________________
૭૨૦
શારદા દર્શન
કહેવા લાગે કે ભાઈ! તમે ચિંતા ન કરશે. તમે અમારી ખૂબ સેવાભક્તિ કરી છે અને સગાભાઈ જે પ્રેમ બતાવ્યો છે. એટલે તમે તે અમારા મહાન ઉપકારી છે, પણ કદાચ કોઈએ ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય પણ તેના દુઃખમાં સહાયક બનવું તે માનવમાત્રની ફરજ છે, અને મારામાં રાક્ષસને મારવાની તાકાત છે. વળી મારી માતાએ કહ્યું કે હું તમારા બદલે મારા પુત્રને મોકલીશ. એટલે મને તે મારી માતાની આજ્ઞા થઈ ગઈ. માટે હવે હું જાઉં છું. દેવશર્માએ આંખમાં આંસુ લાવીને કહ્યું કે હે પવિત્ર પુરૂષ! હું જીવીને આપને મૃત્યુના મુખમાં મેકલવા તૈયાર નથી. જરા વિચાર કરો. નીલમમાણીને ભાંગીને ભૂકો કરીને કાચના ટુકડાનું રક્ષણ કેણ કરે ? લાખ વૃક્ષોમાં કલ્પવૃક્ષ તે ભાગ્યે જ જોવા મળે છે, તેમ મારા જેવા લાખ માનવીઓમાં આપના જેવા વીર અને સત્વશાળી પુરૂષ કે ભાગ્યે જ જોવા મળે છે. ભલે, આપ કહેતાં નથી પણ મેં તે જ્યારથી આપને જોયાં છે ત્યારથી મારું હૃદય કહે છે કે આપ કઈ મહાન પવિત્ર રાજા-મહારાજા છે. આપની મુખાકૃતિ, લક્ષણે, રહેણીકરણ બધું કોઈ સામાન્ય માનવી જેવા નથી. મારા મૃત્યુથી તે માત્ર મારું કુટુંબ જ દુઃખી થશે જયારે આપના મૃત્યુથી તે સારી પૃથ્વી દુઃખી થશે. આપનું પરાક્રમ અને ગુણે જોઈને મને કેવળી ભગવંતના વચન યાદ આવે છે.
“કેવળી ભગવતે શું કહ્યું હતું તે પૃચ્છા કરતા કુંતાજી” – કુંતાજીએ પૂછ્યું કે કેવળી ભગવંતના શું વચન છે? તે મને કહે, ત્યારે દેવશર્માએ કહ્યું કે એક વખત અમારી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા હતા. નગરજને ભગવંતના દર્શન કરવા ગયા હતા. ભગવંતને વંદન કરી તેમની અમૃતમય દેશના સાંભળ્યા પછી પ્રશ્ન પૂછ્યું કે હે ભગવંત! અમારા નગરમાં રાક્ષસને ભયંકર ઉપદ્રવ છે તે કયારે દૂર થશે? ત્યારે કરૂણ સાગર ભગવંતે કહ્યું કે ધર્મરાજા દુર્યોધન સાથે જુગાર રમ્યા છે. તેઓ જુગારમાં રાજપાટ બધું હારી ગયા છે એટલે બાર વર્ષ માટે તેઓ વનવાસ માટે નીકળ્યા છે. તેઓ ફરતા ફરતા આ નગરીમાં આવશે ત્યારે બક રાક્ષસને નાશ કરશે ને ઉપદ્રવ શાંત થશે. આ સાભળતાં જેમ પુનમના ચંદ્રને ઉદય થતાં સાગર ઉછાળા મારે છે તેમ કેવળી પ્રભુના વચને સાંભળીને અમારા બધાના હૃદયમાં આનંદનો ઉદધિ ઉછાળા મારવા લાગ્યો. પછી કેવળી ભગવાન વિહાર કરી ગયાં પણ જનતા પાંડે કયારે આવશે તેની ઝંખના કરવા લાગ્યા. જયારથી ભગવંતે કહ્યું ત્યારથી લેકે ચારે દિશામાં ઘણે દૂર દૂર સુધી જઈને પાંડવોની રાહ જોવા લાગ્યા. કેટલાક માણસો તેમનું સ્વાગત કરવા માટે કિંમતી ભેટે લઈને હસ્તિનાપુરના માર્ગે ગયા છે, પાંડ જલ્દી પધારેજ માટે લાખે નરનારીઓએ આકરી માનતાઓ માની અને જે કેઈ ને માણસ આવે તેને પૂછવામાં આવે કે તમે કયાંથી આવે છે? આ રીતે ઘણાં દિવસો રાહ જોઈ પણ પાંડુ આવ્યા નહિ. છતાં અમે લોકોએ આશા છોડી નહિ. રાહ જોવાનું