________________
શારદા દર્શન
છે. આ રીતે ખૂબ સુંદર ઉપદેશ આપ્યું. આ સાંભળીને હિંડઆએ ભગવાન પાસે પ્રતિજ્ઞા કરી કે મારે નિરપરાધિ બેઈન્દ્રિયાદિ ત્રસ જીવની કે કઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. ઉત્તમ છના સંગમાં આવીને હિંડબા પણ પવિત્ર બની ગઈ. બીજા ઘણા જીવે એ કેવળી ભગવાનને ઉપદેશ સાંભળી પચ્ચખાણ કર્યા. પ્રવચન પૂરું થયા બાદ સૌ વંદન કરીને પાછા ગયા ત્યારે પાંડે, કુંતાજી, દ્રૌપદી, હિંડબા વિગેરે ઉઠીને કેવળી ભગવાન પાસે ગયા. ભગવાનને વંદન કરી સુખશાતા પૂછીને પાસે બેસી ગયા.
કેવળી ભગવાનને કરેલી પૃચ્છા”:- કુંતાજીએ ભગવાનને પૂછયું અહો કરૂણાસાગર પ્રભુ! અમારા મહાન પુણ્યોદયે આવા દુઃખમાં અમને આપના દર્શન થયાં. આટલું બોલતા કુંતાજી ગળગળા થઈને કહે છે પ્રભુ! આ મારા પુત્ર આ જંગલમાં મહાન દુઃખ ભોગવી રહ્યા છે. એમના દુઃખ મારાથી જોવાતા નથી. તે આપ ફરમાવે કે મારા પુત્ર આ દુઃખમાંથી કયારે મુક્ત થશે? જુએ, માતાનું હૃદય છે ને! પુત્રની સાથે તે પણ દુઃખ તો ભગવે છે ને! છતાં હું દુઃખમાંથી કયારે મુક્ત થઈશ? મારા દુઃખને અંત કયારે આવશે? એમ ન પૂછયું પણ મારા પુત્રે દુઃખમાંથી મુકત થશે? એમ પૂછ્યું, કારણકે માતાને પુત્ર પ્રત્યે અપાર પ્રેમ હોય છે. ભલે પિતે દુઃખ વેઠવું પણ પુત્રનું દુઃખ માતા જોઈ શકતી નથી. કેવળી ભગવાન પિતાના જ્ઞાનમાં બધું જાણે છે તેથી કહ્યું હે કુંતાજી! તું તે મહાન ભાગ્યવાન છે. તે પાંચ પાંચ પુણ્યવાન પાંડવેની માતા છે. ગભરાઈશ નહિ, રડીશ નહિ. તારા પુત્રએ જેટલાં દુઃખ ભેગવ્યા તેટલા હવે ભેગવવાના નથી. તારા પુત્રે અલ્પ સમયમાં દુશ્મનને સંહાર કરીને પોતાનું રાજ્ય મેળવશે.
રાજથી સુખ ભોગે ભેગવી, લેસી સંયમભાર,
કર્મ ખપાકે કેવલ પાઈ, લેગા મેક્ષ ઉદાર હે શ્રોતા રાજભવના મહાન સુખ ભેળવીને સંયમ લેશે. સંયમ લઈને ધર્મની ખૂબ પ્રભાવના કરશે અને ઘાતકર્મોને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે, અને અંતે મોક્ષનું રાજય મેળવશે. આ સાંભળીને પાંડેના હૈયા હરખાઈ ગયા. અહે ભગવંત! આજે અમારા ભાગ્ય ખુલી ગયા. અમારું રાજય ભલે ગયું પણ અમને આત્માનું રાજય મળી ગયું. અમારા સારા માટે જ અમને વનવાસ મ હશે. અમારા રાજ્યમાં અમને કેવળી ભગવાનને વેગ મળત કે નહિં પણ અહીં તે આપ અમને મળી ગયા, અને આ ભવમાં જ અમે મિક્ષમાં જઈશું એવું આ૫ના મુખેથી સાંભળીને અમને હવે રાજ્ય પણ યાદ આવતું નથી.
પાંડેને આ પ્રમાણે કહી કેવળી ભગવાન વિહાર કરી ગયા. ત્યાર બાદ બધાં નીચે ઉતર્યા અને ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે આવીને બેઠાં. પછી યુધિષ્ઠિરે હિડંબાને કહ્યું, તારી સહાયથી અમે આ ભયંકર અટવીને પાર કરીને આટલે આવી પહોંચ્યા છીએ. તે તે અમને બધાને મરતા બચાવ્યા છે. માતાજી પાણી વિના બેભાન થઈને પડી ગયા