________________
સરવા કાન
{
પૂરા ગાઇ શકુ નહિ. ખરેખર, કેવળી ભગવ`તના વચનો સાચા પડયા. તમે જ પાંડવા છો, દેવશર્માએ પાંડવાને પોતાને ઘેર રાખ્યા તેથી રાજાએ તેને પણ ખૂ” ધન્યવાદ આપ્યા. પાંડવાનો યશ ચારે તરફ ખૂખ ફેલાયેા. એક દિવસ યુધિષ્ઠિરે પેાતાના ભાઈએ, કુંતામાતા અને દ્રૌપદીને એકાંતમાં બેસાડીને વાત કરી કે ભીમે ખક રાક્ષસને મા ત્યારથી આપણા યશ ચારે દિશામાં ફેલાઈ ગયા છે ને દેશદેશમાં આ વાતની જાણુ થઈ ગઈ છે. જ્યારે દુર્યોધનને જાણ થશે કે પાંડવા જીવતા છે ને તે આ રાજ્યમાં છે ત્યારે આપણને સુખે રહેવા નહિ દે, અને આપણે જવાની રજા માંગીશું' તે આ લાકે આપણને જવા નહિ દે. તેના કરતા આજે મધરાત્રે આપણે આ નગર છોડીને વનમાં ચાલ્યા જઇએ. બધાએ યુધિષ્ઠિરની વાતનો સ્વીકાર કર્યાં ને મધરાત્રે નગર છોડીને જવાનું નક્કી કર્યું .
એચકા નગરી છેાડતા પાંડવા : દેવશર્માને કહ્યા વગર મધરાત્રે બધા ઉઠયાં અને કોઇને ખબર ન પડે તે રીતે નગર બહાર નીકળી ગયા. ઘનઘાર અધારી રાત હતી. કયાંય રસ્તા સૂઝતા ન હતા એટલે ભીમે હિડ'બાએ આપેલી ચાક્ષુષી વિદ્યાનો પ્રયાગ કર્યો તેથી ભીમની આંખમાંથી સલાઈટની માફક પ્રકાશ નીકળવા લાગ્યા. તેના સહારે સૌ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં કુંતાજી અને દ્રૌપદી ખૂબ થાકયા એટલે ભીમે તેમને ખભે બેસાડી દીધા. જે થાકે તેને ભીમ ઉંચકી લેતે. આ રીતે ચાલતાં તે દ્વૈતવનમાં આવ્યા. આ દ્વૈતવન ફળફુલના વૃક્ષેાથી હરિયાળુ અને હિંસક પશુએથી ભયાનક હતું. આવા વનમાં પાંડવા એક પાંદડાની ઝુંપડી બનાવીને ત્યાં રહેવા લાગ્યા. જંગલને મંગલ માની આન ંદ કરતા પાંડવા : ભીમ દરરાજ જાતજાતના ફળે. લાવીને બધાને ખવડાવના, સહદેવ કેામળ વલ્કલ લાવીને કુટુંબને આપતા, નકુળ ખાખરાના સુંદર પાંદડાથી ઝુ’પડી ખનાવીને કુટુ અની ભક્તિ કરતા, અર્જુન બધાની રક્ષા માટે રાતદિવસ ધનુષ્ય બાણુ લઇને ચાકી કરતા. કુ'તાજી વનવાસના દિવસે ક્ષેમકુશળ પસાર થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતા. દ્રૌપદી ઘરકામ કરતી. આ રીતે ખધા આનંદથી રહેતા હતા. દ્રૌપદી કુંતાજીની સેવા કરી તેમને પ્રસન્ન રાખતી હતી. ચારે ભાઈ ઓ ધરાજાની ખૂબ સેવાભક્તિ કરતા.
પ્રિયંવદને પૃચ્છા કરતા ધમરાજા : એક દિવસ સવારમાં યુધિષ્ઠિર વેત્રાસન પર બેઠા હતાં. ભીમ તેમના પગ દબાવતા હતા. કુ તાજી પુત્રા પાસે બેસીને કંઈક વાતચીત કરતા હતા. તે સમયે અર્જુને દૂરથી એક મુસાફરને આવતા જોચેા. એ નજીક આવ્યા એટલે અર્જુને તેને એળખ્યા ને ધમ રાજાને તેના આગમનના સમાચાર આપ્યા. એ માણસે આવીને ધમરાજાને પ્રણામ કર્યાં. સહદેવે તેને બેસવા માટે આસન આપ્યુ. પછી યુધિષ્ઠિરે તેને પૂછ્યું'. પ્રિયંવદ! તુ હસ્તિનાપુરથી આવ્યા છે ને ? તેણે કહ્યું હા. ત્યાં અમારા પૂજ્ય પિતાજી, સત્યવતી, માદ્રી વિગેરે માતાએ, સદા અમારું હિત