________________
છર
શારદા દર્શન
કાયમનો વિયોગ પડી જાય ને! એટલે આ શબ્દ તેને કવીનાઈનથી પણ અધિક કડવા ઝેર જેવા લાગ્યા. હૃદયમાં ભયંકર આઘાત લાગ્યા. એ દુઃખને વચન દ્વારા બહાર પ્રગટ કરી શકી નહિ. અંતરમાં દુઃખને અનુભવ કરવા લાગી. તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. અત્યંત શેકના કારણે તેનું શરીર થરથર ધ્રુજવા લાગ્યું. શરીર એકદમ શેષાઈ ગયું. કરમાઈ ગયેલાં કમળની માફક તેના મુખની કાતિ એકદમ નિસ્તેજ દેખાવા લાગી.
બેભાન બનેલા દેવકીમાતા” :- ગજસુકુમાલે કહ્યું –હે મારા માતા પિતા! મારે દીક્ષા લેવી છે. મને દીક્ષાની આજ્ઞા આપે. આ શબ્દ તેની છાતીમાં તીર જેવા ભેંકાઈ ગયા, ત્યારથી તેનું શરીર રેગી માણસની જેમ પ્લાન અને દુબળું પડી ગયું. એના શરીરનું લાવણ્ય કેણ જાણે કયાંય અદશ્ય થઈ ગયું. તે નિસ્તેજ થઈને એકદમ શોભા રહિત બની ગઈ. તે શેકથી એટલી બધી દુર્બળ થઈ ગઈ કે તેણે જે આભૂષણે પહેર્યા હતા તેમાંથી કેટલાક ઢીલા પડી ગયા, કેટલાક નીચે સરી પડયા, કેટલાક વાંકા વળી ગયા, કેટલાક નીચે પડી જવાથી તેના ટુકડે ટુકડા થઈ ગયા. તેમણે જે સાડી પહેરી હતી તે શરીર ઉપરથી ખસવા લાગી. તેને સાચવવાની પણ તેનામાં તાકાત ન રહી. માથાના સુકોમળ વાળ આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગયા, અને તે ઘડીએ ઘડીએ બેભાન થઈ જવા લાગ્યા. કુહાડીથી કપાયેલી ચંપકલત્તાની જેવી તેના શરીરની હાલત થઈ ગઈ. જેમ કેઈ ઉત્સવમાં સ્થંભની પૂજા કરવામાં આવતી હોય અને તે ઉત્સવ પૂર્ણ થતાં થંભ શેભા રહિત બની જાય છે, તેમ દેવકી રાણુ શેભારહિત દેખાવા લાગ્યા. તેમના આખા શરીરના બધા અંગે ઢીલાં થઈ ગયા, અને મણી રત્નથી જડેલા મહેલનાં આંગણામાં એકદમ બેભાન થઈને પડી ગયા. કુંવરની વાણું સુણ મૂર્છાણું માડી રે, કુંવર કુંવર કહેતાં આંખે નથી માતા પાણું રે..
દેવકી દેવીની આવી પરિસ્થિતિ જોઈને દાસીઓ દેડતી સોનાની ઝારીમાં શીતળ જળ ભરીને લાવી, અને તેમના ઉપર પાણી છાંટવા લાગી. કેટલીક દાસીઓ પંખે વીંઝવા લાગી. આવા અનેક પ્રકારના શીતોપચારથી દેવકી રણની મુછ દૂર થઈ ને ભાનમાં આવ્યા, અને તેઓ કલ્પાંત કરવા લાગ્યા. તેમની આંખમાંથી મોતીની જેમ આંસુ ટપકવા લાગ્યા. અને રડતાં રડતાં ગજસુકુમાલને કહેવા લાગ્યા કે હું મારા લાલ ! તું મારા હૈયાના હારથી પણ અધિક મને વહાલે છે. તેને જોઈને મારી આંખડી કરી જાય છે. મેં આઠ આઠ પુત્રોને જન્મ દીધે પણ છ પુત્રી તે મેં જોયા પણ નથી. અને તારા મોટાભાઈ કૃણવાસુદેવ રાજકાર્યમાંથી નિવૃત થતા નથી. તે છ મહિને એક દિવસ મારી પાસે આવે છે. હવે મારી પાસે રહેવાવાળે તો તું જ છે. તારા જેટલા મેં કેઈને લાડ લડાવ્યા નથી. એટલે તું તે મારા જીવથી પણ અધિક વહાલે છે. તને હું એક ક્ષણ પણ દૂર કરવા ઈચ્છતી નથી. હું એક ક્ષણ પણ તારે વિયેગ