મને મારા દીકરાને વિગ પડશે, આંખમાં આસું વહાવતી દેવકીમાતા કહે છે કે – વિગ રૂપી ગંગા ને આંસુડાની ધારા, બોલ બેટા બેલે તમે રેકોશો કે નહિ,
કેટલા દિવસો વીત્યા તને સમજાવવામાં, હૈયે આશા હતી તું રહીશ રાજસિંહાસને. એ આશાને ફળીભૂત કરવા રોકાશો કે નહિબોલ બેટા... .
હે દીકરા ! બસ, તું તારી માતાને રડતી મૂકીને ચાલ્યા જઈશ? તું મારા સામું તે જે, તારા માટે મેં કેટલા મનેર બાંધ્યા હતા ! આટલા દિવસથી હું તને સમજાવું છું પણ તને કંઈ અસર ન થઈ. મને તે આશા હતી કે એક દિવસ તને રાજસિંહને બેસાડીશ તે તું કાયમ માટે તારા પિતાજીની ગાદી સંભાળશે. બોલ બેટા ! તું મારી એ આશા પૂરી કરવા નહિ રોકાય? બંધુઓ ! વિચાર કરે. જે માતા આટલા દિવસથી સમજાવે છે છતાં સમજાતું નથી તે હવે સમજવાનું છે? જેને એક ક્ષણ સંસારમાં રહેવું ગમતું નથી તે કાયમ માટે રહેવાને હતે? દેવકીજી ધમઠ હતાં છતાં મેહનીય કર્મને ઉછાળો આવવાથી તે આમ બોલી રહ્યા છે. તેમની આંખમાંથી ગંગાજમના વહી રહ્યા છે. આ આંસુ પરાણે લાવેલા ન હતાં પણ માતાને વાત્સલ્યનાં વહેણ હતાં. વસુદેવ રાજાને પણ ખૂબ દુઃખ થયું, અને જે દીક્ષાના પ્રેમી, દીક્ષા માટે દાંડી પીટાવનાર કૃષ્ણ વાસુદેવના દિલમાં પણ દુઃખ થયું કે મારે લાડીલે બંધ ચા જશે. ભાઈને વિયેગનું દિલમાં દુઃખ હતું, સાથે પિતાના આત્મા માટે ખેદ થયે કે મારે ભાઈ દીક્ષા લેશે ને હું રહી જઈશ! મારા બોરીવલી સંઘના કોઈ કૃષ્ણને આ ખેદ થાય છે ખરે? ગજસુકુમાલના વિયેગથી બધાની આંખમાંથી આંસુની ધાર વહે છે. દેવકીમાતાનું હૈયું ચીરાઈ જાય છે પણ વૈરાગીને તેની અસર ન થાય. બધાંને રડતાં જઈને વૈરાગી ને કહે કે હાય હાય- દીક્ષા લેવા જાઉં છું ને મારી માતા આટલું બધું રડે છે તે એનું શું થશે ? એ તે સિંહ જે શૂરવીર હોય. બધાને મૂકીને છલાંગ મારીને નીકળી જાય. તે પાછું વાળીને ન દેખે. (અહીંયા પૂ. મહાસતીજીએ શાલીભદ્રને દાખલે આપ્યું હતું કે તેઓ એક ચિનગારી મળતાં જાગી ઉઠ્યા અને સંસાર છોડી ચાલ્યા ગયા, તેમ તમારે પણ એક વાર મેહ અને રાગ છેડવો પડશે. જે મુક્તિ વહાલી લાગી હોય તે સંસારનો રાગ ડો. તે સિવાય મુક્તિ નહિ મળે. રાગ છે ત્યાં સંસાર છે.)
ગજસુકુમાલની માતા કેટલું રડે છે છતાં ગજસુકુમાલ કેવા દઢ છે. માતાપિતાને કહી દીધું કે મારા માટે ત્રણ લાખ સોનૈયા ભંડારમાંથી કાઢે. એક લાખ સોનૈયાને