________________
શારદા દર્શન
જેવી તે નહતી પણ આખી નગરીને નાશ થતું અટકી જાય તે દષ્ટિથી રાજાએ અને પ્રજાએ રાક્ષસના વચનને સ્વીકાર કર્યો. એટલે તેણે બધી માયાજાળ સંકેલી લીધી ને રાક્ષસ ચાલ્યા ગયે, ત્યાર પછી રાજા અને પ્રજાએ ભેગા થઈને નગર બહાર વનમાં એક મંદિર બંધાવી તેમાં બક રાક્ષસની પ્રતિમા પધરાવી. હે કુંતામાતા ! ત્યારથી અમારા નગરમાંથી દરરોજ એક માણસ અને અઢી શેર ચોખા રાંધીને દરરોજ જુદા જુદા ઘેરથી મોકલવામાં આવે છે.
રાક્ષસ સામે જવાને વારો* :- રાજાએ આખા નગરના નાગરિકોની નોંધ કરી છે ને વારાફરતી જેના ઘેરથી માણસને મેકલવાને વારે હોય તેને ઘેર ચીઠ્ઠી મોકલાવી દે છે. આજે મારા ઘરને વાર છે એટલે મારે ઘેર ચીઠ્ઠી આવી છે ને મારે રાક્ષસના ભક્ષણ માટે વનમાં જવાનું છે તેથી મારી પત્ની અને બાળક રડે છે. આ સાંભળીને કુંતાજીને ખૂબ દુ:ખ થયું. અ! અમે જેના ઘરમાં રહ્યા છીએ તેનું જ આજે રાક્ષસના હાથે મોત થશે? એ નહિ બનવા દઉં. હે સાવિત્રી બેટા! તું છાની રહે, રડીશ નહિ. મારા દીકરાને હું નહિ મરવા દઉં. આ પ્રમાણે કુંતાજી સાવિત્રીને , આશ્વાસન આપીને છાની રાખવા પ્રયત્ન કરવા લાગ્યા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૯૧ આસો સુદ ૮ ને બુધવાર
તા. ૧૯-૧૦-૭૭ અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ, શાસનપતિ, પ્રભુ મહાવીર સ્વામીએ ભવાટવીમાં ભૂલા પડેલા આત્માઓને સન્માર્ગે વાળવા માટે દ્વાદશાંગી સિધ્ધાંતની પ્રરૂપણ કરી. મક્ષ રૂપી સાધ્યની સિદ્ધિ કરવા માટે સિધ્ધાંત સાધન છે. આ સાધનના સહારે અનેક સાધકે સાધના કરીને મોક્ષ મંઝીલે પહોંચી ગયા છે. જેને મેક્ષમાં જવું હોય તેણે ભગવાને સિધ્ધાંતમાં કહ્યા પ્રમાણે આચરણ કરવું પડશે. વીતરાગ માર્ગને જાણીને જે મેક્ષમાં પહોંચવામાં બાધક હોય તેને છોડવું જોઈએ કે જે અપનાવવા જેવું છે તેને અપનાવવું જોઈએ. જ્યારે વીતરાગ પ્રભુના વચનમાં અનન્ય શ્રધા થાય છે ત્યારે સાધક આત્મા સાધ્યની સિદ્ધિ કરી શકે છે. તે
ગાકમાલને મનાથ પ્રભુની વાણી સાંભળીને તેના ઉપર અનન્ય શ્રધ્ધા થઈ તેમણે જેવું સાંભળ્યું તેવું અંતરમાં ઉતારીને તે પ્રમાણે આચરણ કરવા તૈયાર થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે છેડવા જે હોય તે સંસાર છે, લેવા જેવું હોય તે સંયમ છે ને મેળવવા જેવું હોય તે મોક્ષ છે. માટે હું સંસાર છોડીને જલ્દી સંયમ અંગીકાર કર્યું. તે