________________
શારદા દર્શન ને ? એમને સમજાયું કે તેમનાથ પ્રભુના દરબારમાં જે સુખ છે તેવું સુખ દુનિયામાં બીજે ક્યાંય નથી. તારી દષ્ટિએ સંસારમાં ગમે તેટલું સુખ હોય પણ મને તે જયાં દષ્ટિ કરું છું ત્યાં દુઃખ દેખાય છે. એ દુઃખમાંથી મુકત થવા માટે મારું મનડું તલસી રહ્યું છે.
હે માતા! તું તારા દીકરાને સુખી કરવા ઈચ્છે છે કે દુઃખી? આ સંસારમાં મેં અનંત કાળ વીતાવ્યું. આ જીવ નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યપણે, બસ, સ્થાવર, સુમ અને બાદરપણે ઉત્પન્ન થયે. નરક અને નિગદમાં કેટલા ત્રાસ વેઠયા! હવે મારે એવા દુખે વેઠવા નથી. એમાંથી મુક્ત થવા માટે મારે સંયમ લઈને ઉગ્ર સાધના કરવી છે. મારી એક પળ નિષ્ફળ જવા દેવી નથી. બંધુઓ! તમારી કેટલી ક્ષણે ને પળો નિષ્ફળ ગઈ તેને વિચાર થાય છે! અજ્ઞાનપણે આપણુ આત્માએ અને તે કાળ પ્રમાદમાં કાઢ. હવે જે તેને પસ્તા થતા હોય તે સમજીને જાગે. જેટલી જિંદગી ગઈ તેટલી ભલે ગઈ. ભૂતકાળને ભૂલીને ભવિષ્યકાળ સુધારે છે તે વર્તમાનકાળ સુધારે. જેને વર્તમાનકાળ સુધર્યો તેને ભવિષ્યકાળ અવશ્ય સુધરે છે. માટે હવે મારે શું કરવું છે તે તમે નક્કી કરે. ધર્મનું કાર્ય કરવાના ભાવ આવે તે જ વખતે
કરી લે. તેમાં ઢીલ કરશે નહિ, ધર્મના કાર્યમાં આગેકૂચ કરે ને પાપના કાર્યમાં કે પીછે હઠ કરો.
ગજસુકુમાલ ભગવાનની વાણી સાંભળીને જાગ્યા. તેથી કહે છે મને સંસાર દુઃખરૂપ લાગે છે. મોટાભાઈ! માતાને સમજાવીને તમે જલ્દી આજ્ઞા અપાવે, ત્યારે કૃષ્ણ છે. કસેટ કરવા માટે કહે છે ભાઈ! મારી વાત તે સાંભળ?
લક્ષ્મી સુખની હેરે ઉછળે, નિશદિન કુલડાં કેરમ પ્રસારે, દાખ શ નિહાળ્યા આ સંસારે, આ સાહ્યબી ત્યાં કશી સાંપડે છે..
આપણે ત્યાં લક્ષ્મી અને વૈભવ વિલાસની છોળો ઉછળે છે. આપણું મહેલમાં તે સુગંધ સુગંધ બહેકે છે. સંગીતના સૂર છુટે છે ને મનોહર નાટકે થાય છે. હીરા, માણેક, મોતી, સેનું, ચાંદી વિગેરેના તે ભંડાર ભર્યા છે. આવું સુખ તે પુણ્યવાનને મળે છે. લોકે આવી સંપત્તિ મેળવવા માટે તપ કરે છે, ત્યારે તને હેજે મળી ગઈ છે. તું જિંદગીભર બેઠે બેઠે ખાઈશ, તારી ઈચ્છા હોય તેટલું દાન કરીશ તે પણ ખૂટશે નહિ. આટલું બધું સુખ છે છતાં તને શું દુઃખ દેખાય છે કે તું દીક્ષા લેવાની વાતે કરે છે? હમણું તું દીક્ષાની વાત કરીશ નહિ. આ સાંભળીને ગજસુકુમાલ જડબાતોડ જવાબ આપે છે ને કહે છે મોટાભાઈ! તમે મને કહે છે કે આપણે ત્યાં આટલી બધી સંપત્તિ છે તેને તું ભગવ, પણ એ સંપત્તિને સ્વભાવ કેવું છે તે સાંભળે.
લક્ષ્મી તણી તે પ્રીત ઠગારી, આજે પધારી ને કાલે સીધાવી, ફૂલડાંની ફેરમ બે ઘડી યારી, અંતે બધું નાશ થઈને રહે છે.