________________
વ્યાખ્યાન ન. હું આસો સુદ ૬ને મંગળવાર
તા. ૧૮-૧૦-૭૭ અનંતજ્ઞાની મહાન પુરૂએ ભવ્ય જીના ઉપકારને અર્થે દ્વાદશાંગી સૂત્રની પ્રપણે કરી છે. તેમાં ગજસુકુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલને ભગવાનની વાણી સાંભળીને સંસારની અસારતાનું ભાન થયું. અહો ! અજ્ઞાનપણે વાસનાને આધીન બનીને આ જીવે અનંત કાળ જન્મ-મરણ કર્યા. જીવનના પરમધ્યેયને ભૂલી જઈને હિરાને બદલે પથ્થરને પકડવાની ઘેલછામાં અને તેને સાચવવાની પાછળ સમય બરબાદ કર્યો. હવે મારે એક ક્ષણ નકામી ગુમાવવી નથી કારણ કે ક્ષણ લાખેણી જાય છે. જલ્દી દીક્ષા લેવી છે એવો નિશ્ચય કરીને ભગવાનને વાત જણાવીને જલ્દી પોતાને ઘેર આવ્યા. તમને કદાચ વૈરાગ્ય આવી જાય તે તરત એમ કહેશે કે મારે દીક્ષા લેવી છે? કેમ બોલતા નથી? જો તમારો વૈરાગ્ય દઢ હશે તે જરૂર કહેશે પણ હડીના ઝાડ જેવા હશે તે વિચાર કરશો. નદી કિનારે હડા નામનું વૃક્ષ થાય છે. તે વૃક્ષ ઉપરથી ખૂબ ઘટાદાર હોય છે. તેની નીચે તાપથી આકુળ વ્યાકુળ થયેલા માણસે આવીને શીતળતા લેવા બેસે છે પણ એ વૃક્ષની શેભા અને ઘટા કયાં સુધી રહે છે ?
જ્યાં સુધી જોરદાર પવન અને ભયંકર વરસાદ નથી ત્યાં સુધી. જોરદાર ઉડાઉડ પવન ફેંકાય છે ત્યારે વૃક્ષ મૂળમાંથી ઉખડીને જમીન દોસ્ત બની જાય છે. તેનું કારણ એ છે કે તેના મૂળ ઉંડા અને મજબૂત હોતાં નથી. જે વૃક્ષના મૂળ ઉંડા અને મજબૂત હોય છે તે ગમે તેવા ભયંકર વાવાઝેડ થાય તે પણ ઉખડી જતા નથી, તેમ જેને વૈરાગ્ય મજબૂત હોય તે આત્માઓની ગમે તેટલી આકરી કસોટી થાય કે ગમે તેવા તેને પ્રભને આપવામાં આવે તે પણ એના ભાવથી ચલિત થતા નથી.
ગજસુકમાલે ભગવાનની દેશના સાંભળી તેથી માતાને થયેલો આનંદ”: જેને આત્મિક સુખ મેળવવાની તાલાવેલી લાગી છે તેવા ગજસુકુમાલનો વૈરાગ્ય દઢ સો ટચના સેના જેવું હતું, એટલે ભગવાનને કહ્યું કે હે પ્રભુ! હું માતા પિતાની આજ્ઞા લઈને “મુજે મવિતા પ્રવામિ” હું આપની પાસે દીક્ષા લઈશ. આ પ્રમાણે કહીને માતા પિતાને મહેલે આવ્યા. માતા દેવકીએ પિતાના પુત્રને આવતે જે એટલે હર્ષઘેલી બની ગઈ. ગજસુકુમાલ દેવકીને લાડકવા પુત્ર હતે. આમ તે એ આઠ પુત્રની માતા છે પણ છ પુત્રોને તે એણે જન્મ આપીને જોયા જ નથી સાતમાં કૃષ્ણને પણ યશોદાએ ઉછેર્યાં હતાં એટલે પુત્રને રમાડવાના ખેલાવવાના કેડ અધૂરા રહી ગયા હતા. એ ગજસુકુમાલે પૂરા કર્યા હતા, અને ગજસુકુમાલ સૌથી નાને હતું એટલે માતાને ખૂબ વહાલે હતે, ડી વાર પુત્રને ન દેખે તે તેને ચિંતા થતી હતી કે મારે પુત્ર કયાં ગયો ? એનું મુખ જુવે ત્યારે એને શાંતિ થાય, જ્યાં