________________
પર
ચારદા દર્શન
સમુદ્ર ખરાખર તાફાને ચઢેલા હોય તેવા સમુદ્રને એ ભુજાથી તરવા મુશ્કેલ છે. છતાં કાઈ દૈવી સડ્ડાયથી એવા ભય કર સમુદ્ર કે।ઇ તરી શકે પણ આ ભરયુવાનીમાં સંયમ પાળવા તે તેનાથી પણ વધુ કઠીન છે. “ના ત્ર મહાનરી ડિસાય મળવ” જેમ પ્રવાહની પ્રતિકૂળ દિશામાં જનાર માણસ ગંગા નદીને પાર થવા મુશ્કેલ છે, તેવી રીતે વિષય કષાયેાથી પ્રતિકૂળ થઈને આ નિગ્ર ́થ પ્રવચનનું પાલન કરવુ તે અત્યંત કઠીન કામ છે. કારણ કે સંયમ માર્ગીમાં ઘણાં ભય’કર અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહેા તથા ઉપસ આવવાની સંભાવના છે. તે સમયે જો સમતા ભાવ ન રહે તે ચારિત્રનુ પાલન કરવું બહુ કઠીન પડે છે. તુ દીક્ષા લઇને ઘરઘરમાં ગૌચરી જઈશ ત્યારે કાઈ તને પ્રેમથી સત્કાર સન્માન કરીને આહાર પાણી વહેરાવશે અને કાઇ કઠોર વચને કહેશે, કદાચ કોઈ તારું અપમાન કરશે, કેાઈ મારવા આવશે, કેાઈ વખત ઝાઝી ભૂખ હશે તેા એછે। આહાર મળશે, કેાઈ વખત ભાવે નહિ તેવા આહાર મળશે તે પણ તારે હસતે મુખડે ખાઈ જવા પડશે. આ સમયે મનમાં કષાયના કણીયા નહિ લવાય કારણ કે કષાય આવે તે કાઁખધન થાય. માટે તું હજુ વિચાર કર. હજી તું યુવાનીના પગથિયે પગ મૂકે છે તેા સંસારના બધા સુખા ભાગવી લે પછી તારા મનમાં એવા વિકલ્પ ન આવે કે મેં આવા સુખા લેગળ્યા નહિ. વળી તારી કાયા સુકુમાલ છે ને સયમ માર્ગ અતિ કઠોર છે. તું સંયમ કેવી રીતે પાળી શકીશ. મારી વાત તું સાંભળ. સચમ માગે તે કાંટા ભરાશે, કામળ કાયાથી શે સહેવાશે, કટા નિહાળીને મનડુ મૂઝશે, મનની પીડા દેહને સૂકવે છે....
સંયમ માર્ગમાં ચાલતાં પગમાં કાંટા ને કાંકરા વાગશે ને લેાહીની ધાર થશે છતાં વિહાર કરવા પડશે. આ બધુ કષ્ટ સહન કરવાનુ આવશે ત્યારે તારા મનમાં ગ્લાનિ થશે કે મેં કયાં આ દીક્ષા લીધી! પછી એ ચિ'તામાં તારુ' કામળ શરીર કરમાઈ જશે. તેના કરતાં તું હમણાં દીક્ષાની વાત છેાડી દે. કૃષ્ણ વાસુદેવ પેાતાના ભાઇના બૈરાગ્યની સાટી કરવા માટે આ બધુ' કહે છે પણ જેને અ`તરથી સયમની લગની લાગી છે તે આવા શબ્દો સાંભળીનેસ'સારમાં રોકાય ખરે ? એને સયમ કઠીન લાગે ખરા ? પોતેપેાતાની શક્તિનું માપ કાઢી લીધુ' છે પછી એને શુ' ચિ'તા ?
ગજસુકુમાલ કહે છે માટાભાઇ ! તમે મને શુ' કહેા છે ? આ સ`સાર તે આશ્રવનુ ઘર છે. આશ્રવના ઘરમાં આત્મા નિર'તર પાપકર્માંથી લેપાઇ મલીન બનેલે છે. તેને ઉજ્જવળ બનાવવા માટે મારે સ`વરના ઘરમાં જવું છે. દરેક જીવાને અભયદાન દેવાનુ ઘર સયમ છે. સયમ પાળતા કાઈ પરિષદ્ધ કે ઉપસર્ગ આવશે તેા તે સહન કરતા કદાચ મારી કામળ કાયા કરમાઈ જશે તેા પણ મને મહાન લાભ થશે.
જેમ જેમ કાયા દુબળી થવાની, આત્માની શ્રેણી તે ઉચે જવાની, ઉત્તમ પદની પ્રાપ્તિ થવાની, ભત્રના ભ્રમણ દાહયલાં દુઃખ દે છે,...