________________
સારા દર્શન દુખ છે? ત્યારે દુર્યોધને કહ્યું, મામા! મને સમાચાર મળ્યા છે કે હજુ પાંડવે જીવતા છે. મેં તેમને મારવા માટે જેટલા પ્રયાસ કર્યો તે બધાં નિષ્ફળ ગયા. તે કેવી રીતે જીવતાં રહ્યા એ જ મને નવાઈ લાગે છે. એમણે કિર, હિડંબ અને બક એ ત્રણ રાક્ષસને માર્યા તેથી તેમની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ છે. ઠેર ઠેર તેમની પ્રશંસા થાય છે. આ વ્યાધિ મને રાત-દિવસ સતાવી રહી છે. તેને કઈ ઈલાજ હેય તે બતાવે.
શકુનિએ દુર્યોધનને બતાવેલ ઉપાય – દુર્યોધનના મનના દુઃખને દૂર કરવા શકુનિએ કહ્યું બેટા ! તું પાંડને મારવાની ઈચ્છા રાખે છે તે સમજી લે કે પાંડ મરી ગયા છે. ક્યાં આગિયા જેવા પાંડ અને ક્યાં સૂર્ય જેવા તમે! તમારા જેટલી રાજલક્ષ્મી બીજા કેઈની પાસે નથી. હવે પાંડને જીતવાને એક ઉપાય છે, તે બતાવું. હાલ પાંડે દ્વૈતવનમાં છે. તે તમે ત્યાં તમારી મેટી વિશાળ સેના અને સંપત્તિ લઈને જાઓ. તમારી સાગર જેવી સેના આગળ પાંચ પાંડે તે બિન્દુ સમાન કહેવાય. તમે મેટું લશ્કર લઈને ઠાઠમાઠથી જશે તે પાંડ આ જોઈને બળી જશે, ને જીવતાં મૃત કલેવર જેવા બની જશે. માટે હવે તું શેક કરીશ નહિ કે ગૂરીશ નહિ. એમ કહી શકુનિએ દુર્યોધનને શાંત કર્યો. આ બધી ગુપ્ત વાત વિદુરજીના જાણવામાં આવી છે.. તેથી વિદુરજીએ સંદેશ આપવા માટે મને મેક છે કે તમે બધા હવે બધી રીતે ખૂબ સાવધાન રહેશે.
પ્રિયંવદના મુખેથી વાત સાંભળીને પાંડવો બેલી ઊઠયા કે વિદુરજી અમારું કેટલું બધું ધ્યાન રાખે છે. ગમે ત્યાંથી દુર્યોધનની ગુપ્ત વાત જાણી લાવે છે ને આપણને સજાગ રહેવા સંદેશ મોકલાવે છે. વારણાવતીમાં લાખના મહેલમાંથી જે ક્ષેમકુશળ બચ્યા હોઈએ તે તેમને જ પ્રતાપ છે, અને અત્યારે પણ આપણા હિત માટે સંદેશો આપવા મોકલે. તેમને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછા છે. આ પ્રમાણે વિદુરજીને આભાર માન્યા પછી તેમણે પ્રિયવંદને પૂછ્યું કે પ્રજા તે સુખી છે ને? દુર્યોધન કેવી રીતે રાજ્યનું પાલન કરે છે? પ્રિયંવદે કહ્યું તમારા મરણની વાત સાંભળીને પ્રજાજને ખૂબ રડવા ને ગૂરવા લાગ્યા, અને કપટી દુર્યોધન પણ ઉપરથી શેક વ્યક્ત કરીને કહેવા લાગે કે જે બનવાનું હતું તે બની ગયું. તેમાં આપણે કોઈ ઈલાજ કે ઉપાય નથી. તમે શા માટે રડે છે? મને તમારા જ પુત્ર માને. હું તમારી સેવા કરીશ, એમ મીઠું મીઠું બોલતે હતે. તમારી પાછા આવવાની આશા છૂટી જતાં પ્રજાજને તેની આજ્ઞાનું પાલન કરે છે, અને દુર્યોધન પણ સારી રીતે રાજ્યનું પાલન કરે છે. આપના મૃત્યુના સમાચારથી નિરાશ બનેલા ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય વિગેરેને વિનયવિવેકથી દુર્યોધને પિતાને વશ બનાવી દીધા છે. તે પ્રજાને ખૂબ સંતોષ આપે છે. દુર્યોધન રાજા બન્યા પછી કુરૂ દેશમાં ચ નીતિ કે ચેરીનું નામનિશાન નથી. છતાં આપને દુધને મારી નાંખ્યા છે