________________
ચાદા દર્શન
તરી જશે. એ વાતને કૃષ્ણને આનંદ થયા. કારણકે પેાતે સય'મના પ્રેમી હતાં અને પાતે દીક્ષા લઈ શકતા નથી તે વાતનુ દિલમાં અત્યંત દુઃખ હતું. હવે શુ' ખનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર “ દેવશર્માએ પાંડવાને આપેલા સહકાર ’:- પાંડવાએ એકચક્રા નગરીમાં બ્રાહ્મણના વેશ લઇને પ્રવેશ કર્યાં ત્યાં તેમને દેવશમાં બ્રાહ્મણ ભેટી ગયા. ખૂબ આગ્રહ કરીને પ્રેમથી તેમને પેાતાને ઘેર લઇ ગયા ને સારા ભેાજન બનાવી જમાડયા અને કહ્યુ` આ ઘર તમારુ જ છે એમ માનીને તમે મારા ઘરમાં રહેજો. જરાપણ સ'કાચ રાખશે નહિ. પાંડવાએ કહ્યુ –ભાઈ ! અમે તેા તમને ઓળખતા પીછાણુતા નથી છતાં તમે અમને તમારે ઘેર લાવીને જમાડયા તે કંઈ આછું કર્યું. છે? અમે સાત સાત માણસ કાં સુધી તમારા ઘેર રોકાઈએ? હવે અમે તે ગમે ત્યાં ચાલ્યા જઇશું, ત્યારે દેવશર્માએ કહ્યું-હું તમને કાઈ હિસાબે નહિ જવા દઉં. ભલે, તમે તમારા મનથી માનેા છે કે અમે ગરીબ છીએ પણ મને તે આપ બધાની મુખાકૃતિ જોઇને લાગે છે કે આપ મહાનપુરૂષા છે. માટે આ ઘરને પેાતાનું ઘર માનીને અહી' રહે, અને અમારા નગરને પવિત્ર મનાવા. એથી આ નગરના લેાકાને પણ ખબર પડશે કે આ પૃથ્વી બહુ રત્નાથી ભરપૂર છે. દેવશર્માના ખૂબ આગ્રહથી પાંડવા તેને ઘેર રોકાઇ ગયા.
પાંડવા બ્રાહ્મણના વેશમાં રહીને અંતરથી જૈનધર્મની ઉપાસના કરતા આનંદથી રહેવા લાગ્યા. તેમને કાઇ ઓળખી શકતુ' નથી. દેવશર્માને તે! જાણે બાર વર્ષે જમાઇ ન આન્યા હાય! તેટલેા આનંદ છે, અને દિવસ કયાં ચાલ્યે જાય છે તે ખખર પડતી નથી. દેવશર્માની પત્નિ સાવિત્રી ખૂખ સરળ અને પ્રેમાળ હતી. તેણે કુંતાજીને કહ્યુંખા! તમે મને સાસુજી જેવા વહાલા લાગે છે. વિનથી સાવિત્રીએ કુંતાજીના મનને વશ કરી લીધું અને 'તાજી પણ સાવિત્રીને દ્રૌપદીની માફક રાખવા લાગ્યા. આમ પરસ્પર પ્રેમથી આનંદપૂર્વક દિવસા વીતાવવા લાગ્યા. દેવશર્મા અને સાવિત્રી બધા કા કુંતાજીને પૂછીને કરવા લાગ્યા. આ રીતે પાંડવા અને દેવશર્મા વચ્ચે ગાઢ સ્નેહની સાંકળ ખરૂંધાઇ ગઈ.
46
:
સાવિત્રીને કલ્પાંત અને કુતાજીનુ' પૂછવુ'” – એક દિવસ સાવિત્રી ઘરના ખૂણામાં બેસીને કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. આ જોઇને કુંતાજીએ દેવશર્માને પૂછ્યું. બેટા ! આજે આ મારી વહુ સાવિત્રી કેમ રડે છે? મે' આ ઘરમાં આવ્યા પછી કદી તેનુ મન ઉદાસ જોયું નથી કે તમને બ ંનેને કદી ઉંચા સ્વરે ખેલતા જોયા નથી ને આજે આમ કેમ ? આનુ કારણ શું? તે મને કહે. દેવશર્માએ કહ્યુ.-હે માતા ! એક વખત આ નગરીમાં ભયકર ઉપદ્રવ થયા હતા. એક વિદ્યાધર આખા નગર જેટલી માટી શીલા હાથમાં પકડી વિકરાળ રાક્ષસનુ` રૂપ ધારણ કરીને યમરાજની જેમ આકાશમાં ઉભે રહ્યો આખા નગરને જાણે ઢાંકણું ઢાંકી દીધુ. હાય તેમ શીલા લઈને ઉભા રહેવાથી નગરમાં