________________
શારદા દર્શન
૭૧૭.
માટે તેઓ માતા-પિતાની પાસે આવીને વિનયપૂર્વક દીક્ષાની આજ્ઞા માંગી રહ્યા છે. પુત્રની દીક્ષા લેવાની વાત સાંભળીને માતાના હૃદયમાં પ્રસ્કે પડી ગયે. એના દિલમાં ખૂબ દુઃખ થયું. કારણ કે આ દીકરો તેને આંખની કીકી જે વહાલે હતો. એટલે કહ્યું-બેટા ! તું હજુ નાનો છે. દીક્ષામાં તું શું સમજે? તું મોટે થાય પછી દીક્ષા લેજે. હમણાં નહિ. દેવકી માતા મોહથી ઘેરાયેલી છે એટલે દિલમાં દુઃખ થયું, પણ પુણ્યવંતી છે. એટલે એણે એમ ન કહ્યું કે દીક્ષામાં શું છે? આપણે કંઈ દીક્ષા લેવી નથી.
દેવકીજીને પુત્ર પ્રત્યે મોહ હતો એટલે રડતાં રડતાં કહે છે બેટા! જે તે ખરો? આ તારું શરીર કેટલું સુકમળ છે! આવા સુકોમળ શરીરે તું દીક્ષા કેવી રીતે પાળી શકીશ? ત્યાં તે ધમધખતા તાપમાં ગોચરી લેવા જવું પડશે અને કડકડતી ઠંડીમાં વિહાર કરે પડશે. ત્યાં શરીરને મેહ નહિ રખાય, અને હજુ તારી ઉંમર કયાં વીતી ગઈ છે? બેટા ! મારી વાત સાંભળ. “તું છે બેટા ના ને બેસી રહેને છોને, નહિ આપું..નહિ આપું
તને દીક્ષાની શિક્ષા તું હજુ નાનું બાળક કહેવાય. તને આ વાતમાં કંઈ સમજણ પડે નહિ એક વખત આપણે દીક્ષાની વાત બહાર પાડીએ એટલે પછી સંસારમાં રહેવાય નહિ, અને જે કઈ સંસારમાં રહે છે તેની કોઈ કિંમત પણ નહિ. માટે તું હમણું દીક્ષાની વાત કેઈની પાસે બેલીશ નહિ. બેટા! આપણે ઘેર કઈ ચીજની કમીના છે! તારા પિતા વસુદેવ રાજા અને તારે માટે ભાઈ ત્રણ ખંડને અધિપતિ છે. તું સૌને ખૂબ વહાલે છે. માટે તું માગે તે હું તને આપી દઉં પણ તું દીક્ષાની વાત છેડી દે. મહઘેલી માતાની વાત સાંભળીને ગજસુકમાલે કહ્યુંહે માતા ! તું કહે છે કે તું જે માંગીશ તે હું તને આપી દઈશ, તે મને આ સંસારમાં કઈ ચીજની ઈચ્છા નથી. મને સંસાર અને સંસાર સુખના પદાર્થોની બિલકુલ મમતા નથી. મારે પૈસા, દાગીન, કપડાં વિગેરે કઈ ચીજ જોઈતી નથી. બસ, મારે તે સંયમ જ જોઈએ છે. મને સમજાઈ ગયું છે કે નયમો દિ મમતા સર્વત્ર સૈદિનામું પ્રાણીઓની સર્વત્ર રક્ષા કરનાર મહામંત્ર એ એક જ સંયમ છે, અને સંયમ એજ સાચું અને શ્રેષ્ઠ જીવન છે. સંયમ વિનાનું જીવન સુંગધ વિનાના પુષ્પ જેવું છે. માટે આપ ને મને કંઈ આપવાની ઈચ્છા રાખે છે તે જલદી સંયમની આજ્ઞા આપી દે. પુત્રની વાત સાંભળીને દેવકીરાણી કહે છે બેટા! મેં તારા માટે કેવા કેવા મનેરના મહેલ બાંધ્યા છે. મારે તે તેને પરણાવે છે. હજુ તું પર નથી તે પહેલાં દીક્ષા લેવાની કયાં વાત કરે છે?
ગજસુકુમાલે કહ્યું-માતા ! આ જિંદગીને શું ભરોસો છે? કાલની કેને ખબર છે! માનવીની જિંદગી ટૂંકી છે. અલ્પ સમયમાં મારે ઘણું કાર્ય કરવાનું છે. વીજળીને. ચમકારે ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. સંસ્થાના સેનેરી રંગ અને આકાશમાં મેવ