________________
ચારતા
જ
૭૪૩
સમાચાર પહોંચી જતાં આખી નગરીમાં શોક છવાઈ ગયે. નાના મોટા બધાએ ખાનપાનને ત્યાગ કર્યો.
પ્રજાજનો કરૂણ વિલાપમાં અને દુર્યોધન, કર્ણ અને શકુનિ આનંદમાં” :- ઈન્દ્રપ્રસ્થમાં પણ આ સમાચાર પહોંચતા દુર્યોધન, શકુની અને કર્ણ સિવાય દરેકના દિલમાં દુખ થયું. ફકત ત્રણ વ્યકિતઓને આનંદ હતે. પાંડુરાજા તથા વિદુરજીએ મને એકાંતમાં બેસાડીને બધા સમાચાર પૂછયા ત્યારે મેં નજરે દેખેલી તમામ હકીક્ત કહી સંભળાવી. મારા મુખેથી બધી વાત સાંભળીને તે તરત બેભાન બની ગયા. એટલે મેં પાણી છાંટયું, પવન નાંખે ત્યારે તેઓ ભાનમાં આવ્યા ને વિલાપ કરીને બેલવા લાગ્યા કે હે દીકરાઓ! મેં તમને પહેલેથી સૂચના આપીને ચેતાવ્યા હતા. તે શું તમે ભૂલી ગયા? તમને દુષ્ટ અગ્નિએ કેવી રીતે બન્યા? પાંડુરાજાં તે ખૂબ વિલાપ કરીને તમેને યાદ કરીને રડતા રડતા બલવાં લાગ્યા કે હે પુત્રો! તમારા વિના મારા મારો કેણ પૂરા કરશે? તમે મને છોડીને ચાલ્યા ગયાં તે હવે મારે જીવીને શું કામ છે? હું આપઘાત કરીને મારા જીવનને અંત લાવીશ. આ સમયે વિદુરજી તેમને આશ્વાસન આપવા લાગ્યા કે હે પાંડુરાજા! તમે ગૂરશે નહિ, કપાત કરશે નહિ. પ્રિયંવદ ભલે નજરે જઈને આવ્યું હોય પણ મને એ વાત ઉપર વિશ્વાસ બેસતું નથી કે તમારા પુત્રે આગમાં બળે.
જ્ઞાની કે હું વચન યે સાથે, જૂઠે ન હેત લગાર, ઇસ કારણ વિશ્વાસ કરો તુમ, સંશય દૂર નિવાર હોતા
કેવળી ભગવંતના વચન છે કે પાંચ પાંડ મિક્ષગામી છે. રાજ્યસુખ ભોગવીને પછી દીક્ષા લેશે ને મોક્ષમાં જશે. એ વચન કદી મિથ્યા નહિ થાય. માટે શાંતિ રાખે. ભગવાનના વચનમાં સંશય ના રાખે. આ રીતે વિદુરજીના કહેવાથી પાંડુરાજાનું મન કંઈક શાંત થયું. એ અરસામાં એક નૈમિત્તિક ફરતે ફરતે ત્યાં આવ્યું. તેને પાંડુરાજાએ પુત્ર સબંધી વાત પૂછી, ત્યારે તેણે કહ્યું કે મારા જ્ઞાનમાં જોતા એમ લાગે છે કે તમારા પાંચેય પુત્રો, પત્ની અને પુત્રવધૂ બધા જીવતા છે ને સુખમાં છે તે તમને થોડા સમયમાં ખબર પડી જશે. બીજી બાજુ તમારા મરણના સમાચારથી ઈન્દ્રપ્રસ્થની પ્રજા શોકાકુલ બની ગઈ પણ દુર્યોધન રાજી રાજી થઈ ગયો. તેના મનમાં થયું કે હાશ.... હવે મારા દશમને મરી ગયા. હું નિરાંતે રાજ્ય ભોગવીશ. તેના સાગરિતે પણ ખુશ થયા. એ પાંડના મરણને મંગલ માનતે હતે. હજુ પ્રિયંવદ પાંડેને આગળ શું કહેશે તેના ભાવ અવસરે.