________________
શારદા દેશન
૭૨૩
કહેવામાં આવે છે. આ રત્નત્રયી આત્માને અત્યંત હિતકારી છે. રત્નત્રયી એ પરમધમ છે અને એ જ મેાક્ષનો માર્ગ છે. આ રત્નત્રયી જેને મળે તેનું છત્રન ધન્ય ધન્ય ખની જાય છે. જેને આ રત્નત્રયી નથી મળી તેવા મનુષ્ય ભલે સ'સારની દષ્ટિએ શ્રીમા દેખાતા હાય પણ આત્મિક દૃષ્ટિએ તદ્દન ગરીબ છે.
આ માનવભવ રૂપી રત્નદ્વીપમાં આવીને આ દુલ ભ રત્નો મેળવી લેા. આ રત્ને જેની પાસે હાય તે કદી દુઃખી થતાં નથી, રત્નત્રયી વિનાનું જીવન અંધકારમય છે. જીવનના સાચા આનંદ કહે, પ્રકાશ કહે કે વિકાસ કહે। તે રત્નત્રયીની સાધનામાં છે. રત્નત્રયીની સાધનાથી માક્ષ મળે છે. રત્નત્રયી એ માનવજીવનને! સાર છે, સાચુ' અને શાશ્વત ધન છે. એ જ આત્માને પરમ શ્રેયકારી છે. માટે ભાવનિદ્રાના ત્યાગ કરી રત્નત્રયીની આરાધના કરી.
એક જ વખત નેમનાથ ભગવાનની વાણી સાંભળીને જેમની ભાવનિદ્રા ઉડી ગઇ છે અને જેમના અંતરમાં વીત રાગવાણીના રણકાર થયા છે તેવા ગજસુકુમાલ રત્નત્રયીની આરાધના કરવા માટે તૈયાર થાય છે. એ આત્માએ કેવા પવિત્ર હશે! એમનુ' માનવજીવન કેવુ' મઘમઘતું હશે ! એમનું જીવન ચંદનવૃક્ષ જેવું હતું. ચંદનનું વૃક્ષ સુગધીદાર અને સુંદર હોય છે પણ તેને ફરતા સર્યાં વીંટળાયેલા હાય છે. ચંદનના એક ટુકડે લેવા જવું હોય તેા કેટલુ' કષ્ટ વેઠવું પડે છે. કારણ કે જયાં સર્પો વીંટળાયેલા હાય ત્યાં ભય લાગે. હંમેશા સારી ચીજ મેળવતા કષ્ટ પડે છે. ચંદનના એક નાનકડો ટુકડો પણ કિંમતી હૈાય છે. સમજીએ તે આપણા આત્મા પણ એક ચંદનવૃક્ષ જેવા જ્ઞાન દન-ચારિત્રથી મઘમઘતાને સુંદર છે, રમણીય છે પણ એના ઉપર રાગ-દ્વેષ, માહ, મત્સર વિગેરેના ઝેરી સર્પો વીંટળાઈ ગયા છે એટલે જીવનમાગ ઉજ્જડ બની ગયા છે, પેલા ચંદન વૃક્ષને વી’ટળાયેલા સર્પા મારના એક ટહુકાર સાંભળીને ભાગી જાય છે તેમ આત્મવૃક્ષ ઉપર લાગેલા રાગ-દ્વેષ, મેહ, મત્સર વિગેરે સર્પો વીતરાગ વાણીને ટહુકાર સાંભળીને પલાયન થઈ જાય છે. સંત સતીજીએ મારલા રૂપ બનીને રોજ તમારી સામે વીતરાગ વાણીને ટહુકાર કરે છે પણ હજુ એ ટહુકાર તમારા અંતર સુધી પહેાંચતા નથી. સાંભળીને હાડેથી જી સાહેખ....જી સાહેખ કરે છે પણ હૈયેથી કહેતા નથી. જો હૈયેથી કહેતા હા તા એટા પાર થઇ જાય. જેમને જલ્દી મેાક્ષમાં જવાની લગની લાગી છે તેવા ગજસુકુમાલ માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. આજ્ઞા આપે। ને મેરી મૈયા, મારે તારવી છે જીવનનૈયા મળ્યા પ્રભુજી જીવન ખવૈયા ભવાધિના સાચા તરવૈયા, અંતર આશિષ આપે! મંગલ ગીતડા ગાવે, ચાલ્યા વૈરાગી ગજસુકુમાલ રે... હું માતા! મને તેમનાથ ભગવાન જેવા તારણહાર ગુરૂ મળ્યા છે. હવે મારી એક ક્ષણ હું' નકામી જવા દેવા ચ્છિતા નથી, મારે જલ્દી જવુ' છે, મને શા માટે