________________
શારદા દર્શન
છ
સહન કરી શકું તેમ નથી. માટે હે દીકરા! અમે જયાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી તું દીક્ષા લેવાની વાત છેડી દે. સંસારમાં રહીને મનુષ્યભવમાં પ્રાપ્ત થયેલા કામગ ખુશીથી ભેગવ ને આનંદ કર. હજુ તે તેને પરણવ્યું નથી. તેને ધામધૂમથી પરણાવવાના મને કેડ છે તે પૂરા કરી સંસાર સંબંધી સુખ ભોગવી કુળની વૃદિધ કરીને પછી દીક્ષા લેજે, પણ હમણાં હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. આ પ્રમાણે કહીને માતા દેવકી રડવા ને શૂરવા લાગી.
દેવાનુપ્રિય! સંસારી જેને સંસારના સુખોની પૂર્તિ કરવાનાં કેટલા કેડ હોય છે! દેવકીરાણીને ગજસુકુમાલને ઘણી રાજકન્યાઓ સાથે પરણાવાની હોંશ છે. તેથી કહ્યું બેટા! હું તને પરણાવું. તારે ઘેર સંતાન થાય, તું રાજ્યનું પાલન કર, તારા સંતાન મોટા થાય તેમને તું રાજ્યને ભાર શેંપીને પછી દીક્ષા લેજે, ત્યારે ગજસુકુમાલે કહ્યું-હે માતા ! આ સંસાર અનેક દુઃખોથી ભરેલું છે. ભયંકર ઉંડા અંધારા કૂવા જે. છે. તેમાં પડેલો માનવી ઝટ બહાર નીકળી શકતું નથી. વળી આ જીવે અનંતી વખત કેઈની સાથે માતા પણે, પત્નીપણે, પુત્રપણે, પિતાપણે, સબંધ બાંધ્યા ને છેડયાં. હવે મારે એવા નશ્વર ને દુઃખદાયી સબંધે બાંધવા નથી, અને હવે તારા જેવી માતાઓને મારે રેવડાવવી નથી. અનંતકાળથી ભવાટવીમાં ભમતાં મારા આત્માએ આજ સુધી કેટલી માતાઓને રેવડાવીને કેટલા માતાના દૂધ પીધા છે. તે સાંભળ.
સાયરના નીરથી ઘણું યે મેં પીધા માયના થાન, તૃપ્તિ ન પામ્ય આત્માજી, અધિક આરોગ્યા ધાન-હે માડી ! ક્ષણ
લાખેણું રે જાય. હે માતા આ આત્માએ સમુદ્રના પાણી કરતાં માતાના દૂધ વધારે પીધા છે. છતાં જીવને તૃપ્તિ થઈ નહિ. માટે હે માતા ! મને જલદી દીક્ષાની આજ્ઞા આપો. મારી એકેક ક્ષણ હીરા કરતા પણ કિંમતી જાય છે. આ રીતે ગજસુકુમાલ માતા પાસે આજ્ઞા માંગે છે. ત્યારે પુત્રનો એકેક શબ્દ માતાને મહદશાથી અંગારા જેવો લાગે છે. તેનું હૈયું બળી રહ્યું છે. તેને કયાંય ચેન પડતું નથી. રડે છે, ઝૂરે છે ને કાળો કલ્પાંત કરે છે. ઘડીએ ઘડીએ બેભાન બનીને પડી જાય છે ને ભાનમાં આવે છે ત્યારે પુત્રને હમણાં દીક્ષા નહિ લેવા માટે વિનવે છે. આ વાતની કૃષ્ણવાસુદેવને ખબર પડી કે મારે લઘુબંધ ગજસુકુમાલ સયંમ લેવા માટે તૈયાર થયે છે ને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. નાને કુલ જે બંધ દીક્ષા લેશે એ સાંભળીને કૃષ્ણવાસુદેવને ખૂબ હર્ષ થયા. કે જેને મેં ખેળામાં ખેલા, રમાડે એ મારો લાડીલે લઘુ બંધ એક જ વખત ભગવાનની વાણી સાંભળીને દીક્ષા લેવા તૈયાર થયે અને હું રહી ગયે! એ સંસારથી શા,-૯૦