________________
શારદા દર્શન પણું માનથી બેલાવતા હતાં. અહીં બધાએ સમજવું કે મધુરવાણી બોલવાથી બધાને પ્રેમ સંપાદન કરી શકાય છે. આપ જાણે છે કે જીભથી જગતને દુશ્મન પણ બનાવી શકાય છે ને દસ્ત પણ બનાવી શકાય છે. મીઠી વાણું સૌને સાકર જેવી લાગે છે, ને કડવી વાણી સેમલ જેવી લાગે છે. માખીઓ સાકર ઉપર જઈને બેસે છે પણ સેમલ ઉપર બેસતી નથી, તેમ જેની વાણીમાં મધુરતા છે તેની પાસે બધા પ્રેમથી જાય છે, તેનું કામ કરી આપે છે પણ જેની ભાષામાં કડવાશ છે તેમની પાસે કેઈને જવાનું મન થતું નથી. એની કડવી ભાષાથી માણસે ધ્રુજી ઉઠે છે. ઘણાં માણસને એ સ્વભાવ હોય છે કે વિના કારણે ગુસ્સે કર્યા કરતા હોય છે. એ બેલે તે પણ ઘરનાં ફફડી ઉઠે. એનાં બાળકે પણ ફફડતાં હોય છે. હેજ નુકશાન થાય તે પણ બાળક મા-બાપથી જેમ પારેવું બિલાડીને જોઈને ફફડે તેમ ફફડે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક સુખી કુટુંબમાં નવ વર્ષની છોકરી હતી. આ છોકરીની માતા એવા કુર સ્વભાવની હતી કે નાની નજીવી ભૂલ કરે તે એની માતા ખૂબ માર મારતી હતી ને ગુસ્સે થઈ ગમે તેવા શબ્દો બેલતી એટલે છોકરી સદા એની માતાથી ફફડતી હતી. એક વખત લગ્નની સીઝન આવી એટલે છોકરીની માતાએ નવા નવા કપડા સીવડાવ્યા. છોકરી માટે પણ નવું ફોક સીવડાવ્યું હતું. એક દિવસ લગ્નમાં જવાનું હતું તેથી બેબીને નવું ફ્રોક પહેરાવીને લઈ ગયા. કઈ જગ્યાએ ખીલીમાં ભરાઈને બેબીનું ફોક ફાટી ગયું. એટલે છોકરી તે ધ્રુજવા લાગી. કારણ કે પાણીને ગ્લાસ ઢળાઈ જાય તે પણ માતા મારતી હતી તે પછી કોક ફાટે તે તે આવી જ બને ને! શું બાકી રહે ? રાત્રે લગ્નમાંથી ઘેર આવ્યા. બેબીના મનમાં થયું કે મારી મમ્મી ક્રોક ફાટેલું જેશે તે મને મારશે. તેના કરતાં હું કબાટમાંથી સોય લઈને છાનીમાની કોકને રફુ કરીને સાધી લઉં. આમ વિચાર કરી નીચે જઈને કબાટમાંથી બેબીએ બે સેય કાઢી પણ એ સોય બરાબર ન હતી એટલે તેણે તે બે સેય મેઢામાં મૂકીને દાંત નીચે દબાવીને બીજી સારી સેય શોધવા લાગી. ઘણુંને સીવતા સીવતા સેય મોઢામાં મૂકી દેવાની આદત હોય છે. આ તે નાની બાળકી હતી. એ બે સેયે દાંતમાં ભરાવીને રકું કરવા માટે સારી સેય શોધતી હતી.
“ માની ધામાં ગભરાયેલી બેબી” -ત્યાં ઉપરથી એની માતાએ જોરથી બૂમ પાડી ક્યાં મરી ગઈ પાછી ? બૂમ એવી હતી કે જાણે વાંસામાં કેઈએ ધબ્બે માર્યો ન હોય! બેબી ધ્રુજી ઉઠી. બે સેયે દાંત નીચે દબાવી છે તે ખ્યાલ ન રહ્યો ને બેલી કે આ રહી બા. આટલું બોલતાં બે સેયે દાંતની વચ્ચેથી સીધી ગળામાં ઉતરી ગઈ. મારી બહેનો ! વિચાર કરજે. બાળક ઉપર બેટી ધાક રાખવાથી કેવું પરિણામ આવે છે! હા, બાળકો બેટા માર્ગે ન ચઢી જાય, રખડેલ ન બને તે માટે પૂરતી કાળજી અને ધાક રાખે, પણ નજીવી બાબતેમાં બાળકને બહુ સતાવવાથી તે ડરપોક બની જાય છે. માટે શાંતિથી સમજાવે પણ વાતવાતમાં ગુસ્સે ના કરે, ગુસ્સાભરી બૂમ પાડવામાં