________________
७०१
શારદા દર્શન જીવન સાર્થક થયું. તમે તે મને ન્યાલ કરી દીધું. તમે મને જે આપ્યું છે તેવું જગતમાં કેઈ નહિ આપી શકે. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમારી વાણીને રણકાર મારા અંતરમાં ગુંજે છે. હે કૃપાળુનાથ! દુનિયામાં બધું બતાવનાર મળશે પણ મક્ષ માર્ગને બતાવનાર આપના સિવાય કઈ નહિ મળે. આપની વાણી સાંભળ્યા પછી મને તે સંસાર ભડભડતે દાવાનળ દેખાય છે, અને સંયમ શાંતિ અને શીતળતાનું સ્થાને લાગે છે. ચારિત્ર જે બીજે કે શ્રેષ્ઠ માર્ગ નથી. સંસાર એ રોગનું ઘર છે ને સંયમ એ આરોગ્ય ભવન છે. જેમ શઢ વિનાની નૌકા, બ્રેક વિનાની ગાડી, અંકુશ વિનાને હાથી, અને લગામ વિનાના ઘેડાની કાંઈ કિંમત નથી તેમ ચારિત્ર વિનાના જીવનની કાંઈ કિંમત નથી. સંયમ એ સોનું છે ને સંસાર એ કથીર છે. એ વાત મને બરાબર સમજાઈ ગઈ છે.
ભગવાનની વાણી સાંભળીને અત્યંત હર્ષમાં આવીને ગજસુકુમાલ ભગવાનને કેવા મધુર શબ્દો કહી રહ્યા છે! તમે રોજ વીતરાગ વાણી સાંભળે છે પણ તમને આવા ભાવ આવે છે? સંસાર અસાર લાગે છે? ગજસુકુમાલને એક જ વખત નેમનાથ પ્રભુની વાણી સાંભળીને મજીઠી રંગ લાગી ગયો. ભગવાનના મુખાવિંદથી શ્રુત ચારિત્ર રૂપ ' ધર્મનું વ્યાખ્યાન સાંભળીને અને તેને હૃદયમાં અવધારણ કરીને દર્દ તુટ્ટ બહુ ખુશ થયા ને સંતુષ્ટ થયા. ત્યાર પછી ભગવાનને તિકખુત્તને પાઠ ભણી પ્રદક્ષિણા કદી વંદન નમસ્કાર કરીને પ્રભુના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું. “Haifમાં મતે વિજય રૂવામાં ત્તિયામિ મતે ” હે ભગવંત! હું આપના નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું પ્રતીતિ-વિશ્વાસ કરું છું કે હે ભગવંત! આપે જે રીતે જીવ, અજીવ વિગેરે તનું સ્વરૂપ સમજાવ્યું છે તે રીતે સત્ય છે. તેની મારા હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા છે. અને આ પ્રકારની મારા ચિત્તમાં પૂર્ણ પણે પ્રતીતિ પણ થઈ ગઈ છે તે અન્યથા નથી ને અન્યથા થઈ શકે તેમ પણ નથી. “યામિ મને” જેમ સંતપ્ત પ્રાણુ અમૃતધારાની ઈચ્છા કરે છે તેમ હે નાથ ! સંસાર તાપથી તપ્ત બનેલે હું પણ આપના આ નિગ્રંથ પ્રવચનની ઈચ્છા કરું છું, રૂચી કરું છું. “મુમિ મને ! નિશથ વાયા”હે ભગવંત! આપના નિર્ચ થ પ્રવચનની સારી પેઠે આરાધના કરવા માટે હું ઉઘત-તૈયાર થયું કારણ કે નિગ્રંથ પ્રવચન એકાંત સત્ય છે, તેમજ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી આમાં કઈ જાતને વધે આવતું નથી. તેથી આપના નિગ્રંથ પ્રવચનની આરાધના કરવાની મને ઈચ્છા થઈ છે. હવે મારી ઈચ્છાને કઈ રોકી શકે તેમ નથી. આ આરાધનામાં ગમે તેવા ઘેર પરિષહ કે ઉપસર્ગ આવે તે પણ હું તે સહન કરવા તૈયાર છું. આપ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે છે. એટલે કે જીવ જેમ કર્મોથી બંધાય છે તેમ કર્મથી મુકત પણ થાય છે. આ વાત આપે નિગ્રંથ પ્રવચનમાં બતાવી છે તે સત્ય છે. તેથી મોક્ષની પ્રાપ્તિ માટે હું દીક્ષા ગ્રહણ કરવા ચાહું છું. '