________________
શારદા દર્શન
૭૨૧
ચાલુ રાખ્યું. એક દિવસ એક ની હસ્તિનાપુરથી આવ્યો. તેને અમે પાંડના સમાચાર પૂછ્યા. તે તેણે કહ્યું કે ભાઈ! પાંડવેની શું વાત કરવી!
યાત્રિક પાસેથી પાંડના મૃત્યુ સમાચાર જાણતાં રડી રહેલી પ્રજાઅમારા હસ્તિનાપુરમાં પાંડવે ભગવાન તુલ્ય હતા પણ પાપી દુર્યોધને કપટ કરીને જુગાર રમાડ્યા, પાંડ હારી ગયા ને શું શું બન્યું તે બધી વાત કહી સંભળાવી. છેલ્લે એ પણ કહ્યું કે આટલેથી દુર્યોધનને શાંતિ ન થઈ તેથી તેણે પાંડવોને ખોટો પ્રેમ બતાવી કપટ કરીને વારણાવતીમાં બોલાવી લાખના મહેલમાં રાખીને બાળી મુક્યા આ સમાચાર સાંભળીને અમારા નગરની પ્રજા ધારા આંસુએ રડી. જાણે પોતાના સ્વજને મરી ગયા હોય તેમ વિલાપ કરવા લાગ્યા. અંતે બધા નિરાશ થયા પણ સૌના મનમાં શ્રદ્ધા હતી કે કેવળી ભગવાનના વચન ત્રણ કાળમાં ખોટા ન પડે. તેમાં આપના પુનિત પગલાં જયારથી મારે ઘેર થયાં ત્યારથી અમને થાય છે કે આપ જાણે પાંડ જ ન હો! હવે દેવશર્માને પિતાને જવું છે તેથી તે કહે છે કે હું મારી કુળદેવીને પ્રણામ કરીને જાઉં છું મને આજ્ઞા આપે. કુંતાજીએ ખૂબ સમજાવ્યું કે ભાઈ! કેવળી ભગવાનના વચન કદી નિષ્ફળ જતાં જ નથી. તું શાંતિ રાખ હું મારા પુત્રને મોકલું છું તે પણ દેવશર્મા તેના કુટુંબ સાથે કુળદેવીને પ્રણામ કરવા માટે ગયે. ત્યારે કુંતાજીએ ભીમને કહ્યું – બેટા! તું આપણું ઉપકારીનું દુઃખ દૂર કર અને સારી નગરીને ભયમુકત કરી દે અને કેવળી ભગવંતના વચનને યથાર્થ બનાવ. તારા વિના આ કાર્ય કઈ કરી શકે તેમ નથી. કુંતાજીની આજ્ઞા થતાં ભીમ બલિ લઈને ગાડીમાં બેસીને બક રાક્ષસના વનમાં ગયે. વનની શભા જોતાં જોતાં તેના મંદિર પાસે આવ્યા તે ત્યાં તેણે પૂજારીને ઉભેલ જોયો. તેને ભીમે પૂછ્યું કે ભાઈ! તું કોણ છે? પૂજારીએ કહ્યું આ બક રાક્ષસનું મંદિર છે, ને હું તેને પૂજારી છું.
ભીમનું પરાક્રમ જોતાં પૂજારીને થયેલું આશ્ચર્ય – ભીમે ખૂબ હિંમત અને નીડરતાથી પૂછ્યું કે રાક્ષસને ભેગ આપવા માટે જે માણસ આવે છે તેને કયાં રાખવામાં આવે છે? અને તે દુષ્ટ રાક્ષસ કયાં રહે છે? પૂજારીએ કહ્યું આ વધશિલા ઉપર બલિપુરૂષને બેસાડવામાં આવે છે. તું એ માટે આવ્યો છે તે બલિ માટે ચાવલ લાવ્યું છે તેને તારી આગળ મૂકીને બેસી જા, હમણાં જ બક રાક્ષસ આવીને તેને ખાઈ જશે, પણ તને જોઈને મને વિચાર આવે છે કે જયારથી રાક્ષસને ઉપદ્રવ થયે ત્યારથી દરરોજ એકેક માણસ રાક્ષસને ભેગ આપવા માટે આવે છે પણ મેં તમારા જેવો વીરપુરૂષ જ નથી. ભલભલા શૂરવીરે રાક્ષસનું નામ સાંભળીને જીવતા મરેલા જેવા બની જાય છે. રાક્ષસને જોઈને જ કંઈક તે બેભાન બની જાય છે, જયારે તમારા મુખ ઉપર ગભરાટનું નામ નિશાન નથી. તમે વધુને વેશ પહેર્યો નથી. તમારા ગળામાં લીબળીની માળા પણ