________________
શારદા દર્શન
સુકાન બંને હોય છે. તેથી એ સમુદ્રના મધ્યભાગથી કિનારા તરફ દેરી શકે છે. વહાણમાં એને બીજે સુકાની મળવાથી વહાણમાં છુટથી હરીફરી શકે છે. આરામ પણ લઈ શકે છે. માત્ર એને તે એટલી સાવધાની રાખવી જોઈએ કે વહાણમાંથી બહાર નીકળી જવાય નહિ. અનુકુળ પવન મળતાં સુકાની ઝડપભેર વહાણને કિનારા તરફ હંકારે છે અને પાટીયાવાળા મુસાફર કરતાં જદી સમુદ્રને પાર કરી જાય છે.
બંધુઓ! આ ન્યાયથી તમે સમજે. શ્રાવક ધર્મ એ પાટીયા જેવું છે. હવાસરૂપી સંસાર સમુદ્રમાં પડ્યા પછી ધર્મરૂપી પાટીયાને ખૂબ મજબૂત રીતે પકડી રાખવું પડે છે. કારણ કે ધર્મરૂપી પાટીયું હાથમાંથી સહેજ છટકશે તે જીવ સંસાર સમુદ્રમાં ડૂબી જશે. બીજી રીતે ધર્મરૂપી પાટીયું ગમે તેટલું મજબૂત પકડયું હશે તે પણ સંસારમાં પડે છે એટલે પાપને પ્રવાહ તો ચાલુ જ છે. સંસાર સમુદ્રમાં બેઠેલા માટે ધર્મ રૂપી પાટીયું તે છે પણ તે સઢ અને સુકાન વિનાનું છે. સંસારમાં ગુરૂને સમાગમ હંમેશા રહેતું નથી એટલે જોખમે પણ ઘણાં છે. તેમાં રાગ, દ્વેષ, મોહ! મત્સર, માન, ક્રોધ વિગેરે જંતુઓને ભય ઘણો રહે છે, પણ જયાં સુધી ધર્મરૂપી પાટીયું હાથમાં હોય ત્યાં સુધી સંસાર સમુદ્રમાં ડૂબી જવાનો ભય ઓછો છે. છતાં પણ તેને પાર કરવા ઘણે લાબે સમય લાગે છે. સંસારમાં ધર્મરૂપી પાટીયું પકડવા છતાં કયારેક આર્તધ્યાનાદિના મેજા જીવને કયાંના કયાંય ખેંચી જાય છે, ત્યારે ચારિત્ર એવહાણ જેવું છે. તેમાં સઢ અને સુકાન હોવાથી તે ઘણું કરીને કિનારા તરફ જાય છે. વળી એને સુકાની ગુરૂને સમાગમ જોવીસે કલાક મળે છે. જેથી અનેક પ્રકારના અનર્થો અને ઉન્માર્ગથી જીવને બચાવી લે છે. જેમ વહાણમાં બેઠેલા માનવીને સમુદ્ર સાથે સંબંધ નથી તેમ ચારિત્રવાનને સંસાર સાથે કઈ સંબંધ નથી. માત્ર તેને ચારિત્ર સાથે સંબંધ છે. તેથી રાગાદિ જળચર જંતુઓથી બચી જાય છે માટે પાટીયામાં શાંતિ નથી પણ વહાણમાં શાંતિ છે, તેમ શ્રાવક ધર્મ કરતાં ચારિત્ર ધર્મમાં વધુ શાંતિ છે, પણ ચારિત્રના ભાવમાં રમણતા કરે છે. બાકી ચારિત્રરૂપી વહાણમાં બેસીને પણ જે બાહ્યભાવમાં રમણતા કરે તે શાંતિનો અનુભવ થતો નથી. ચારિત્રમય જીવનમાં બાહ્ય-આત્યંતર તપ રૂપી પવનને એ અપૂર્વ સહારે મળે છે કે તેનાથી ચારિત્ર રૂપી વહાણ વેગથી મુકિતના કિનારા તરફ આગળ વધતું જાય છે. આ ઉપરથી તમે સમજી શકશે કે માનવજીવનની સફળતા ચારિત્રધર્મ અંગીકાર કરી તેનું પાલન કરવામાં છે પણ જયાં સુધી ચારિત્ર માર્ગરૂપી જહાજમાં બેસી ન શકાય ત્યાં સુધી શ્રાવક ધર્મ રૂપી પાટીયું પકડી રાખવા જેવું છે. એ પાટીયું તમને સંસાર તળિયેના ડૂબવા નહિ દે. માટે બેમાંથી એક ધર્મનું આચરણ તે જરૂર કરો. આ પ્રમાણે તેમનાથ ભગવાને શ્રાવક અને સાધુ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ભગવાનની મીઠી મધુરી અમૃતમય વાણી સમેસરણમાં બેઠેલા દરેક માણસોએ સાંભળી, અને સૌએ સૌની પાત્રતા પ્રમાણે ઝીલી.