________________
શારદા દર્શન
૭૨૫ ગજ અનિમિષ તિg ? નાવ થયાદ ” હે ગજસુકુમાલ! તું મારે નાને ભાઈ છે ને મને તું અત્યંત વહાલે છે તારા ઉપર મને અત્યંત પ્રેમ છે. વીરા! હું ને તું બંને નેમનાથ ભગવાનની વાણી સાંભળવા ગયા હતાં. તને એક જ વખત ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. મને ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા છે છતાં વૈરાગ્ય ન આવ્યું. આ રાજભવન અને સંપત્તિ તને ભંગાર જેવા લાગ્યા વિષયભેગ કાલકુટ વિષ જેવા લાગ્યા તેથી તું સંસાર છોડીને સંયમી બનવા ઇરછે છે અને માતાજી પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. આ વાતની મને ખબર પડતાં હું તરત અહીં આવ્યો છું.
મારા લઘુ બંધવા! હું દીક્ષાને પ્રેમી છું. કેઈને દીક્ષા લેતા જોઉં છું તે મને અત્યંત આનંદ થાય છે. હું તને દીક્ષા લેવાની ના નથી પડતું, પણ મારી એક વાત તું સાંભળ, દીક્ષા લેવી તે રમત વાત નથી. માથે મેરૂ પર્વતને ભાર ઉપાડવા જેવું છે. મણને દાંતે લેખંડના ચણા ચાવવા જેવું છે. માટે વિચાર કરીને વાત કરજે. આ એક, બે કે પાંચ વર્ષની વાત નથી પણ જીવન સાટાના ખેલ છે. ચારિત્ર લીધા પછી જીવનના અંત સુધી અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરવું પડશે. કંઈક વખતે આકરા કષ્ટ આવશે ત્યારે આ તારી કમળ કાયા કઠેર કષ્ટને સહન નહિ કરી શકે, તે સમયે તારા મનમાં ખેદ થશે કે મેં દીક્ષા કયાં લીધી! આ વિચાર પણ નહિ લવાય. માટે ? તું સમજ. ખૂબ વિચાર કરીને દીક્ષાની વાત કરશે ત્યારે દેવકી માતા કહે છે હે કૃષ્ણ! હું પણ એને એમ જ કહું છું કે,
હે મારી લાડકવાયા દિકરા ! તું આ બધું છોડીને શા માટે દીક્ષા લેવા ઉઠ છે? હે મારા કૃષ્ણ! હે મારા યાદવકુળના દીકરાએ! આ મારા લાડકવાયાને કઈ તે સમજાવે.
બત કેઈ સંયમ શાને ધરે છે, આ સઘળે શાને ત્યાગ કરે છે.
એને શું ઓછુ આવ્યું છે! એને શેની કમીના છે! પાણી માંગતા દૂધ મળે છે. આટલા બધા સેવકે ખમ્મા ખમ્મા કરે છે ને એ શા માટે દીક્ષા લે છે? એ તો મને કહે. માતાની વાત સાંભળીને વૈરાગ્ય રંગે રંગાયેલા ગજસુકુમાલ કહે છે.
અનંતા દુઃખે જયાં આત્મા જૂએ છે, મુકત થવાને સંયમ ધરે છે.”
હે માતા! તું બીજાને શા માટે પૂછે છે. મને જ પૂછ ને કે બેટા ! તું શા માટે દીક્ષા લે છે? તું જ વિચાર કર કે જે સંસારમાં સુખ હોત તે નેમનાથ ભગવાન આટલી સંપત્તિ છોડીને શા માટે દિક્ષા લેત! એ તે આપણું કુટુંબના નાયક હતા. જે તેમણે આ રાજય છેડયું તે ત્રણ લેકના સ્વામી બન્યા. ભવ્ય જીવેના તારણહાર બન્યા. મારા છ છ ભાઈઓ સુલશાને ઘેર ઉછ . જે એ ૩૨ –- ૩૨ કન્યાઓ સાથે પરણ્યા હતાં. એકેક કન્યા બત્રીસ બત્રીસ પ્રકારને દાયજો લાવી હતી. એકેક કન્યા અસરા જેવી હતી. આવું સુખ છેડીને તેમણે શા માટે દીક્ષા લી વી? એ તે તું જાણે છે