________________
શારદા દર્શન
આનંદ થશે. પ્રજાજને નાચતા ને કુદતા હર્ષથી વન તરફ આવવા લાગ્યા. કોઈના હાથમાં મતીના થાળ છે, કેઈના હાથમાં સોના ચાંદીના ફૂલ છે, કોઈના હાથમાં ફૂલના હાર છે, કેઈ ગુલાલ ઉડાડે છે. જેમ કે પવિત્ર દિવસ હોય ત્યારે માણસે ભજન મંડળીઓ લઈને નીકળે છે તેમ આ નગરજનો પણ. મંડળીઓ લઈને નગર બહાર હર્ષ મનાવવા માટે જવા લાગ્યા. આ વાતની ખબર પડતાં રાજા પણ મેટું લશ્કર લઈને હર્ષ મનાવવા માટે નીકળ્યા. ઢોલ નગરા વિગેરે મંગલ વાજિ વાગવા લાગ્યા. જાણે કઈ માટે ઉત્સવ ન હોય! રાજા અને પ્રજા બધા જયાં પાંડ હતાં ત્યાં આવ્યા. રાજાને આવતા જોઈને ભીમ યુધિષ્ઠિરની બાજુમાં બેસી ગયે ને દ્રૌપદી કુંતાની બાજુમાં બેસી ગઈ. રાજા આવીને યુધિષ્ઠિરના ચરણમાં પડી ગયા ને હીરા મોતીથી વધાવ્યા. પ્રજાજને પણ તેમને હીરા મોતી અને ફૂલથી વધાવવા લાગ્યા. પાંડને જોઈને નગરજને બેલવા લાગ્યા કે આ મહેમાને તે દેવશર્માને ઘેર ઘણાં વખતથી આવ્યા છે પણ આપણે આ ઉત્તમ આત્માઓને ઓળખ્યાં નહિ. દેવશર્મા કહે કે મેં તે આવ્યા ત્યારથી ઓળખી લીધા હતા કે આ કઈ પવિત્ર આત્માઓ છે. લેકે દેવશર્માને પણ ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય છે તમને! તમે તેમને ઘરમાં રાખ્યા તે કાયમ માટે નગરીમાંથી ઉપદ્રવ મટી ગયે. આમ પ્રજાજનો બેલે છે ત્યારે જેના દીકરા, પતિ, મા, બહેન રાક્ષસને ભેગ બની ગયા છે તેમની આંખમાં આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન! તમે વહેલા આવ્યા હિત તે અમારા દીકરા મરત નહિ ને! છતાં હવે શાંતિ થશે એ વિચારે આનંદ મનાવવા લાગ્યા. બધા પાંડવેની સામે બેસી ગયા. જાણે જંગલમાં મંગલ બની ગયું ન હોય! અત્યાર સુધી તે જેને રાક્ષસના ભોગ બનવાનું હોય તે જ આવતાં હતાં. હવે એક રાક્ષસ મરી ગયે એટલે બધા નિર્ભય બનીને આવવા લાગ્યા. રાજા બે હાથ જોડીને કહે છે તે પવિત્ર પુરૂષ આપે અમારી નગરીને નિર્ભય કરીને મહાન ઉપકાર કર્યો છે. આપના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. એક વખત અમારી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા હતા, ત્યારે આ વિષે અમે ભગવાનને પૃચ્છા કરેલી, ત્યારે તે સમયે ભગવતે કહ્યું કે જુગારમાં હારીને પાંડવે વનવાસ માટે નીકળી ફરતા ફરતા અહીં આવશે અને તે બક રાક્ષસને વધ કરી નગરીને દુઃખમુકત બનાવશે. અમે પાંડેની ખૂબ રાહ જોઈ પણ હસ્તિનાપુરના એક મુસાફરે ખબર આપ્યા કે કૌરવોએ કપટ કરીને પાંડવોને બાળી મૂક્યા છે તેથી અમે નિરાશ બની ગયા હતા પણ આજે આપે બક રાક્ષસને વધ કરી નગરજનેને અભયદાન આપ્યું છે તેથી મને તે લાગે છે કે આપ પાંડે જ છે. કારણ કે કેવળી ભગવંતના વચનો કદી મિથ્યા ન થાય. રાજા યુધિષ્ઠિરના સામું જોઈને કહે છે કે હું આપના કયા શબ્દમાં ગુણ ગાઉં ! આપના ગુણ ગાવા મારી પાસે શબ્દો નથી, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, મેં બકને માર્યો નથી. આ મારા નાના ભાઈ ભીમે બકને માર્યો છે. રાજાએ પુછયું હે પરાક્રમી પુરૂષ! તમે બક રાક્ષસને