________________
શારદા દર્શન
৩০৩ વાણી સુણી મીઠી લાગી, મન મોહ્યું એમાં રે, સંયમ વિના સાર નથી શેમાં રે.... હે પ્રભુ! આપની વાણી સાંભળીને મારો આત્મા વૈરાગ્ય રંગે રંગાઈ ગયો છે. હવે મને સમજાઈ ગયું છે કે જગતમાં સંયમ વિના કોઈ વસ્તુ સારભૂત નથી. પણ “સેવાનુfપવા .
માપ આપુછામિ હે દેવાનુપ્રિય! હે ભગવંત! હું મારા માતાપિતાને પૂછીને તેમની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ, ત્યારે ભગવાને ગજસુકુમાલની વાત સાંભળીને કહ્યું. “દામુદ્દે સેવાભુજિયા મા ઘઉદધ કરે છે હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં વિલંબ કરશે નહિ. ગજસુકુપાલને મનાથ ભગવાને આ પ્રમાણે કહ્યું એટલે ગજસુકુમાલ ભગવાનને વંદન નમસ્કાર કરી હાથી ઉપર બેસીને દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈને તેમના માતાપિતા પાસે આવ્યા. અહીં શાસ્ત્રકાર કહે છે કે જેમ મેઘકુમારે તેમના માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી હતી તેમ ગજસુકુમા તેમના માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. હો ગજસુકુમાલ માતાની પાસે જઈને પહેલાં શું કહેશે કે કેવી રીતે આજ્ઞા માંગશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર: “પુણ્યોદયે કેવળી ભગવાનને ભેટો”:-પાંડવો ભયંકર અટવીને પાર કરી ચાલતાં ચાલતાં એકચક્ર નામની નગરીના ઉદ્યાનમાં આવ્યા. થેડે આગળ ગયા તે તેમણે ઘણાં માણસને પહાડ ઉપર ચઢતાં જોયા. તેમના મનમાં થયું કે પહાડ ઉપર આટલા બધા માણસે કેમ ચઢતાં હશે? કેઈને પૂછતાં ખબર પડી કે કેવળી ભગવંત પધાર્યા છે. આ સાંભળીને પાંડવે, કુંતાજી અને દ્રોપદીના રે.મેરોમમાં આનંદ થયો. આમ તે તેમને ઉદ્યાનમાં પગ મૂકતાંની સાથે આનંદ ને શાંતિનો અનુભવ થયે હતે. તેમાં સર્વજ્ઞ ભગવાન પધાર્યા છે તેવા શુભ સમાચાર મળતાં વિશેષ આનંદ થયો કે અહે! આપણે ગાઢ કર્મના ઉદયે દુઃખમાં ઘેરાયા છીએ પણ સાથે આપણું મહાન પુરયને ઉદય છે કે આપણને કેવળી ભગવાનનાં દર્શનને લાભ થશે. એમ હરખાતાં પહાડ ઉપર ચઢવા લાગ્યાં. ખૂબ થાકી ગયા હતા પણ ભગવાનનાં દર્શન કરવા જતા તેમનો થાક ઉતરી ગયો. પહાડ ઉપર ચઢી ગયા. લળીલળીને કેવળી ભગવાનના દર્શન કર્યા. આ સમયે ભગવાન પદ્માસને બેસી ભવ્ય જીવોને ઉપદેશ આપતા હતા. પાંડ વિનયપૂર્વક વંદન કરીને ઉપદેશ સાંભળવા બેસી ગયા.
પાંડેના કપડાં ફાટી ગયા હતા, શરીર પર મેલના થર જામ્યા હતાં. આવા ગરીબ ભિખારી જેવા વેશમાં હતા છતાં પુણ્યવાન પુરૂષેના તેજ છૂપ. રહેતાં નથી. ગરીબ મુસાફરોના વેશમાં રહેલા મને હર રૂપવંત પાંડેને જોઈને સભામાં બેઠેલા બધા માણસોને ખૂબ આશ્ચર્ય થયું કે આ કોણ હશે? કેવા તેજસ્વી છે! પાંડ એકચિત્ત ભગવાનનું પ્રવચન સાંભળવા લાગ્યા. એ દિવસે કેવળી ભગવાન પ્રવચનમાં દયાધર્મ વિષે સમજાવતા હતા કે હે ભવ્ય છે! ધર્મ બધા પુરૂષાર્થોમાં ચૂડામણી સમાન છે. તેમાં દયા મુખ્ય ધર્મ છે. દયા ધર્મનું પાલન કરવાથી જીવ ભવસાગર તરી જાય છે, દયા સૂવ કલ્યાણકારિણી