________________
ચાર
ન *
કરે છે
અંધકાર છવાઈ ગયે. ભયંકર પવન ફૂંકાવા લાગે, વૃક્ષો પ્રજવા લાગ્યા, લેકના ઘર પણ ધરતીકંપની માફક ધ્રુજવા લાગ્યા. કંઈક જૂના ઘર તે પડી ગયાં. આવો ભયંકર ઉત્પાત એકાએક મચી ગયો એટલે નગરજને ત્રાસથી આકુળ વ્યાકુળ બનીને ભયભીત બની ગયા ને દરેક પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવા લાગ્યા. કેઈ માનતા માનવા લાગ્યા કે જે અમે ઉપદ્રવમાંથી બચી જઈશું તે આટલું દાન પુણ્ય કરીશું. થોડીવારે આકાશમાં મેટી અને પીળી આંખેવાળા, અડદ જેવા શ્યામ વર્ણના ઉંચા રાક્ષસને ઉભેલે જે ને તે રાક્ષસ ગર્જના કરીને બે કે આ શિલા ફેંકીને હું તમને બધાને મારી, નગરી શમશાન જેવી બનાવી દઈ શ. હવે સમજી લે. તમારે કાળ નજીક આવી ગમે છે. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે.
રાક્ષસ સામે રાજા અને નગરજનેને પકાર” - બધા નગરજને રાક્ષસના સામું જોઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે આપ યક્ષ હે, રાક્ષસ હે, ગમે તે હે પણ અમારી અરજી સાંભળીને અમને ભયમુકત કરે. આ૫ મહાન છે. અમારી કાંઈ ભૂલ થઈ હોય તે ક્ષમા કરે, નગરના રાજા પણ બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે આપ તે મહાન છે. અમે આપના બાળક છીએ. મહાનપુરૂષે બાળકના અપરાધને માફ : કરે છે, તે શું, આપ અમને માફ નહિ કરો ? મારાથી અગર મારા કઈ પણ પ્રજાજનથી આપને ગુન્હો થઈ ગયેલ હોય તે માફ કરે. અમારે શું ગુન્હો છે ને શામાટે આય. અમારા ઉપર કે પાયમાન થયા છે તે કહો. આ સમયે આકાશમાં શિલા નીચે ઉભા રહેલા રાક્ષસે કહ્યું.
બક નામા વિદ્યાધર હું મેં, રત્નલ ગિરિસ્થાન, રાક્ષસી વિદ્યા સાધી બના હું, નરભક્ષી મેહીજાન
હેતા હું બક નામને વિદ્યાધર છું, અને રત્નશૈલ પર્વત ઉપર મેં રાક્ષસી વિદ્યાની સાધના કરી છે. તે મારી વિદ્યાની પરીક્ષા કરવા માટે મેં આ નગરીને સંહાર કરવાને વિચાર કર્યો છે. માટે તમે કઈ બચી શકવાના નથી. આ સાંભળીને રાજાએ કહ્યું કે કઈ રાખ માટે ચંદનને સળગાવી દે ખરું ? તેમ આપે વિદ્યાની સાધના કરી છે તેની પરીક્ષા માટે અમારી નગરીને વિનાશ શા માટે કરે છે? આપ વિદ્યાને ઉપગ જગતના કલ્યાણ માટે કરે, ત્યારે રાક્ષસે કહ્યું –મને માણસનું માંસ બહુ પ્રિય છે. મને માંસ વિના શાંતિ નહિ વળે. માટે હું તે સંહાર કરવાનો.
રાજા અને પ્રજા ખૂબ કરગર્યા, ત્યારે રાક્ષસે કહ્યું કે જે તમારે બધાને બચવું હોય તો એક ઉપાય છે. તમે આ નગર બહાર વનમાં મારું મંદિર બંધાવી મારી સ્થાપના કરો, અને દરરોજ એક માણસ અને અઢીશેર ચેખા રાંધીને મારે માટે મેકલવા. આ પ્રમાણે કરવાનું કબૂલ કરે તે હું બધી માયા સંકેલી લઉં, અને જે દિવસે તમે ભૂલી જશે તે દિવસે આખી નગરીનો નાશ કરીશ. આ વાત કબૂલ કરવા